જાગૃતિ પંડ્યા

વિદુરનીતિ

વિદુરનીતિ : મહાભારતનો ‘ભગવદગીતા’ જેવો એક ભાગ. એ નીતિશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલા પ્રજાગરપર્વમાં 33થી 41 સુધીના નવ અધ્યાયોમાં પ્રાપ્ત થતો, વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલો ઉપદેશ તેમાં રહેલો છે. વનવાસ ભોગવ્યા બાદ પાંડવોએ પોતાનો અધિકાર આગળ કરી રાજ્યભાગની માગણી કરી, પરંતુ તે માટે દુર્યોધને સહેજ પણ તૈયારી બતાવી નહિ…

વધુ વાંચો >

વિદ્યાપતિ

વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા,…

વધુ વાંચો >

વિષ્ણુ

વિષ્ણુ : હિંદુ ધર્મની દેવત્રયીમાંના એક  વિશ્વના પાલક દેવ. ‘વિષ્ણુ’ શબ્દ विष् – વ્યાપવું ઉપરથી બનેલો છે. તેથી વ્યાપક પરમાત્મા તે વિષ્ણુ. પરમેશ્વરને નારાયણ સાથે જોડવામાં આવે છે તેથી તે પણ વિષ્ણુ. પરમેશ્વરનું સત્વગુણનું સ્વરૂપ તે વિષ્ણુ અને વિભૂતિમાં સૃદૃષ્ટિનું પાલન કરનાર સ્વરૂપ પણ વિષ્ણુ કહેવાય છે. ‘વિષ્ણુ’ શબ્દ विष्…

વધુ વાંચો >

શક્તિ

શક્તિ : હિંદુ ધર્મમાં સ્ત્રી સ્વરૂપે ઉપાસાતી ઈશ્વરી શક્તિ; સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યાશક્તિ – મા ભવાની, જગન્માતા, જગદંબા. આ આદ્યાશક્તિ તે જ મહામાયા કે મા દુર્ગા તરીકે જાણીતી છે. તે મૂળ પ્રકૃતિરૂપ અદિતિ છે અને ભગવતી, દેવી, શક્તિ, અંબિકા, પાર્વતી, દુર્ગા આદિ આ દૈવી વિભૂતિના જ અવતારો હોવાનું મનાય…

વધુ વાંચો >

શિવ

શિવ : હિંદુ ધર્મના એક દેવ. ‘મહાદેવ’, ‘શંકર’, ‘શંભુ’, ‘ઈશ્વર’ જેવાં તેમનાં અન્ય નામો છે. તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક તથા શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. વેદોમાં ‘શિવ’ નામ પ્રાપ્ત થતું નથી. જોકે ‘રુદ્ર’ માટે ‘શિવ’…

વધુ વાંચો >

શ્રદ્ધા કામાયની

શ્રદ્ધા કામાયની : વેદની જાણીતી નારી મંત્રદ્રષ્ટા. વેદમન્ત્રોનું જેમને દર્શન થયું છે તેવા મંત્રદ્રષ્ટા ઋષિઓની જેમ કેટલીક ઋષિકાઓ પણ છે, જેમણે મંત્રનું દર્શન કર્યું છે. વૈદિક ઋષિઓની જેમ જ કેટલીક ઋષિકાઓ પણ તપ:પૂત ને સમર્થ છે. તેમાંની કેટલીક ઋષિકાઓ તો સ્વતંત્રતયા મંત્રદર્શન કરનારી છે તો કેટલીક ઋષિકાઓને સહ-ઋષિત્વ કે વિકલ્પે…

વધુ વાંચો >

સપ્તર્ષિ

સપ્તર્ષિ : પ્રાચીન ભારતીય સાત ઋષિઓનો સમૂહ. પ્રાચીન દ્રષ્ટાઓને આ રીતે સાતની સંખ્યાના સમુદાયમાં એકસાથે નિર્દેશવામાં આવ્યા છે. સપ્તર્ષિ પદ દ્વારા આકાશમાં રહેલ નક્ષત્રમંડળના સાત તારાઓનું ઝૂમખું એવો અર્થ પણ સ્વીકારાય છે; તેનું કારણ એ છે કે, પ્રાચીન કાળમાં થઈ ગયેલ મોટા જ્યોતિષીઓ તથા આર્ય સંસ્કૃતિના મૂળ સંરક્ષકોને આપણા પૂર્વજોએ…

વધુ વાંચો >

સરસ્વતી (દેવી)

સરસ્વતી (દેવી) : હિંદુ ધર્મમાં મનાયેલી વિદ્યાની દેવી. તે વાણીની અધિષ્ઠાત્રી છે. તે શારદા નામે પણ ઓળખાય છે. ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે, જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે…

વધુ વાંચો >

સવિતા

સવિતા : વેદમાં રજૂ થયેલા દેવ. કદૃશ્યપ અને અદિતિના બાર પુત્રો, જે આદિત્યો કહેવાય છે તે પૈકીનો એક આદિત્ય. સૂર્ય, વિવસ્વાન્, પૂષા, અર્યમા, વરુણ, મિત્ર, ભગ વગેરે દેવોને ઋગ્વેદમાં સ્વતંત્ર ને અલગ જ દેવ માન્યા છે છતાં તે બધા એક જ સૂર્ય કે સવિતૃદેવનાં વિભિન્ન રૂપો જણાય છે. ‘સવિતા’ શબ્દ …

વધુ વાંચો >

હર્ષચરિત

હર્ષચરિત : સંસ્કૃત ભાષાનું ગદ્યલેખક મહાકવિ બાણે લખેલું આખ્યાયિકા પ્રકારનું આદર્શ ગદ્યકાવ્ય. આઠ ઉચ્છવાસોના બનેલા આ ગદ્યકાવ્યમાં પ્રારંભિક શ્લોકોમાં વ્યાસ, ભાસ, પ્રવરસેન, કાલિદાસ, હરિશ્ર્ચંદ્ર, ગદ્યકાવ્ય ‘વાસવદત્તા’ અને ‘બૃહત્કથા’ તથા આઢ્યરાજના નિર્દેશો છે. ‘હર્ષચરિત’ના પ્રારંભિક બે ઉચ્છવાસોમાં આલેખવામાં આવેલ આત્મકથાપરક વિગતોમાં બાણે પોતાના વાત્સ્યાયન વંશનું વર્ણન, વિવિધ દેશોમાં તેમણે કરેલ પરિભ્રમણ,…

વધુ વાંચો >