જ. દા. તલાટી

ટિસેલિયસ, આર્ને વિલ્હેલ્મ કાઉરિન

ટિસેલિયસ, આર્ને વિલ્હેલ્મ કાઉરિન (જ. 10 ઑગસ્ટ 1902,  સ્ટૉકહોમ; અ. 29 ઑક્ટોબર 1971, ઉપ્સાલા, સ્વીડન) : સ્વીડિશ જૈવ રસાયણવિદ અને 1948ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. ટિસેલિયસ ઉપ્સાલા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરી સ્નાતક બન્યા. 1925થી 1932 દરમિયાન તેમણે શરૂઆતમાં તે જ યુનિવર્સિટીમાં થિયૉડૉર સ્વેડબર્ગના સહાયક તરીકે દ્રુતઅપકેન્દ્રણ…

વધુ વાંચો >

ટીપણ

ટીપણ : ધાતુને વિવિધ ઘાટ આપવાની યાંત્રિક રીત. ધાતુના સપાટ પતરાને ટીપીને અથવા દબાણ આપીને ઇચ્છિત ઘાટ આપી શકાય છે. સૌપ્રથમ આ માટે હાથેથી ટીપવાની પદ્ધતિ વપરાતી. જરૂર પડ્યે પતરાને વધુ ટિપાઉ (malleable) બનાવવા માટે તેને ગરમ કરવામાં આવતું. 1843માં વરાળ વડે ચાલતા હથોડાનો ઉપયોગ ધાતુને ટીપવા માટે શરૂ થયો.…

વધુ વાંચો >

ટૅન્ટલમ

ટૅન્ટલમ : આવર્ત કોષ્ટકના 5મા (અગાઉના VA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા, Ta; પરમાણુક્રમાંક, 73; પરમાણુભાર, 180.9479. તે ત્રીજી (5d), સંક્રાંતિક (transition) શ્રેણીનું તત્વ હોઈ સંયોજકતા ઇલેક્ટ્રૉનની ર્દષ્ટિએ તેની સંરચના 5d36s2 છે. લૅન્થનાઇડ સંકોચનને કારણે Ta5+ અને Nb5+ આયનોની ત્રિજ્યા લગભગ સરખી (અનુક્રમે 73 અને 70 pm) (પીકોમીટર) હોઈ કુદરતમાં બંને…

વધુ વાંચો >

ટેલ્યુરિયમ

ટેલ્યુરિયમ : આવર્ત કોષ્ટકના 16મા (અગાઉના VI B) સમૂહનું રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Te. 1782માં ઑસ્ટ્રિયન રસાયણશાસ્ત્રી ફ્રાન્ઝ જૉસેફ મ્યુલર વૉન રિકેન્સ્ટીને આ તત્વ મેળવ્યું હતું. 1798માં ક્લેપ્રોથે સૂચવ્યું કે પૃથ્વી માટેના લૅટિન શબ્દ Tellus પરથી તેને ટેલ્યુરિયમ નામ આપવામાં આવે. કુદરતમાં ઉપસ્થિતિ : પૃથ્વીના આગ્નેય ખડકોમાં ટેલ્યુરિયમનું પ્રમાણ લગભગ 10–9…

વધુ વાંચો >

ટૉબે, હેન્રી

ટૉબે, હેન્રી (જ. 30 નવેમ્બર 1915, ન્યૂડૉર્ફ, કૅનેડા; અ. 16, નવેમ્બર 2005, સ્ટેનફોર્ડ, કૅલિફૉર્નિયા) : જન્મે કૅનેડિયન એવા અમેરિકન અકાર્બનિક (inorganic) રસાયણવિદ અને 1983ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા. ટૉબેએ સસ્કટૂન (Saskatoon) ખાતે આપેલી સાસ્કેચવાન (Saskatchwan) યુનિવર્સિટીમાંથી 1935માં બી.એસ. અને 1937માં એમ.એસ.ની પદવી મેળવી હતી. 1937માં તેઓ અમેરિકા ગયા અને બર્કલેની…

વધુ વાંચો >

ડર્મસ્ટેટિયમ

ડર્મસ્ટેટિયમ (darmstatium) : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Ds. પરમાણુક્રમાંક 110. 1994ના અંત અને 1996ની શરૂઆતના પંદર માસના ગાળામાં GSI ડર્મસ્ટેટ ખાતે આ તત્વનું સંશ્લેષણ કરવામાં આવેલું. શરૂઆતમાં 9 નવેમ્બર, 1994માં ડર્મસ્ટેટ ખાતે નીચેની પ્રક્રિયા દ્વારા આ તત્વનો એક પરમાણુ પારખવામાં આવેલો : 208Pb(62Ni, n)269110. તે નીચે…

વધુ વાંચો >

ડાયનેમાઇટ

ડાયનેમાઇટ : સ્વીડિશ ભૌતિકશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલ દ્વારા 1867માં શોધાયેલ, નાઇટ્રોગ્લિસરીન ઉપર આધારિત, પ્રબળ વિસ્ફોટકો(high explosives)નો એક વર્ગ. તે અગાઉ, 1850 પહેલાં, નાઇટ્રોગ્લિસરીન અને નાઇટ્રોસેલ્યુલોઝની શોધ થઈ ચૂકી હતી. ત્યારબાદ મકર્યુરી ફુલ્મિનેટ [Hg(ONC)2] સ્ફોટન-ટોટીની શોધ થવાથી ઉચ્ચ વિસ્ફોટકોનો એક યુગ શરૂ થયો. 1867માં ધૂમ્રવિહીન પાઉડર બનાવવામાં આવ્યો ત્યારથી લગભગ એક સૈકા…

વધુ વાંચો >

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ (Law of partial pressures) : બે અથવા વધુ વાયુઓના મિશ્રણમાં રહેલ પ્રત્યેક વાયુનો જથ્થો, તેનું દબાણ અને વાયુમિશ્રણના કુલ દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ. બ્રિટિશ રસાયણવિજ્ઞાની જ્હૉન ડાલ્ટને આ નિયમ 1801માં રજૂ કર્યો હોવાથી તેને ડાલ્ટનનો નિયમ પણ કહે છે. આ નિયમ મુજબ ‘એકબીજા સાથે પ્રક્રિયા…

વધુ વાંચો >

ડૅનિયલ કોષ

ડૅનિયલ કોષ (Daniel cell) : લંડનસ્થિત બ્રિટિશ રસાયણવિદ જ્હૉન ડૅનિયલ દ્વારા 1836માં શોધાયેલ વોલ્ટીય કોષ (voltaic cell). તે એક ફ્રેડરિક પ્રકારનો પ્રાથમિક કોષ છે અને રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરે છે. તે કૉપરનો ધનધ્રુવ અને જસત અથવા જસત-સંરસ(zinc amalgam)નો ઋણ ધ્રુવ ધરાવે છે. એક છિદ્રાળુ પાત્રમાં મંદ સલ્ફ્યુરિક ઍસિડ અથવા…

વધુ વાંચો >

ડેબાય–હૂકેલ ઑનસૅગેર સમીકરણ

ડેબાય–હૂકેલ ઑનસૅગેર સમીકરણ : પ્રયુક્ત વીજક્ષેત્રની અસર હેઠળ પ્રબળ વિદ્યુતવિભાજ્યોનાં દ્રાવણોની વાહકતામાં સાંદ્રતા સાથે થતા ફેરફારને માત્રાત્મક રીતે સાંકળી લેતું સમીકરણ. વિદ્યુતવિભાજ્યની તુલ્યવાહકતા (equivalent conductivity) ∧ એ ધનાયન અને ઋણાયનની ગતિશીલતા (mobility) અનુક્રમે U+ અને U– તથા વિદ્યુતવિભાજ્યની  વિયોજનમાત્રા (degree of dissociation) α સાથે નીચે પ્રમાણે સંબંધ ધરાવે છે :…

વધુ વાંચો >