છોટુભાઈ સુથાર

એન્કીનો ધૂમકેતુ

એન્કીનો ધૂમકેતુ (Encke’s comet) : નિયમિત સમય-અંતરે દેખાતા અને દૂરબીન વડે નિહાળી શકાતા ધૂમકેતુઓ પૈકીનો એક ઝાંખો ધૂમકેતુ. તેનું સૌપ્રથમ નિરીક્ષણ 1786માં પ્રિયેર મેશાં નામના વિજ્ઞાનીએ કર્યું હતું. બર્લિન યુનિવર્સિટીની વેધશાળાના નિયામક જૉન ફ્રાન્ઝ એન્કીએ ગણતરીઓના આધારે 1819માં દર્શાવ્યું કે 1786, 1795, 1805 અને 1818માં જોવામાં આવેલા ધૂમકેતુઓ એક જ…

વધુ વાંચો >

ઍરિસ્ટાર્કસ ઑવ્ સામોસ

ઍરિસ્ટાર્કસ ઑવ્ સામોસ (Aristarchus of Samos) : ઍલેક્ઝાન્ડ્રિયન વિચારધારા(School)નો, ઈ. પૂર્વે ત્રીજી સદી(310-230)માં થઈ ગયેલો વિખ્યાત ગ્રીક તત્વવેત્તા. ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી. સ્થિર પૃથ્વીની આસપાસ સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારા પરિભ્રમણ કરે છે એ માન્યતાને નકારી કાઢીને તેણે એમ જાહેર કર્યું કે પૃથ્વી પોતાની ધરી પરના ભ્રમણ ઉપરાંત સૂર્યની આસપાસ પણ…

વધુ વાંચો >

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…

વધુ વાંચો >

ઍરિસ્ટોટેલેઝ

ઍરિસ્ટોટેલેઝ : ચંદ્રની સપાટી પરનું, 3,000 મીટર જેટલી ઊંચી દીવાલોથી આવૃત, 100 કિલોમિટરના વ્યાસવાળું, શીત સમુદ્રના દક્ષિણ ભાગે આવેલું એક અતિ રમણીય મેદાન; તેની તૂટેલી કરાડો સીડીઓ જેવું રૂપ દાખવે છે. છોટુભાઈ સુથાર

વધુ વાંચો >

ઍરી બિંબ

ઍરી બિંબ (Airy disc) : અંગ્રેજ ખગોળશાસ્ત્રી ઍરી જ્યૉર્જ બિડલ (સર)ના નામ ઉપરથી પ્રકાશના વિવર્તનના સિદ્ધાંત ઉપરથી ઉદભવતી એક ઘટના. ટેલિસ્કોપ વડે મેળવવામાં આવતા કોઈ તારાના પ્રતિબિંબ અંગે ઍરીએ 1843માં દર્શાવ્યું કે તે સ્પષ્ટ રૂપનું તેજબિંદુ હોતું નથી; પરંતુ જેની આસપાસ પ્રકાશનાં વલયો આવેલાં હોય તેવું પ્રકાશબિંબ હોય છે. આમ…

વધુ વાંચો >

કન્યા

કન્યા : ન્યાયની દેવી વર્જિનનું આકાશી સ્થાન દર્શાવતું – કન્યા-રાશિનું – એક મોટું તારકમંડળ. એનો કેશમંડળ તરફનો ઉત્તર વિભાગ તારાવિશ્વોથી ભરપૂર છે. કલ્પનામાં પણ ન આવે તેવો એ તારાવિશ્વોનો જમાવ છે. ત્યાં તારાવિશ્વોનાં જૂથનાં પણ જૂથ છે. તારાવિશ્વોની સાંદ્રતા 2,500ની સંખ્યા દર્શાવે છે. કન્યાનો મુખ્ય તારો ચિત્રા સૂર્યની સરખામણીમાં 1,000…

વધુ વાંચો >

કર્ક

કર્ક : મિથુન અને સિંહ રાશિની વચ્ચે આવેલી પીળી કરેણના ઊંધા ફૂલ આકારની રાશિ. આ રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેલું છે. ચોથા વર્ગથી વધુ ઝાંખા તારાની બનેલી આ રાશિની ખાસ વિશેષતા એની અંદર આવેલા M44ની સંજ્ઞાવાળા અવકાશી તારકગુચ્છની છે. નરી આંખે જોતાં આ ગુચ્છ પ્રકાશના ધાબા જેવો દેખાય છે, પણ નાના…

વધુ વાંચો >

કર્ક-નિહારિકા

કર્ક-નિહારિકા : મેશિયરે સૌથી પહેલી જોયેલી અને પોતાના તારાપત્રકમાં M1 તરીકે નોંધેલી નિહારિકા. તે કર્ક રાશિમાં નહિ પણ વૃષભ રાશિના રોહિણી તારા તરફના શીંગડાની ટોચના તારાની નજદીક આવેલી છે. આપણાથી 3500 પ્રકાશવર્ષ દૂર આવેલી અને 3 પ્રકાશવર્ષનો વ્યાસ ધરાવતી કર્ક-નિહારિકાનું દર્શન શક્તિશાળી દૂરબીન વિના શક્ય નથી. વાસ્તવમાં જેમાંથી તારા જન્મે…

વધુ વાંચો >

કિરીટાવરણ

કિરીટાવરણ (corona) : સૂર્યના ખગ્રાસ ગ્રહણ વખતે જ જોઈ શકાતું એવું પાણીનાં નાનાં ટીપાંઓ વડે થતા પ્રકાશના વક્રીભવનને કારણે સૂર્યબિંબથી બહારના ભાગે આવેલા આવરણનું અદભુત દૃશ્ય. મોતી જેવી ચમક દાખવતા આછી વિકિરણતાવાળા આ કિરીટાવરણનો વ્યાપ ઘણો મોટો છે. જુદા જુદા ખગ્રાસ ગ્રહણ વખતે દેખાતું કિરીટાવરણ ભિન્ન પ્રકારનું જોવા મળે છે.…

વધુ વાંચો >

કુંભ (રાશિ)

કુંભ (રાશિ) (Aquarius) : ત્રીજા વર્ગના ઝાંખા તારાઓની બનેલી રાશિનો એક ઘણો મોટો વિસ્તાર. તેમાં અનેક યુગ્મ, ત્રિક અને રૂપવિકારી તારા આવેલા હોવાને કારણે પાણીનો ભાસ ઉત્પન્ન થાય છે. ड કુંભ (λ), શતતારા નક્ષત્ર છે, જેમાં થઈને ક્રાંતિવૃત્ત પસાર થાય છે. NGC 7293, NGC 7089 અને NGC 7009 કુંભની ખાસ…

વધુ વાંચો >