જ. પો. ત્રિવેદી

ગ્લાયકૉલ

ગ્લાયકૉલ : ઍલિફૅટિક સરળ શૃંખલાવાળાં બે જુદા જુદા કાર્બન ઉપર બે હાઇડ્રૉક્સિલ (–OH) સમૂહ ધરાવતાં સંયોજનો. તે દ્વિહાઇડ્રિક આલ્કોહૉલ તરીકે પણ ઓળખાય છે; પરંતુ આ શ્રેણીનાં લાંબી શૃંખલાવાળાં સંયોજનોને ડાયૉલ કહે છે. નીચા અણુભારવાળાં ગ્લાયકૉલ સ્થાયી, સ્વાદવિહીન તથા રંગવિહીન પ્રવાહી હોય છે. તે 100° સે.થી વધુ તાપમાને ઊકળે છે તથા…

વધુ વાંચો >

ગ્લિસરૉલ

ગ્લિસરૉલ : સૌથી સાદો ટ્રાયહાઇડ્રિક આલ્કોહૉલ. તેનું પ્રચલિત નામ ગ્લિસરીન છે. તેનો અણુભાર 92; અણુસૂત્ર HOCH2 • CHOH • CH2OH; વિ. ઘ. 1.262; ઉ. બિં. 290° સે. તથા ગ. બિં 18° સે. છે. તે રંગવિહીન, ગંધવિહીન, ઘટ્ટ પ્રવાહી છે, સહેલાઈથી અતિશીતન (supercooling) પામે છે અને મુશ્કેલીથી સ્ફટિકમય બને છે. તેની…

વધુ વાંચો >

ગ્લુકોઝ

ગ્લુકોઝ : મૉનોસેકેરાઇડ વર્ગના હૅક્સોઝ વિભાગની સામાન્ય શર્કરા. તે દ્રાક્ષ શર્કરા, ડેક્સટ્રોઝ, કૉર્ન શર્કરા, D-ગ્લુકોઝ, D-ગ્લુકોપાયરેનોઝ વગેરે નામે પણ ઓળખાય છે. લગભગ બધી જ ઉચ્ચ વનસ્પતિઓમાં ગ્લુકોઝ રહેલું હોય છે. રક્તમાં 0.08 % ગ્લુકોઝ હોય છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, સુક્રોઝ (ખાંડ) તેમજ અનેક ગ્લાયકોસાઇડમાં તે એક ઘટક તરીકે હોય છે.…

વધુ વાંચો >

ઘન ઇંધનો

ઘન ઇંધનો : ઊર્જા મેળવવા માટે વપરાતાં ઇંધનોનો એક પ્રકાર. હવામાંના ઑક્સિજનના સંસર્ગથી ઉષ્મા નિપજાવનારા પદાર્થોને ઇંધન કહે છે. તે મધ્યમ ઉષ્માએ સળગે છે, ઝડપથી સળગે છે તથા પ્રમાણમાં સસ્તાં પડે છે. હાલમાં પ્રવાહી અને વાયુરૂપ ઇંધનો વધુ વપરાય છે; પરંતુ ઘન ઇંધનો આ બંને કરતાં સસ્તાં પડે છે તથા…

વધુ વાંચો >

ચરબી (tallow) (2)

ચરબી (tallow) (2) : મુખ્યત્વે પ્રાણીઓના સ્નાયુઓમાંથી મેળવાતો સ્વાદવિહીન, રંગવિહીન સફેદ તૈલી પદાર્થ. સામાન્ય અર્થમાં જાનવરની ચરબી માટે વપરાતો શબ્દ (ટૅલો). કોઈક વાર લાર્ડ (lard) શબ્દ પણ વપરાય છે, જે ડુક્કરની ચરબી માટે ખાસ વપરાતો શબ્દ છે. ગૌવસા તથા વૃક્કવસા (suet) એ ઘેટાં, ઘોડાં વગેરે જાનવરોનાં કિડની તથા કમર (loins)…

વધુ વાંચો >

ચરબીજ ઍસિડ

ચરબીજ ઍસિડ : ઍલિફૅટિક શ્રેણીના સંતૃપ્ત તથા અસંતૃપ્ત કાર્બનિક ઍસિડો. ચરબીજ ઍસિડ ગ્લિસરાઇડ તેલો, ચરબીયુક્ત પદાર્થો તથા કુદરતી મીણના જળવિભાજનથી મળે છે. ઍલિફૅટિક ઍસિડ શ્રેણીના પ્રથમ ત્રણ, ફૉર્મિક, એસેટિક તથા પ્રોપિયોનિક ઍસિડ સિવાય બધા ઍસિડ વાસ્તવમાં ચરબીજ ઍસિડ છે. માત્ર થોડા અપવાદ સિવાય કુદરતમાં મળતા ચરબીજ ઍસિડ બેકી સંખ્યામાં કાર્બન…

વધુ વાંચો >

ચલાવયવતા (tautomerism)

ચલાવયવતા (tautomerism) : કાર્બનિક સંયોજનોના બંધારણીય સમઘટકોનું પ્રત્યાવર્તી અન્યોન્ય આંતરરૂપાંતર (reversible interconversion). આવાં રૂપાંતરણોમાં મોટા ભાગની પ્રક્રિયાઓમાં પ્રોટૉનનું સ્થાનફેર થતું હોવાથી તેને પ્રોટોટ્રૉપી કહે છે. ઍલાઇલિક, વૅગ્નર-મીરવાઇન વગેરે પ્રક્રિયાઓમાં ઋણાયન (anion) સ્થાનફેર થતો હોઈ તેને ઍનાયનોટ્રૉપી કહે છે. આ પુનર્વિન્યાસ પ્રક્રિયાઓ પરિવર્તનશીલ હોવાથી તે ચલાવયવી પુનર્વિન્યાસ કહેવાય છે. અગાઉ થૉર્પ…

વધુ વાંચો >

ચિરોડી (2)

ચિરોડી (2) (રસાયણશાસ્ત્ર) : કૅલ્શિયમનો સ્ફટિકીય જલયોજિત સલ્ફેટ (CaSO4 • 2H2O). બાષ્પીભૂત ખનિજોમાંનું આ એક ખનિજ છે. તેમાં ક્લોરાઇડ, કાર્બોનેટ, બૉરેટ, નાઇટ્રેટ તથા સલ્ફેટનો પણ સમાવેશ થાય છે. આ ખનિજો સમુદ્રો, સરોવરો, ગુફાઓ તથા ક્ષારતળોમાં બાષ્પીભવનને લીધે આયનોનું સંકેન્દ્રીકરણ થતાં બને છે. ચિરોડી અંગેનો પ્રથમ સંશોધનપત્ર 1765માં લાવાઝિયેએ રજૂ કરેલો.…

વધુ વાંચો >

ચૂનો (રસાયણશાસ્ત્ર)

ચૂનો (રસાયણશાસ્ત્ર) : કૅલ્શિયમ ઑક્સાઇડનું સામાન્ય નામ. સામાન્ય રીતે તેમાં થોડા પ્રમાણમાં મૅગ્નેશિયમ ઑક્સાઇડ તથા સિલિકાયુક્ત માટી તેમજ લોહની અશુદ્ધિઓ પણ હોય છે. ભારતમાં પ્રાચીન સમયથી ચૂનાનો ઉદ્યોગ અસ્તિત્વમાં છે. બાંધકામમાં વપરાતો ચૂનો ચૂના-પથ્થર(limestone)ને પીસીને તૈયાર કરાય છે. ભારતમાં ઓરિસા, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ તથા રાજસ્થાનમાં આ ઉદ્યોગ સારી રીતે…

વધુ વાંચો >

ચેપનાશકો (antiseptics)

ચેપનાશકો (antiseptics) : જીવંત સ્નાયુઓ ઉપર ચોપડવાથી જીવાણુઓ(વાઇરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝોઆ)ને મારી શકે અથવા અટકાવી શકે તેવાં રાસાયણિક સંયોજનો. કેટલીક વાર સંક્રમણહારક પદાર્થો, જીવાણુનાશક દ્રવ્યો વગેરે શબ્દો પણ સાધારણ ભેદ સાથે વપરાશમાં છે. સંક્રમણહારક (disinfectant) પદાર્થો નિર્જીવ ચીજોને જીવાણુરહિત કરવા વપરાય છે. તે બીજાણુ(spores)નો નાશ કરતાં નથી. દા. ત., શસ્ત્રક્રિયા…

વધુ વાંચો >