જયકુમાર ર. શુક્લ

મહાકોશલ

મહાકોશલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગૌતમ બુદ્ધના સમકાલીન અને કોશલના રાજા. કાશી અને કોશલ બંને પાડોશી રાજ્યો હતાં. બંને વચ્ચે શ્રેષ્ઠતા માટે વારંવાર હરીફાઈ થતી. કેટલીક વાર આ બંને રાજ્યો વચ્ચે મૈત્રી બંધાતી અને લગ્નસંબંધો બંધાતા હતા. કેટલીક વાર આ બંને રાજ્યો પર એક જ રાજા શાસન કરતો હતો.…

વધુ વાંચો >

મહાગુજરાતનું આંદોલન

મહાગુજરાતનું આંદોલન : ગુજરાતના અલગ રાજ્યની રચના કરાવવા માટે લોકોએ કરેલું આંદોલન. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે 1920માં પ્રથમ વાર ભાષાવાર પ્રાંતરચનાનો ઠરાવ કર્યો હતો. કૉંગ્રેસે નીમેલી મોતીલાલ નહેરુ સમિતિએ 1928માં આપેલા હેવાલમાં પ્રાદેશિક પુનર્રચના કરવાની ભલામણ કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્રના એકમની રચના વખતે, 1948માં ગુજરાતના અલગ રાજ્યની રચના કરવાનો…

વધુ વાંચો >

મહાબતખાન (સત્તરમી સદી)

મહાબતખાન (સત્તરમી સદી) : મુઘલ સમયનો નામાંકિત અને વફાદાર સેનાપતિ; દખ્ખણનો સૂબો. ઈ. સ. 1608માં મુઘલ શહેનશાહ જહાંગીરે મેવાડના મહારાણા અમરસિંહ સામે લશ્કરનું નેતૃત્વ લેવા મહાબતખાનને પસંદ કર્યો હતો. તેના સેનાપતિપદ હેઠળ 12,000 ઘોડેસવારો, 500 આહેડીઓ, 2,000 બંદૂકધારીઓ અને હાથીઓ તથા ઊંટો પર ગોઠવેલી 80 તોપોનું લશ્કર મોકલવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

મહીપાલ પહેલો

મહીપાલ પહેલો (શાસનકાળ ઈ. સ. 988–1038) : બંગાળના પાલ વંશનો એક પ્રતાપી સમ્રાટ. તેના પિતા વિગ્રહરાજ બીજાના અવસાન પછી તે ગાદીએ બેઠો ત્યારે પાલ રાજાઓના સામ્રાજ્યનું વિઘટન થઈને માત્ર મગધ એટલે કે દક્ષિણ બિહાર તેમની સત્તા હેઠળ રહ્યું હતું. દુર્ભાગ્યવશાત્ તેમણે બંગાળમાંનું પૂર્વજોનું રાજ્ય ગુમાવ્યું હતું અને તેની સરહદ બહાર…

વધુ વાંચો >

મહીપાલ બીજો

મહીપાલ બીજો (શાસનકાળ ઈ. સ. 1070–1075) : બંગાળના પાલ વંશનો રાજા. પાલ વંશના રાજા વિગ્રહપાલ ત્રીજાનું અવસાન થયા બાદ તેના ત્રણ પુત્રો મહીપાલ, સૂરપાલ અને રામપાલ વચ્ચે ગાદી મેળવવા માટે ઝઘડો થયો. તેમાં મહીપાલ રાજા બનવામાં સફળ થયો. વિદેશી આક્રમણોને લીધે તેનું રાજ્ય નબળું પડી ગયું હતું. કેન્દ્ર સરકારની નબળાઈનો…

વધુ વાંચો >

મહેતા, કલ્યાણજીભાઈ

મહેતા, કલ્યાણજીભાઈ (જ. 7 નવેમ્બર 1890, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 11 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની, સમાજસેવક, મુંબઈ અને ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ. કલ્યાણજી પટેલના પિતા વિઠ્ઠલભાઈ સમૃદ્ધ ખેડૂત અને વેપારી હતા. તેમના મોટા ભાઈ કુંવરજી નામાંકિત સમાજસુધારક અને રાષ્ટ્રવાદી કાર્યકર હતા. કલ્યાણજીએ વાંઝની પ્રાથમિક શાળામાં અને અમદાવાદની પ્રેમચંદ…

વધુ વાંચો >

મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ

મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ (જ. 1886, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 18 ફેબ્રુઆરી 1982, મુંબઈ) : સૂરત જિલ્લાના લોકપ્રિય આગેવાન, સ્વાતંત્ર્યસેનાની, દેશભક્ત, સમાજસુધારક. વાંઝ ગામે અભ્યાસ કરીને ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા. બંગભંગની ચળવળ (1905) વખતથી તેઓ દેશસેવા કરવા લાગ્યા અને સ્વદેશી પ્રચારનું કાર્ય શરૂ કર્યું. 1907માં સૂરતમાં ભરાયેલા…

વધુ વાંચો >

મહેતાજી, દુર્ગારામ

મહેતાજી, દુર્ગારામ (જ. 1809; અ. 1876, સૂરત) : ગુજરાતમાં સમાજસુધારાના આદ્ય પ્રવર્તક, સુધારકોમાં અગ્રેસર. તેઓ વડનગરા નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સૂરતમાં લીધું અને તે પછી મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં તાલીમ લઈને ત્યાંથી પાછા ફરી 1826માં સૂરતમાં તેઓ શિક્ષક બન્યા. મુંબઈના વસવાટ દરમિયાન તેમના ઉપર પોતાના સમયના સુધારક…

વધુ વાંચો >

મહેતા ફીરોજશાહ (સર)

મહેતા ફીરોજશાહ (સર) (જ. 4 ઑગસ્ટ 1845, મુંબઈ; અ. 5 નવેમ્બર 1915, મુંબઈ) : વિનીતવાદી (મવાળ) રાષ્ટ્રીય નેતા, કૉંગ્રેસના સ્થાપકોમાંના એક, કૉંગ્રેસ-પ્રમુખ. મૅટ્રિકની પરીક્ષા 1861માં પાસ કરી એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા. ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યના તેજસ્વી વિદ્યાર્થી હોવાથી 1864માં દક્ષિણા ફેલો તરીકે નિમાયા. આર. ડી. જીજીભાઈની શિષ્યવૃત્તિ મળતાં ફીરોજશાહ…

વધુ વાંચો >

મહેતા, બળવંતરાય

મહેતા, બળવંતરાય (જ. 19 ફેબ્રુઆરી 1899, ભાવનગર, સૌરાષ્ટ્ર; અ. 19 સપ્ટેમ્બર, 1965, કચ્છ) : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા, સ્વાતંત્ર્યસેનાની. બળવંતરાયનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં ઘોઘારી દશા પોરવાડ વૈશ્ય જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા ગોપાળજી ત્રિભુવનદાસ ભાવનગર રાજ્યની રેલવેમાં નોકરી કરતા હતા. તેમણે ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને…

વધુ વાંચો >