જ. દા. તલાટી

ડેબાય–હૂકેલ સિદ્ધાંત

ડેબાય–હૂકેલ સિદ્ધાંત : વિદ્યુત વિભાજ્યો(electrolytes)નાં મંદ દ્રાવણોની અનાદર્શ (nonideal) વર્તણૂક સમજાવવા માટે પીટર ડેબાય અને એરિક હૂકેલે 1923માં રજૂ કરેલો સિદ્ધાંત. આ સિદ્ધાંત દ્રાવણમાં એક આયનની આસપાસ અન્ય આયનો કેવી રીતે વિતરણ પામે છે અને આસપાસનાં આયનોની તે આયન ઉપર કેવી વાસ્તવિક અસર થાય છે તેની ચર્ચા કરવા ઉપરાંત તે…

વધુ વાંચો >

ડેવી, (સર) હમ્ફ્રી

ડેવી, (સર) હમ્ફ્રી [જ. 17 ડિસેમ્બર 1778, પેન્ઝાન્સ (Penzance) (ઇંગ્લૅન્ડ); અ. 29 મે 1829, જિનીવા] : સોડિયમ, પોટૅશિયમ જેવી ધાતુઓ તથા ખાણિયા માટેના સલામતી દીવાના શોધક અંગ્રેજ રસાયણવિદ. તેઓ મધ્યમવર્ગનાં માતાપિતાના પુત્ર હતા. તેમના પિતા રૉબર્ટ લાકડા પર કોતરકામ કરનાર એક નાના ખેડૂત હતા. શરૂઆતનું શિક્ષણ પેન્ઝાન્સની ગ્રામર સ્કૂલમાં અને…

વધુ વાંચો >

ડૉલ્ટન, જૉન

ડૉલ્ટન, જૉન (જ. 6 સપ્ટેમ્બર 1766, ઈગલ્સફીલ્ડ; અ. 27 જુલાઈ 1844, મૅન્ચેસ્ટર) : બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણવિદ. કુમ્બ્રિયાના નાના ગામમાં વણકરપુત્ર તરીકે ઉછેર. 15 વર્ષની વયે ગામ છોડી મધ્ય કુમ્બ્રિયાના કેન્ડલ ખાતે શિક્ષક તરીકે સ્થિર થયા. અહીં તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને અંધ વૈજ્ઞાનિક જૉન ગ્રાઉફે કરેલા સૂચન અનુસાર તેમણે હવામાનશાસ્ત્ર(meteorology)નો…

વધુ વાંચો >

ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ

ડૉસ, કદરુન્ડલિગે સીતારામ ગુરુરાજ [જ. 10 ઑગસ્ટ 1906, નાગમંગલા (કર્ણાટક); અ. 18 ઑક્ટોબર 1989] : ભારતના ભૌતિક રસાયણવિજ્ઞાની. મૈસૂર અને બૅંગાલુરુમાં શ્રેષ્ઠ સિદ્ધિ સાથે શિક્ષણ મેળવી, સેન્ટ્રલ કૉલેજ, બૅંગાલુરુમાં અધ્યાપક/સહાયક – પ્રાધ્યાપક (1928–43); નૅશનલ શુગર ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક અને કાર્યકારી નિયામક (1943–57); સેન્ટ્રલ ઇલેક્ટ્રૉકેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કરાઈકુડીના મદદનીશ…

વધુ વાંચો >

ડ્યુરૅલ્યુમિન

ડ્યુરૅલ્યુમિન : ઍલ્યુમિનિયમની કૉપર ધરાવતી મજબૂત, કઠણ અને હલકી મિશ્રધાતુ. તે એક ઘડતર પ્રકાર(wrought-type)ની અને ઉષ્મોપચાર માટે સાનુકૂળ મિશ્રધાતુ છે. ધાતુશાસ્ત્રીઓએ ઍલ્યુમિનિયમ(Al)ની મજબૂતી વધારવાનો પ્રયત્ન કર્યો ત્યારે શરૂઆતમાં તેમણે સૌથી પહેલું તત્વ કૉપર (Cu) ઉમેરી Al-Cu પ્રકારની મિશ્રધાતુઓ બનાવી હતી પણ એ ધાતુઓની ક્ષારણ-અવરોધકતા (corrosion resistance) ઘણી નબળી હતી. 1910–11માં …

વધુ વાંચો >

ડ્યૂબ્નિયમ

ડ્યૂબ્નિયમ (dubnium) : આવર્તક કોષ્ટકમાંના અનુઍક્ટિનાઇડ તત્વો પૈકી પ. ક્ર. 105 ધરાવતું તત્વ. 1968માં આ તત્વના સંશ્લેષણ અંગે ડ્યૂબના (મૉસ્કો પાસે) ખાતેથી જાહેરાત કરવામાં આવેલી અને 1970માં તે બનતું હોવાનું પ્રસ્થાપિત થયું હતું. સંશ્લેષણ માટેની મુખ્ય નાભિકીય પ્રક્રિયાઓ આ પ્રમાણે છે : 243Am(22Ne, 4n)261105 અને 243Am(22Ne, 5n)260105 બર્કલી ખાતેના સંશોધકોએ…

વધુ વાંચો >

તત્વો ક્રમાંક 111 અને 112

તત્વો ક્રમાંક 111 અને 112 : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનાં રાસાયણિક ધાતુતત્વો. 8થી 17 ડિસેમ્બર, 1994ના ગાળામાં GSI, ડર્મસ્ટેટ ખાતેના વૈજ્ઞાનિકોના સમૂહે શીત-સંગલન પદ્ધતિ વાપરીને તત્વ–111નું સંશ્લેષણ કરી તેનું લક્ષણચિત્રણ કર્યું હતું. પ્રક્રિયા આ પ્રમાણે છે : 209Bi(64Ni, n)272111. તે વિકિરણધર્મી હોઈ α-ક્ષય પામે છે : તત્વ–112 9 ફેબ્રુઆરી, 1996ની…

વધુ વાંચો >

તનાકા, કોઇચી

તનાકા, કોઇચી (Tanaka, Koichi) (જ. 3 ઑગસ્ટ 1959, ટોયામા શહેર, જાપાન) : જાપાની રસાયણવિદ અને 2002ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1983માં ટોહોકુ યુનિવર્સિટીમાંથી ઇજનેરી પદવી મેળવ્યા બાદ તનાકા ક્યોટોની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉપકરણો બનાવતી કંપની શિમાડ્ઝુ કૉર્પોરેશનમાં જોડાયા અને ત્યાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધનકાર્ય કર્યું. તેમણે વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોથી…

વધુ વાંચો >

તાપીય પૃથક્કરણ

તાપીય પૃથક્કરણ (thermal analysis) : પદાર્થનું તાપમાન નિયમિત દરે વધારીને તાપમાનના પરિણામ રૂપે પદાર્થમાં થતા ભૌતિક કે રાસાયણિક ફેરફારો માપીને પદાર્થની પરખ, તે કયા તાપમાન સુધી સ્થાયી છે તે તેમજ તેનું સંઘટન જાણવાની તકનીક. પદ્ધતિમાં વપરાતી ભઠ્ઠીના તાપમાન વિરુદ્ધ પદાર્થના માપેલા ગુણધર્મના આલેખને થરમૉગ્રામ કહે છે. આલેખ વડે નિર્જલીકરણ (dehydration),…

વધુ વાંચો >

થર્મિટ

થર્મિટ (thermit) પ્રવિધિ : ઉચિત તત્વમિતીય પ્રમાણ(stoichiometric proportion)માં લીધેલા ધાતુના ઑક્સાઇડ અને ચૂર્ણિત (powdered) કે દાણાદાર ઍલ્યુમિનિયમના મિશ્રણનો ઉપયોગ કરી લોહ અને બિનલોહ (nonferrous) ધાતુઓના વેલ્ડિંગ માટે વપરાતી પદ્ધતિ. તેને ઍલ્યુમિનોથર્મિક પ્રવિધિ પણ કહે છે. તેમાં વપરાતું થર્માઇટ (thermite) મિશ્રણ (વજનથી 1 ભાગ ઍલ્યુમિનિયમ + 3.2 ભાગ લોખંડનો ઑક્સાઇડ) જર્મન…

વધુ વાંચો >