જગદીશ બિનીવાલે
વિશ્વકપ (વર્લ્ડકપ)
વિશ્વકપ (વર્લ્ડકપ) : એ નામે પ્રયોજાતી કેટલીક રમતોની સ્પર્ધાઓ. વિશ્વવ્યાપી ધોરણે સામાન્ય રીતે પ્રતિ ચાર વર્ષે વિવિધ નગરમાં તે પ્રયોજાય છે. એમાં ભાગ લેનારા દેશો મુખ્યત્વે યુરોપ તથા તેમણે સ્થાપેલી અમેરિકી વસાહતોના છે. ઑસ્ટ્રેલિયા આખો ખંડ પ્રારંભથી બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હોવાથી તથા ત્યાંની અને ન્યૂઝીલૅન્ડની વસ્તી મૂળ બ્રિટનની હોવાથી તે…
વધુ વાંચો >વિશ્વનાથ, ગુંડપ્પા
વિશ્વનાથ, ગુંડપ્પા (જ. 12 ફેબ્રુઆરી 1949, ભદ્રાવતી, બૅંગાલુરુ) : ક્રિકેટ-જગતમાં ‘વિશી’ના હુલામણા નામે જાણીતા ક્રિકેટ-ખેલાડી. તેઓ 162.6 સેમી.(5 ફૂટ 4 ઇંચ)ની ઊંચાઈ ધરાવે છે. વિશ્વનાથ ગુંડપ્પા રંગનાથે કર્ણાટક અને દક્ષિણ ક્ષેત્ર દ્વારા પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 44 સદીઓ સાથે કુલ 17,970 રન નોંધાવ્યા હતા, 15 વિકેટો ઝડપી હતી અને 226 કૅચ…
વધુ વાંચો >વિસડન ટ્રૉફી
વિસડન ટ્રૉફી : ‘ધ વિસડન ક્રિકેટર્સ એલ્મનેક’ નામના ઇંગ્લૅન્ડના એક ક્રિકેટ વાર્ષિકને પ્રસિદ્ધ થયે સો વર્ષ થતાં 1964માં તેની ઉજવણી માટે શરૂ કરેલી ક્રિકેટ-ટ્રૉફી. એ ટ્રૉફીના નિમિત્તભૂત ઉપર્યુક્ત ક્રિકેટ વાર્ષિક અંકમાં ક્રિકેટ-વિષયક લેખો, મૅચોની માહિતી, સંદર્ભ-લેખો તથા આંકડાકીય માહિતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિકના પ્રકાશક જ્હૉન વિસડન હતા. 1963માં…
વધુ વાંચો >વૉરેલ, સર ફ્રૅંક
વૉરેલ, સર ફ્રૅંક (જ. 1 ઑગસ્ટ 1924, બ્રિજટાઉન, બાર્બાડોઝ, વેસ્ટ ઇન્ડિઝ; અ. 13 માર્ચ 1967, કિંગસ્ટન) : વેસ્ટ ઇન્ડિઝના ત્રણ મહાન ‘W’ ક્રિકેટરો પૈકીના એક પૂર્વ કપ્તાન તથા ઝંઝાવાતી ફટકાબાજ. ફ્રૅંક વૉરેલને ભારતના ક્રિકેટપ્રેમીઓ ‘માનવતાવાદી ક્રિકેટર’ તરીકે ઓળખે છે. તેમનું પૂરું નામ હતું : ફ્રૅન્ચ મોર્ટીમોવ મેગ્લીન વૉરેલ. તેઓ બાર્બાડોઝ,…
વધુ વાંચો >શાસ્ત્રી, રવિ જયદીપ
શાસ્ત્રી, રવિ જયદીપ (જ. 27 મે 1962, મુંબઈ) : મુંબઈના ભૂતપૂર્વ ટેસ્ટ તથા વન-ડે ક્રિકેટ ઑલરાઉન્ડર અને વર્તમાન વિશ્વવિખ્યાત તથા લોકપ્રિય ટીવી કૉમેન્ટેટર. 1979માં મુંબઈ તરફથી ‘લેગસ્પિન’ બૉલર તરીકે પ્રથમ કક્ષાની ક્રિકેટ-કારકિર્દી શરૂ કરનારા રવિ શાસ્ત્રીની ક્રિકેટ-કારકિર્દીમાં 1981ના વર્ષે અણધાર્યો વળાંક આવ્યો અને તેનું નસીબ ઝળકી ગયું ! 1980-81માં સુનીલ…
વધુ વાંચો >સરૈયા સુરેશ
સરૈયા સુરેશ (જ. 20 જૂન 1936, મુંબઈ) : ભારતના પણ વિશ્વસ્તર પર નામના મેળવી ચૂકેલા ક્રિકેટ-કૉમેન્ટેટર. આખું નામ સુરેશ પુરુષોત્તમદાસ સરૈયા. આજે ક્રિકેટ કે અન્ય રમતોનું ટેલિવિઝન પર થતું ‘જીવંત પ્રસારણ’ પહેલાંના સમયમાં અસ્તિત્વમાં નહોતું ત્યારે રમતપ્રેમીઓ રેડિયોના તથા દૂરદર્શનના માધ્યમ દ્વારા ક્રિકેટ મૅચોની પ્રસારિત થતી બૉલ-ટુ-બૉલ અંગ્રેજી રનિંગ કૉમેન્ટરી…
વધુ વાંચો >સી. કે. નાયડુ ટ્રૉફી
સી. કે. નાયડુ ટ્રૉફી : મર્યાદિત ઓવરોમાં રમાતી ક્રિકેટની સ્પર્ધા. તે ભારતીય ક્રિકેટના સૌપ્રથમ ટેસ્ટ-કપ્તાન, એક મહાન ઑલરાઉન્ડર અને આદર્શ ખેલાડીના પ્રતીક સમા સ્વ. કર્નલ સી. કે. નાયડુની યાદમાં 19 વર્ષથી નીચેની ઉંમરના ક્રિકેટરો માટે ભારતીય ક્રિકેટ નિયામક મંડળના ઉપક્રમે આંતરક્ષેત્રીય કક્ષાએ મર્યાદિત ઓવરોની ‘સી. કે. નાયડુ ટ્રૉફી’ માટેની એકદિવસીય…
વધુ વાંચો >સુરતી રૂસી
સુરતી, રૂસી (જ. 25 મે 1936, સુરત, ગુજરાત) : ભારતની ટેસ્ટ-ક્રિકેટના એક જમાનાના ઑલરાઉન્ડર ખેલાડી. તેઓ રાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધામાં ગુજરાત અને રાજસ્થાન તરફથી રમ્યા હતા. આખું નામ રૂસી ફરમરોઝ સુરતી. રૂસી સુરતી તેઓ ડાબોડી બૅટ્સમૅન અને ડાબોડી મિડિયમ પેસ તથા સ્લો બૉલર હતા. ઘણી વાર ભારત તરફથી તેઓ નવા બૉલથી બૉલિંગનો…
વધુ વાંચો >સેઠી ગીત
સેઠી, ગીત (જ. 17 એપ્રિલ 1961, દિલ્હી) : વિશ્વસ્તરની ખ્યાતિ ધરાવતા, બિલિયર્ડ અને સ્નૂકર રમતના ભારતીય રમતવીર. ભારતમાં બિલિયર્ડની રમતને પ્રચલિત કરવામાં અને ચાર વાર વિશ્વ બિલિયર્ડ પ્રોફેશનલ વિજેતા બનવામાં તેમની સિદ્ધિઓ નોંધપાત્ર રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની લાયોલા હાઈસ્કૂલમાં લીધા પછી અમદાવાદની બી. કે. સ્કૂલ ઑવ્ બિઝનેસ…
વધુ વાંચો >સેતલવાડ અનંત
સેતલવાડ, અનંત (જ. 29 ઑગસ્ટ 1934, મુંબઈ) : આકાશવાણી પર અંગ્રેજીમાં ક્રિકેટ-કૉમેન્ટરી આપતા જાણીતા પૂર્વ કૉમેન્ટેટર. આખું નામ અનંત વી. સેતલવાડ. પિતાનું નામ વ્યંકટરાવ અને માતાનું નામ જશુમતી. તેઓ તેમની અસ્ખલિત, શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી ભાષામાં ક્રિકેટ મૅચનું બૉલ-ટુ-બૉલ (દડાવાર) વિવરણ આપવા માટે લોકપ્રિય બન્યા હતા. તેમણે મુંબઈની ન્યૂ ઈરા…
વધુ વાંચો >