જયાનંદ દવે

બલરામ

બલરામ : મહાભારતનું પાત્ર. તેઓ શ્રીકૃષ્ણના મોટાભાઈ અને વસુદેવ–દેવકીના સાતમા પુત્ર; પરંતુ કંસથી બચાવવા માટે, ગોકુળમાં રહેતી વસુદેવ-પત્ની રોહિણીના ગર્ભમાં તેમને સંક્રાન્ત કરવામાં આવ્યા હતા. તેમનો ઉછેર વ્રજ–વૃંદાવનમાં થયો હતો, જ્યાં તેમણે ધેનુક–પ્રલંબ જેવા દાનવોને હણ્યા હતા. શાસ્ત્રાધ્યયન માટે, સાંદીપનિના આશ્રમમાં પણ કૃષ્ણ સાથે તેઓ રહ્યા હતા. ‘બલરામ’ નામકરણની પાછળ…

વધુ વાંચો >

બૃહદ્ દેવતા

બૃહદ્ દેવતા (ઈ. પૂ. આઠમી સદી) : વૈદિક દેવતાઓ વિશે માહિતી આપતો ગ્રંથ. ‘બૃહદ્દેવતા’માં ઋગ્વેદની દેવતાઓ(‘દેવતા’ શબ્દ સ્ત્રીલિંગ છે)ની બૃહદ્ એટલે કે સવિસ્તર, લગભગ સંપૂર્ણ સૂચિ ઉપલબ્ધ છે; પરંતુ ‘દેવતાનુક્રમણી’ ગ્રંથની જેમ, આ ગ્રંથ, દેવતા-સૂચિ પૂરતો જ મર્યાદિત નથી. મહદંશે અનુષ્ટુપ છંદમાં, કૌશિક નામના વૈદિક પંડિતે રચેલા મનાતા ‘બૃહદ્ દેવતા’માં…

વધુ વાંચો >

બ્રહ્મા

બ્રહ્મા : હિંદુ ધર્મમાં ‘ત્રિમૂર્તિ’સ્વરૂપમાંના સૌપ્રથમ દેવતા. સૃષ્ટિ–સૃજનનું ઉત્તરદાયિત્વ તેમનું છે. સૃષ્ટિ-સૃજન પહેલાં, તે અમૂર્ત અને કેવલાત્મા બ્રહ્મ હતા, પરંતુ રજોગુણ સાથે સંલગ્ન થતાં બ્રહ્મા બન્યા. બ્રહ્માના સૃષ્ટિ-સર્જનકાર્ય વિશે ધાર્મિક ઇતિહાસમાં વિવિધ વૃતાન્તો મળે છે. ભાગવતમાંના વૃત્તાન્ત પ્રમાણે, બ્રહ્મે સૃષ્ટિ-સર્જન અર્થે બ્રહ્માને સર્જ્યા. જ્યાં સત્-અસત્ એકેય નહોતાં એવા અસીમ અવકાશમાં…

વધુ વાંચો >

ભરત (રઘુવંશી)

ભરત (રઘુવંશી) : રામાયણનું પ્રસિદ્ધ પાત્ર. ભરત અયોધ્યાના રાજા દશરથ તથા તેમની કનિષ્ઠ રાણી કૈકેયીનો પુત્ર તથા રામનો લઘુ-બંધુ હતો. વિશ્વામિત્રની ઉપસ્થિતિમાં, રામનાં લગ્ન મિથિલાધિપ જનકની પુત્રી સીતા સાથે થયાં, ત્યારે ભરતનાં લગ્ન પણ જનકના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે થયાં હતાં. ત્યારપછી તુરત જ તે મામા યુધાજિત સાથે કેકય…

વધુ વાંચો >

ભરદ્વાજ

ભરદ્વાજ : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિ. બૃહસ્પતિ અને મમતાના પુત્ર. 75 સૂક્તો ધરાવતા ઋગ્વેદના છઠ્ઠા મંડળનાં મોટાભાગનાં સૂક્તોના મંત્રદ્રષ્ટા ઋષિ ભરદ્વાજ છે અને ત્યાં તેમનો ઉલ્લેખ ‘બાર્હસ્પત્ય’ (બૃહસ્પતિના પુત્ર) તરીકે થયો છે; એટલું જ નહિ, પણ તે મંડળનાં અન્ય થોડાં સૂક્તોના મંત્રદ્રષ્ટાઓ તરીકે ‘સુહોત્ર’, ‘શુનહોત્ર’, ‘નર’, ‘ગર્ગ’, ‘ઋજિષ્વા’, ‘પાયુ’ વગેરે ભરદ્વાજ-વંશજોનાં…

વધુ વાંચો >

ભીમ (1)

ભીમ (1) : મહાભારતનું જાણીતું પાત્ર. ભીમ તે ચંદ્રવંશી રાજા પાંડુની જ્યેષ્ઠ પત્ની કુન્તીના ત્રણમાંનો વચેટ પુત્ર અને પાંચમાંનો દ્વિતીય પાંડવ. વાયુદેવના મંત્રપ્રભાવથી જન્મેલા આ વાયુપુત્રનું શારીરિક બળ અસામાન્ય અને ભયપ્રદ હોવાથી તેને ‘ભીમ’ નામ મળ્યું. અતિપ્રદીપ્ત જઠરાગ્નિને કારણે તેનો આહાર અતિશય હોવાથી તે ‘વૃકોદર’ પણ કહેવાતો. બલરામનો આ શિષ્ય…

વધુ વાંચો >

ભીષ્મ

ભીષ્મ : મહાભારતનું જાણીતું પાત્ર. રાજા શંતનુને ગંગાથી મળેલા આઠમાંના કનિષ્ઠ પુત્ર ગાંગેયની દેહકાંતિ દેવ જેવી દેદીપ્યમાન અને વ્રત-નિષ્ઠા નિશ્ચલ હોવાથી, તેમને ‘દેવવ્રત’ નામ મળ્યું. તેમના સાત અંગ્રજો મૃત્યુ પામ્યા હોવાથી, રાજ્યના તેઓ અધિકૃત વારસ હતા. દ્યુ નામના વસુના તેઓ અવતાર હતા. ‘પોતાનો દૌહિત્ર જ શંતનુ પછી રાજ્ય-વારસ બને’ એવી…

વધુ વાંચો >