ચિત્રકલા

સલી, થૉમસ

સલી, થૉમસ (Sully, Thomas) (જ. 1783, બ્રિટન; અ. 1872) : અમેરિકાના વિખ્યાત વ્યક્તિચિત્રકાર. વ્યક્તિચિત્રકાર ગિલ્બર્ટ સ્ટુઅર્ટ હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના પર અમેરિકન ચિત્રકાર થૉમસ લૉરેન્સનો પ્રભાવ પણ છે. ફિલાડેલ્ફિયામાં સલીએ એક સફળ વ્યક્તિચિત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એમની ખ્યાતિ યુરોપમાં પણ પ્રસરી અને બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાએ પોતાનું…

વધુ વાંચો >

સલીમ, જાવેદ (Salim, Jawed)

સલીમ, જાવેદ (Salim, Jawed) (જ. 1920, અંકારા, તુર્કી) : આધુનિક ઇરાકી ચિત્રકાર અને શિલ્પી. ઇરાકમાં મોસુલ નજીક નાના ગામમાં તેમનો પરિવાર વસતો હતો. પિતા મોહમ્મદ, ભાઈ નિઝાર અને બહેન નઝિહા પાસે કલાના પ્રારંભિક પાઠ ભણી 1938માં કલાના અભ્યાસ માટે તેઓ પૅરિસ ગયા. 1941માં અભ્યાસ પૂરો થતાં પાછા બગદાદ આવી આર્કિયૉલૉજિક…

વધુ વાંચો >

સલ્તનત ચિત્રકલા (1400થી 1600)

સલ્તનત ચિત્રકલા (1400થી 1600) : ભારતની પ્રાદેશિક મુસ્લિમ સલ્તનતોના આશ્રયે પાંગરેલી લઘુચિત્રકલા. 1206માં દિલ્હી ખાતે ભારતની પ્રથમ સલ્તનત કુત્બુદ્દીન ઐબક અને મહંમદ ઘોરીએ સ્થાપી. ત્યારપછી ત્રણ સૈકા સુધી ઉત્તર ભારતમાં ઘણી સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર સલ્તનતો સ્થપાઈ. જેમાંથી કેટલીક સલ્તનતોમાં લઘુચિત્રકલાને આશ્રય અને પોષણ મળ્યાં. ચિત્રકલાને પોષણ આપનાર પ્રથમ ભારતીય સલ્તનત…

વધુ વાંચો >

સંતોકબા દૂધાત

સંતોકબા દૂધાત (જ. 1911, આકોંલવાડી (ગીર), તલાલા તાલુકો, જૂનાગઢ જિલ્લો, ગુજરાત, ભારત) : ગુજરાતના સહજોત્થ મહિલા ચિત્રકાર. સૌરાષ્ટ્રના ખેડૂત પરિવારમાં જન્મેલા સંતોકબાએ સાઠ વરસની ઉંમર સુધી ન તો પીંછી પકડી હતી કે ન તો બીજી કોઈ રીતે ચિત્રસર્જન કર્યું હતું. ખેતમજૂરી છોડીને સાઠ વરસની ઉંમરે કોઈ પણ પ્રકારની કલાકીય ઔપચારિક…

વધુ વાંચો >

સંતોષ, ગુલામ રસૂલ

સંતોષ, ગુલામ રસૂલ (જ. 1929, શ્રીનગર, કાશ્મીર; અ. 10 માર્ચ 1997, દિલ્હી) : આધુનિક ભારતીય ચિત્રકાર. શ્રીનગરના મુસ્લિમ વસતી ધરાવતાં ચિંકરાલ મહોલ્લામાં તેમનો ઉછેર થયો. બાળપણમાં પિતાનું અવસાન થતાં ઘરના નિભાવ માટે તરૂણાવસ્થાથી મકાનો રંગવાના રંગારા તરીકે, રેશમના વણકર તરીકે અને સાઇનબૉર્ડના ચિતારા તરીકે રોજી મેળવી. જાણીતા ચિત્રકાર નારાયણ શ્રીધર…

વધુ વાંચો >

સાકાઈ, હોઇત્સુ

સાકાઈ, હોઇત્સુ (જ. 1 ઑગસ્ટ, 1761, એડો, ટોકિયો, જાપાન; અ. 3 જાન્યુઆરી 1829, એડો, ટોકિયો, જાપાન) : જાપાની ચિત્રકાર. સાકાઈના મોટા ભાઈ જાપાનના એક સ્થાનિક રજવાડાના રાજા હતા. 1797માં સાકાઈ બૌદ્ધ સાધુ બન્યા. 1809માં એ નેગીશી જઈને ચિત્રકલા શીખ્યા. ચિત્રકાર ઓગાટા કોરિનની શણગારાત્મક લઢણો સાકાઈને ખાસ પસંદ પડી. કોરિનની સોમી…

વધુ વાંચો >

સાકી આન્દ્રેઆ

સાકી આન્દ્રેઆ (જ. 1599, નેતૂનો, ઇટાલી; અ. 21 જૂન 1661, રોમ, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. બોલોન્યા નગરમાં ફ્રાન્ચેસ્કો આલ્બાની નામના ચિત્રકાર પાસે તેમણે તાલીમ લીધી હતી. ઉપરાંત રેનેસાં-ચિત્રકાર સાંઝિયો રફાયેલનો પ્રભાવ પણ તેમનાં ચિત્રો પર જોઈ શકાય છે. સાકી દ્વારા ચિત્રિત ચિત્ર ‘મિરેકલ ઑવ્ સેંટ ગ્રેગોરી’એ સાકીને નામના અપાવી.…

વધુ વાંચો >

સાગરા, ઈશ્વર

સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…

વધુ વાંચો >

સાગરા પિરાજી

સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…

વધુ વાંચો >

સાડેક્વેઇન (Sadequain)

સાડેક્વેઇન (Sadequain) (જ. 1930, અમ્રોહા, ઉત્તર પ્રદેશ, ભારત) : પાકિસ્તાનના આધુનિક ચિત્રકાર. ભાષાઓનો અભ્યાસ કરી સાડેક્વેઇને આગ્રા યુનિવર્સિટીમાંથી 1948માં સ્નાતક પદવી હાંસલ કરી. ત્યારબાદ થોડો સમય કુરાનની નકલ કરનાર લહિયાનું કામ કર્યું અને પછી ઑલ ઇન્ડિયા રેડિયો માટે શ્રાવ્ય કાર્યક્રમો તૈયાર કર્યા. 1955માં તેમણે ભારત છોડી પાકિસ્તાન ચાલ્યા જઈ પાકિસ્તાની…

વધુ વાંચો >