જયકુમાર ર. શુક્લ
વઢવાણ
વઢવાણ : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 22° 30´ અને 23° ઉ. અ. તથા 71° 15´થી 72° પૂ. રે. પર. તે ભોગાવો નદીને કાંઠે આવેલું છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 794 ચોકિમી. છે. તેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ નામનાં ત્રણ શહેરો તથા…
વધુ વાંચો >વત્સદેશ
વત્સદેશ : ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનું એક મહત્વનું રાજ્ય. બૌદ્ધ ધર્મના ગ્રંથ ‘અંગુત્તર નિકાય’ તથા જૈન ધર્મના ગ્રંથ ‘ભગવતી- સૂત્ર’માં સોલ મહાજનપદોમાંના એક તરીકે તેનો ઉલ્લેખ મળે છે. વત્સનું રાજ્ય ઘણું સમૃદ્ધ અને ઉચ્ચ કક્ષાના સુતરાઉ કાપડ માટે જાણીતું હતું. તેનું પાટનગર કોસામ્બી યમુના નદીના ક્ધિાારે આવેલું હતું.…
વધુ વાંચો >વનસ્થલી (વંથલી)
વનસ્થલી (વંથલી) : જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી પશ્ચિમે 12 કિમી. ઉપર ઉબેણ નદીના પૂર્વ કિનારે આવેલું નગર. તે ‘સ્કંદપુરાણ’માં ‘વામન નગર’ તરીકે નોંધાયેલું છે. ત્યાં નોંધાયેલી અનુશ્રુતિ મુજબ વામન ભગવાન બલિને બાંધી, નગર સ્થાપી રૈવતક ગિરિ ઉપર આવીને રહ્યા હતા. આ ગામમાં કેટલાક પ્રાચીન અવશેષો જળવાઈ રહ્યા છે. ત્યાં વામન ભગવાનનું…
વધુ વાંચો >વરસોડા
વરસોડા : ઉત્તર ગુજરાતમાં આવેલ વનરાજ ચાવડાના વંશજની નાની રિયાસત. ત્યાંના ઠાકોર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પોતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવતા. અહિપતે કચ્છના મોરગઢમાં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ અગાઉ ધારપુરમાં (પાલણપુર તાબે) અને ત્યારબાદ અંબાસણમાં રાજ્ય સ્થાપ્યું. તેમના પુત્ર મહેસાજીએ મહેસાણા વસાવ્યું.…
વધુ વાંચો >વરાહમિહિર
વરાહમિહિર (જ. ઈ.સ. 505; અ. 587) : પ્રાચીન ભારતના નામાંકિત ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને ફલજ્યોતિષી. તેમણે ‘બૃહત્સંહિતા’, ‘પંચસિદ્ધાંતિકા’, ‘બૃહત્જાતક’, ‘યોગયાત્રા’ વગેરે ગ્રંથોની રચના કરી હતી. પોતાના ક્ષેત્રમાં તેમનું ઘણું પ્રતિષ્ઠિત સ્થાન છે. તેમના પિતાનું નામ આદિત્યદાસ હતું. વરાહમિહિર ઉજ્જૈનના નિવાસી હતા. તેમણે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન, વિજયનંદિન તથા લાટાચાર્યને…
વધુ વાંચો >વર્થેમા, લુડોવિકો દિ
વર્થેમા, લુડોવિકો દિ (જ. 1465-70, બોલોગ્ના; ઇટાલી, અ. જૂન 1517 રોમ) : નીડર ઇટાલિયન પ્રવાસી અને સાહસવીર. મધ્યપૂર્વ તથા એશિયાના દેશોનાં તેનાં પ્રવાસવર્ણનોનો યુરોપના દેશોમાં ઘણો ફેલાવો થયો હતો અને તેના જીવન દરમિયાન તે પ્રખ્યાત થયો હતો. તેણે મુલાકાત લીધી તે પ્રદેશોના લોકો વિશે મહત્વનાં અવલોકનો કર્યાં હતાં. મુશ્કેલ પરિસ્થિતિમાંથી…
વધુ વાંચો >વર્ધમાનપુર
વર્ધમાનપુર : આજનું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું વડું મથક વઢવાણ. જૈન અનુશ્રુતિ મુજબ વર્ધમાન મહાવીરની મૂર્તિની અહીં સ્થાપના કરવામાં આવેલી હોવાથી, આ નામ પ્રચલિત થયું હતું. ઈ. સ. 783-84માં જયવરાહ નામના રાજાના શાસનકાલ દરમિયાન જયસેનસૂરિએ ‘હરિવંશપુરાણ’ની રચના વર્ધમાનપુરમાં કરી હતી. ચાપ વંશનો ધરણીવરાહ ઈ. સ. 917-18માં વર્ધમાનપુરમાં શાસન કરતો હતો,…
વધુ વાંચો >વર્ધમાન ભુક્તિ
વર્ધમાન ભુક્તિ : મૈત્રકકાલના ‘ભુક્તિ’ નામના વહીવટી ભૂભાગ તરીકે વર્ધમાન (વઢવાણ). આ કાલ દરમિયાન મોટા વહીવટી વિભાગોમાં ‘વિષય’ શબ્દ વધુ પ્રચલિત હતો. એ હાલના જિલ્લા જેવો વિભાગ હતો. ‘ભુક્તિ’ ઉત્તર ભારત તથા પૂર્વ ભારતમાં વિષય કરતાં મોટો વહીવટી વિભાગ હતો, જ્યારે પશ્ચિમ ભારતમાં એ વિષયના પર્યાયરૂપ લાગે છે; ઉ.ત., વર્ધમાન…
વધુ વાંચો >વર્મા, શ્યામજી કૃષ્ણ
વર્મા, શ્યામજી કૃષ્ણ (જ. 4 ઑક્ટોબર 1857, માંડવી, જિ. કચ્છ; અ. 31 માર્ચ 1930, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : વિદેશમાં ભારતીય ક્રાંતિકારી ચળવળના આદ્ય સ્થાપક. શ્યામજી હિંદુ ભાનુશાળી (ભણશાળી) કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા મુંબઈમાં વેપારીની પેઢીમાં નોકરી કરીને જીવનનિર્વાહ ચલાવતા હતા. શ્યામજીએ પ્રાથમિક શાળાનો અભ્યાસ માંડવીમાં કર્યો. તેજસ્વી વિદ્યાર્થી હોવાથી ભાટિયા…
વધુ વાંચો >વર્સાઇલની સંધિ (1919)
વર્સાઇલની સંધિ (1919) : પ્રથમ વિશ્વયુદ્ધને અંતે, વિજેતા રાષ્ટ્રો-ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇટાલી વગેરેએ જર્મની સાથે પૅરિસ મુકામે વર્સાઇલના મહેલમાં કરેલ સંધિ. જર્મનીને યુદ્ધ માટે સૌથી વધારે જવાબદાર માનીને બીજા હારેલા દેશો કરતાં તેને ઘણી વધારે શરતો સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. જર્મની સાથે 28 જૂન 1919ના રોજ આ સંધિ કરવામાં…
વધુ વાંચો >