જયકુમાર ર. શુક્લ
વાડી પાર્શ્ર્વનાથ મંદિર
વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા…
વધુ વાંચો >વાદી દેવસૂરિ
વાદી દેવસૂરિ : સિદ્ધરાજ જયસિંહના સમકાલીન શ્ર્વેતાંબર જૈન સંપ્રદાયના ગુજરાતના પ્રસિદ્ધ આચાર્ય. તેઓ દેવનાગના પુત્ર હતા અને તેમનું નામ પૂર્ણચંદ્ર હતું. આચાર્ય મુનિચંદ્રસૂરિએ તેમને ભરૂચમાં ઈ. સ. 1096માં દીક્ષા આપીને મુનિ રામચંદ્ર નામ આપ્યું. તેમણે લક્ષણ, દર્શન તથા સાહિત્યનો અભ્યાસ કર્યો અને ઈ. સ. 1118માં આચાર્ય થયા તથા દેવસૂરિ તરીકે…
વધુ વાંચો >વારાણસી
વારાણસી : ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ છેડા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 20´ ઉ. અ. અને 83° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 4,036 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાનો આકાર અરબી ભાષાના 7 અંક જેવો છે. તેની ઉત્તરે જૉનપુર…
વધુ વાંચો >વાસ્કો-દ-ગામા
વાસ્કો-દ-ગામા (જ. 1460 સાઇનીસ, પૉર્ટુગલ, અ. 24 ડિસેમ્બર 1524, કોચિન, ભારત) : પૂર્વયુરોપથી કેપ ઑવ્ ગુડ હોપ થઈને ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધનાર પોર્ટુગીઝ નાવિક. તેણે ખગોળશાસ્ત્ર અને નૌકાવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. 1492માં તે નૌકા-અધિકારી બન્યો અને પૉર્ટુગલના કિનારા પરનાં વહાણો ઉપર હકૂમત ધરાવતો હતો. ઈ. સ. 1488માં બાર્થોલૉમ્યુ ડાયઝ…
વધુ વાંચો >વાળાઓ
વાળાઓ : સૌરાષ્ટ્રમાં વંથળી (જિ. જૂનાગઢ) અને તળાજા(જિ. ભાવનગર)ના શાસકો. રામવાળાને વાળા વંશનો ઐતિહાસિક પુરુષ કહી શકાય. એનું રાજ્ય વંથળીમાં કેવી રીતે હતું અને એ કે એના પૂર્વજો વંથળીમાં ક્યાંથી આવ્યા તે વિશે કોઈ માહિતી મળતી નથી. વાળા વંશનો બીજો એક રાજવી ઉગા વાળો દક્ષિણ-પૂર્વ સૌરાષ્ટ્રના તળાજા(જિ. ભાવનગર)માં રાજ્ય કરતો…
વધુ વાંચો >વાંકાનેર
વાંકાનેર : રાજકોટ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 22° 37´ ઉ.અ. અને 70° 56´ પૂ.રે.. તે રાજકોટથી ઉત્તર તરફ આશરે 52 કિમી.ના અંતરે મચ્છુ નદીના કાંઠે વસેલું છે. વાંકાનેર તાલુકાનું ભૂપૃષ્ઠ બેસાલ્ટ ખડકોની ટેકરીઓથી બનેલું છે. આ ખડકો મકાન તેમજ માર્ગ-બાંધકામ માટે ઉપયોગમાં લેવાય છે. દક્ષિણથી…
વધુ વાંચો >વાંસદા
વાંસદા : નવસારી જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 45´ ઉ. અ. અને 73° 22´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 1388ના ‘વસંતામૃત’ નામના હસ્તલિખિત ગ્રંથની પ્રશસ્તિ પ્રમાણે પાટણના કર્ણદેવના ત્રીજા પુત્ર ધવલનો પુત્ર વાસુદેવ દક્ષિણ ગુજરાતમાં નાના…
વધુ વાંચો >વિક્રમાદિત્ય-1
વિક્રમાદિત્ય-1 (શાસનકાળ ઈ. સ. 655-681) : દખ્ખણના પ્રદેશમાં વાતાપી(બાદામી)ના ચાલુક્ય વંશનો રાજા. તે પુલકેશી બીજાનો નાનો પુત્ર હતો. તેણે એવો દાવો કર્યો હતો કે તેના પિતાએ તેના ઉત્તરાધિકારી તરીકે તેને પસંદ કર્યો હતો. આ અધિકારનો સ્વીકાર કરાવવા તેણે તેના ભાઈઓ તથા સ્વતંત્ર થયેલા માંડલિકો(સામંતો)નો સખત વિરોધ સહન કરવો પડ્યો હતો.…
વધુ વાંચો >વિક્રમાદિત્ય બીજો
વિક્રમાદિત્ય બીજો (શાસનકાળ : ઈ. સ. 733-745) : દખ્ખણમાં વાતાપી (બાદામી)ના ચાલુક્ય વંશનો રાજા. વિજયાદિત્યના અવસાન બાદ તેનો કુંવર વિક્રમાદિત્ય બીજો ગાદીએ બેઠો. તે સત્યાશ્રય, શ્રી પૃથ્વીવલ્લભ જેવા શાહી ખિતાબો ધરાવતો હતો. તેના શાસનકાળમાં પલ્લવો સાથેની દુશ્મનાવટ ચાલુ રહી હતી. તેણે પલ્લવોના રાજ્ય ઉપર એકાએક હુમલો કર્યો અને પલ્લવ રાજા…
વધુ વાંચો >વિગ્રહરાજI, II, III, IV
વિગ્રહરાજ-I : રાજસ્થાનમાં જયપુર પાસે આવેલ શાકંભરી પ્રદેશના ચાહમાન વંશનો રાજા. આ વંશનો સ્થાપક વાસુદેવ હતો. તેનું પાટનગર શાકંભરી હતું. તે વંશમાં સામંત, પૂર્ણતલ્લ, જયરાજ અને વિગ્રહરાજ પ્રથમ એક પછી એક રાજા થયા. વિગ્રહરાજનો વારસ અને પુત્ર ચન્દ્રરાજ આઠમી સદીની મધ્યમાં થઈ ગયો. ઈસવી આઠમી સદીના અંતભાગમાં દુર્લભરાજ પ્રથમ થયો.…
વધુ વાંચો >