જાહનવી ભટ્ટ
સોમેઝ (નદી)
સોમેઝ (નદી) : વાયવ્ય રુમાનિયાના ટ્રાન્સિલ્વેનિયામાં આવેલી મહત્વની નદી. તેનું હંગેરિયન નામ સ્ઝેમોસ છે. તેના ઉપરવાસના ભાગમાં તે બે નદીઓથી તૈયાર થાય છે : સોમેઝુ મેર (મહા સોમેઝ) મન્ટી રોડનીમાંથી નીકળીને નૈર્ઋત્ય તરફ વહે છે; જ્યારે સોમેઝુ મિક (લઘુ સોમેઝ) મન્ટી અપુસેનીમાંથી બે ઝરણાં રૂપે નીકળીને ઈશાન તરફ વહે છે.…
વધુ વાંચો >સોલિહલ (Solihull)
સોલિહલ (Solihull) : ઇંગ્લડના પશ્ચિમ મિડલૅન્ડ્ઝમાં આવેલો મહાનગરીય વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 52° 25´ ઉ. અ. અને 1° 45´ પ. રે.. સોલિહલ નગર એ ઘણું જ ખુશનુમા હવામાન ધરાવતું સ્થળ છે. તે બર્મિંગહામથી આશરે 10 કિમી.ને અંતરે આવેલું છે. અહીં સંખ્યાબંધ ઔદ્યોગિક વસાહતો છે. વળી કેટલીક વિશાળ વાણિજ્ય-કચેરીઓ પણ છે.…
વધુ વાંચો >સોલી (1) (Soli)
સોલી (1) (Soli) : તુર્કીના આઇસેલ પ્રાંતમાં આજના મર્સિનથી પશ્ચિમે આવેલું પ્રાચીન ઍનાતોલિયાનું દરિયાઈ બંદર. ર્હોડ્ઝના વસાહતીઓએ તેની સ્થાપના કરેલી. ઍલેક્ઝાન્ડરે ઈ. પૂ. 333માં જ્યારે તે કબજે કરેલું ત્યારે તે એટલું બધું સમૃદ્ધ અને જાહોજલાલીવાળું હતું તેથી તથા તે ઈરાન સાથે જોડાયેલું હોવાને કારણે તે ત્યાંથી તે વખતની 200 કલાત્મક…
વધુ વાંચો >સોલી (2)
સોલી (2) : સાયપ્રસ ટાપુ પરનું પ્રાચીન ગ્રીક શહેર. ગ્રીક નામ સોલોઈ. તે મૉર્ફોઉના ઉપસાગર પરના આજના કારાવૉસ્તાસીથી પશ્ચિમ તરફ આવેલું હતું. ટ્રોજનના યુદ્ધ પછીના ગાળામાં અતિક (Attic) વીર દ્વારા પરંપરાગત રીતે તેને વસાવવામાં આવેલું, તેથી જ તે કદાચ સાયપ્રસના દરિયાખેડુઓ (ઈ. પૂ. 1193) જેવા નિવાસીઓની યાદ અપાવે છે. બીજી…
વધુ વાંચો >સોલેન્ટ
સોલેન્ટ : ઇંગ્લડના દક્ષિણ કિનારાથી થોડે અંતરે આવેલી ખાડી. ભૌગોલિક સ્થાન : 50° 45´ ઉ. અ. અને 1° 30´ પ. રે.. તે આઈલ ઑવ્ વ્હાઇટની વાયવ્ય બાજુને હૅમ્પશાયરના મુખ્ય ભૂમિભાગથી અલગ પાડે છે. આ ખાડીની લંબાઈ આશરે 24 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 3થી 8 કિમી. જેટલી છે. વિસ્તારની દૃષ્ટિએ જોતાં,…
વધુ વાંચો >સોલો નદી
સોલો નદી : ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પરની લાંબામાં લાંબી નદી. તેને ‘બેંગાવન સોલો’ પણ કહે છે. તે ગુંનુંગ લેવુ જ્વાળામુખી પર્વતના ઢોળાવ પરથી તેમજ દક્ષિણ તરફની લાઇમસ્ટોન હારમાળામાંથી નીકળે છે. શરૂઆતમાં તે ઉત્તર તરફ અને પછી પૂર્વ તરફ વહે છે તથા તેની સામે સુરબાયાની વાયવ્યમાં આવેલી મદુરા સામુદ્રધુનીમાં ઠલવાય છે.…
વધુ વાંચો >સોલોમન ટાપુઓ
સોલોમન ટાપુઓ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 8° 00´ દ. અ. અને 159° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 27,600 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે; પરંતુ મહાસાગરના આશરે 6,00,000 ચોકિમી.ના વિસ્તારમાં તે પથરાયેલા છે. તે ઑસ્ટ્રેલિયાથી ઈશાનમાં 1,600 કિમી. અંતરે પાપુઆ તથા ન્યૂ ગિનીથી પૂર્વ…
વધુ વાંચો >સોલોમન સમુદ્ર
સોલોમન સમુદ્ર : દક્ષિણ પૅસિફિક મહાસાગરનો પશ્ચિમી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 8° 00´ દ. અ. અને 155° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,20,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ન્યૂ બ્રિટન ટાપુ, પૂર્વ તરફ સોલોમન ટાપુઓ તથા પશ્ચિમે ન્યૂગિની આવેલા છે. આ સમુદ્રમાં લુઇસિયેડ ટાપુસમૂહ, ન્યૂ જ્યૉર્જિયા અને…
વધુ વાંચો >સોલોર ટાપુઓ
સોલોર ટાપુઓ : ઇન્ડોનેશિયાના જાવા ટાપુની નજીકમાં પૂર્વ તરફ આવેલા ટાપુઓ. તે ‘કૅપિલોઅન કૅરિમુંજાવા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 8°થી 9° દ. અ. અને 119°થી 125° પૂ. રે. વચ્ચેનો 2,082 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ સમૂહ મુખ્યત્વે ત્રણ મોટા (નુસા ટેંગારા તિમુર, કૅપિલોઅન સોલોર અને…
વધુ વાંચો >સોલોવેત્સ ટાપુઓ
સોલોવેત્સ ટાપુઓ : શ્વેત સમુદ્રમાં ઓનેગા અખાતના સંગમ પાસે રશિયાના વહીવટ હેઠળ આવેલા ટાપુઓનું જૂથ. ભૌગોલિક સ્થાન : 65° 07´ ઉ. અ. અને 35° 53´ પૂ. રે.ની આજુબાજુનો 347 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે સોલોવેકીજ ઓસ્ત્રોવા નામથી પણ ઓળખાય છે. આ ટાપુસમૂહ સોલોવેત્સ, બૉલ્શૉય (અર્થ : મોટો) મકસલ્મા…
વધુ વાંચો >