જયકુમાર ર. શુક્લ
યોગરાજ
યોગરાજ (શાસનકાળ : ઈ. સ. 850થી 885) : વનરાજ ચાવડાનો ઉત્તરાધિકારી રાજા. એનો રાજ્યકાળ 35 વર્ષનો ગણાય છે. એની પ્રશસ્તિમાં એને પરાક્રમી અને પ્રતાપી રાજા આલેખવામાં આવ્યો છે. એ ધનુર્વિદ્યામાં નિપુણ અને રાજનીતિમાં પ્રવીણ હતો. ‘પ્રબંધ-ચિંતામણિ’માં આપેલી અનુશ્રુતિ મુજબ તેણે મનાઈ કરવા છતાં તેના પુત્રોએ વહાણોમાં પ્રભાસપાટણ આવેલો અન્ય રાજાનો…
વધુ વાંચો >રણજિતસિંહ, મહારાજા
રણજિતસિંહ, મહારાજા (જ. 13 નવેમ્બર 1780, ગુજરાનવાલા; અ. 27 જૂન 1839, લાહોર, હાલ પાકિસ્તાન) : પંજાબના શીખ મહારાજા (શાસન : 1801–1839). તેઓ ‘પંજાબકેસરી’ કહેવાતા હતા. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના મુખી (નાયક) બન્યા. શીખોની બાર મહત્વની મિસલો (misls) હતી.…
વધુ વાંચો >રત્નપ્રભસૂરિ
રત્નપ્રભસૂરિ (બારમી સદી) : આચાર્ય વાદી દેવસૂરિના શિષ્ય, વિશિષ્ટ પ્રતિભાશાળી તાર્કિક કવિ. તેઓ પ્રાકૃત ભાષાના પણ અપ્રતિમ કવિ હતા. એમણે ‘પ્રમાણનયતત્ત્વાલોક’ પર 5,000 શ્લોકપ્રમાણ ‘રત્નાકરાવતારિકા’ નામનો વિવેચનગ્રંથ લખ્યો છે. ‘અવતારિકા’નો પ્રથમ ફકરો કાવ્યમય અનુપ્રાસરચના તથા ગદ્યશૈલીનો સરસ નમૂનો છે. ‘ઇન્દ્રિયપ્રાપ્યકારિતા’નું પ્રકરણ આશરે એક સો (100) વિવિધ છંદોનાં કાવ્યોમાં કરેલી રચના…
વધુ વાંચો >રત્નમાલ
રત્નમાલ : 17મા કે 18મા સૈકાનું કવિ કૃષ્ણનું હિંદી કાવ્ય. તેમાં જણાવ્યા મુજબ ગુજરાતના ચાવડા વંશના વનરાજનો પિતા જયશિખરી પંચાસરનો રાજા હતો અને એને યુદ્ધમાં મારી નાખી કનોજના રાજા ભુવડે એનું રાજ્ય લઈ લીધું હતું. કનોજના રાજા ભુવડે પંચાસર જીતવા વાસ્તે શરૂમાં પોતાના સોળે પટાવતો(ગામગરાસનો પટો ધરાવનાર)ને મોકલ્યા હતા; છતાં…
વધુ વાંચો >રત્નાગિરિ
રત્નાગિરિ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 30´ થી 18° 05´ ઉ. અ. અને 73° 00´ થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 8,249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાયગઢ જિલ્લો, પૂર્વમાં સહ્યાદ્રિની ટેકરીઓ, સહ્યાદ્રિની પેલી પાર…
વધુ વાંચો >રથનેમિ
રથનેમિ (ઈ. પૂ. દસમી સદી) : જૈન અનુશ્રુતિ અનુસાર દ્વારવતીના રાજા અંધકવૃષ્ણિના પુત્ર સમુદ્રવિજયના પુત્ર અને અરિષ્ટનેમિના ભાઈ. અરિષ્ટનેમિ વૈરાગ્ય પામ્યા બાદ, ઉગ્ર તપશ્ચર્યા કરી કેવલજ્ઞાન પામી, બાવીસમા તીર્થંકર નેમિનાથ થયા. ત્યારબાદ એમના ભાઈ રથનેમિએ એમની પાસે દીક્ષા લીધી હતી. એક દિવસ વર્ષાઋતુમાં, દીક્ષિત રાજિમતીનું દેહલાવણ્ય જોઈ તેઓ વિકારવશ થયા;…
વધુ વાંચો >રશિયન ક્રાંતિ (1917)
રશિયન ક્રાંતિ (1917) : રશિયામાંથી ઝારશાહી દૂર કરીને સામ્યવાદી શાસન સ્થાપવા થયેલી ક્રાંતિ. વીસમી સદીના પ્રારંભ સુધી રશિયા ઝાર નામે ઓળખાતા શાસકોના આપખુદ, અત્યાચારી તથા શોષણખોર શાસનથી પીડાતું હતું. અઢારમા સૈકાના રશિયાનાં બે શાસકો – પીટર તથા સમ્રાજ્ઞી કૅથરિને રશિયાનું પાશ્ર્ચાત્ય ઢબે આધુનિકીકરણ કરવા વાસ્તે ગણનાપાત્ર સુધારા કર્યા હતા; પરંતુ…
વધુ વાંચો >રશિયા (રશિયન સમવાયતંત્ર)
રશિયા (રશિયન સમવાયતંત્ર) વિશ્વમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 42°થી 82° ઉ. અ. અને 20°થી 170° પૂ. રે. વચ્ચેનો 1,70,75,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 7,700 કિમી. જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઈ 2,000થી 2,960 કિમી. જેટલી છે. તેની ઉત્તરે આર્ક્ટિક મહાસાગર, પૂર્વે પૅસિફિક…
વધુ વાંચો >રંજુવુલ
રંજુવુલ (શાસનકાળ ઈ. સ. 1થી 15) : મથુરાનો શકક્ષત્રપ (પ્રાંતનો સૂબેદાર કે ગવર્નર) અને ત્યારબાદ મહાક્ષત્રપ. તેણે શરૂઆતમાં કેટલાંક વર્ષ ક્ષત્રપ તરીકે અને તે પછી તેનો પુત્ર શોનદાસ ત્યાંનો ક્ષત્રપ બન્યો ત્યારે મહાક્ષત્રપ તરીકે શાસન કર્યું હતું. રંજુવુલના શરૂઆતના શાસનકાળના સિક્કા ગ્રીક અને ખરોષ્ઠી લિપિમાં કોતરેલા તથા પછીના સમયના સિક્કા…
વધુ વાંચો >રાજકોટ
રાજકોટ : સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 32´થી 23° 10´ ઉ. અ. અને 70° 02´થી 71° 31´ પૂ. રે. વચ્ચેનો 11,203 ચોકિમી. (રાજ્યના કુલ વિસ્તારના 5.52 %) જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ચોથા ક્રમે આવે છે.…
વધુ વાંચો >