ચિત્રકલા

શાહ, પ્રભા

શાહ, પ્રભા (જ. 12 જાન્યુઆરી 1947, જોધપુર, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. 1966થી 1969 સુધી જયપુરના કનોરિયા મહિલા વિદ્યાલય ખાતે કલાનો અવૈધિક (informal) અભ્યાસ કર્યો. ત્યારબાદ રાજસ્થાનના ખ્યાતનામ આધુનિક ચિત્રકાર ચોયલ પાસે કલાનો વધુ ત્રણ વરસ સુધી અભ્યાસ કર્યો. 1976થી 1980 સુધી તેમને  ભારત સરકારના શિક્ષણ ખાતા તરફથી ચિત્રો ચીતરવા…

વધુ વાંચો >

શાહ, ફૂલચંદ ઝવેરભાઈ

શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના  સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું;…

વધુ વાંચો >

શાહ, ભક્તિ રામલાલ

શાહ, ભક્તિ રામલાલ (જ. 8 સપ્ટેમ્બર 1924, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ભીંતચિત્રનો અભ્યાસ કરી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ કસ્તૂરબા સ્મારક માટે 1945માં મહિલા-કારીગરો અને લોકકલાકારો પાસેથી લોકકલાના નમૂનાઓ પ્રાપ્ત કર્યા. ભક્તિબહેન જગન્નાથ અહિવાસીને મળતી આવતી બંગાળ-શૈલીમાં ગ્રામજગતનાં દૃશ્યોને આલેખવા માટે જાણીતાં…

વધુ વાંચો >

શાહ, ભાનુભાઈ

શાહ, ભાનુભાઈ (જ. 1935, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને અમદાવાદના પતંગ-મ્યુઝિયમના સ્થાપક ક્યુરેટર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકલાની સ્નાતક તથા મ્યુઝિયોલૉજીની અનુસ્નાતક પદવીઓ હાંસલ કરી. ત્યારબાદ 1965થી તેઓ અમદાવાદના પ્રસિદ્ધ ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના ક્યુરેટર બન્યા. આ પદે તેઓ 1992 સુધી ચાલુ રહ્યા. આ સાથે…

વધુ વાંચો >

શાહ, વિનોદ

શાહ, વિનોદ (જ. 23 સપ્ટેમ્બર 1934, રાજકોટ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં નારાયણ શ્રીધર બેન્દ્રે, શંખ ચૌધરી અને કે. જી. સુબ્રમણ્યન્ પાસે અભ્યાસ કરીને 1961માં ચિત્રકલાની સ્નાતક તથા 1963માં ચિત્રકલાની અનુસ્નાતક પદવીઓ હાંસલ કરી. આ જ અભ્યાસ દરમિયાન તેઓ યુરોપના…

વધુ વાંચો >

શાહ, શાન્તિ

શાહ, શાન્તિ (જ. 1922; અ. 1994, અમદાવાદ) : ગુજરાતના જાણીતા ચિત્રકાર અને કટારલેખક. શાલેય અભ્યાસ કર્યા બાદ થોડો સમય રવિશંકર રાવળ તેમજ રસિકલાલ પરીખ હેઠળ કલાભ્યાસ કર્યો. રસિકલાલ પરીખે તેમને કલાના વધુ અભ્યાસ માટે ચેન્નાઈ મોકલી આપ્યા. ચેન્નાઈ ખાતેની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં પ્રસિદ્ધ શિલ્પી અને ચિત્રકાર દેવીપ્રસાદ રાયચૌધુરી પાસે…

વધુ વાંચો >

શાહ, સુમન્ત

શાહ, સુમન્ત (જ. 8 ઑગસ્ટ 1933, ચામારા, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી 1958માં ચિત્રકલાની સ્નાતક પદવી તથા 1961માં ચિત્રકલાની અનુસ્નાતક પદવી હાંસલ કરી હતી. ભારત સરકારે 1959થી ’61 સુધી ચિત્રકલામાં સંશોધન માટે તેમને રિસર્ચ ફેલોશિપ આપેલી. કારકિર્દીનો પ્રારંભ તેમણે…

વધુ વાંચો >

શાહ, સોમાલાલ

શાહ, સોમાલાલ (જ. 14 ફેબ્રુઆરી 1905, કપડવણજ, ખેડા જિલ્લો, ગુજરાત; અ. 1994, અમદાવાદ) : ગુજરાતની અસ્મિતાને ચિત્રફલક ઉપર બંગાળ-શૈલીમાં રંગો અને રેખાઓ વડે તાદૃશ કરનાર પ્રસિદ્ધ ચિત્રકાર. 186 સેમી. (છ ફૂટ અઢી ઇંચની) ઊંચાઈ ધરાવતો કદાવર દેહ અને કાળી ડિબાંગ ત્વચા ધરાવનાર આ ચિત્રકાર સોમાલાલે ગુજરાતના ગ્રામસમાજનું અત્યંત સાચુકલું આલેખન…

વધુ વાંચો >

શાહ, હકુ વજુભાઈ

શાહ, હકુ વજુભાઈ (જ. 26 માર્ચ 1934, વાલોડ, દક્ષિણ ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર તથા ગુજરાતના આદિવાસી-લોક, જનજીવન અને તેમની કલાના ઉપાસક-સંશોધક. આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિના સાન્નિધ્યમાં તેમનો જન્મ અને ઉછેર. પિતા જમીનમાલિક હતા અને આદિવાસીઓ તેમના કામદાર હતા. આદિવાસી કલા અને સંસ્કૃતિની ગરિમા હકુભાઈને નાનપણથી જ સમજાઈ ગયેલી અને…

વધુ વાંચો >

શાહ, હિંમત

શાહ, હિંમત (જ. 1932, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગુજરાતના ચિત્રકાર અને શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં ચિત્રકલાના વિદ્યાર્થી  તરીકે 1962માં દાખલ થયા, પણ અહીં શિસ્ત ખૂબ આકરી લાગતાં 1964માં દિલ્હી ભાગી છૂટ્યા. અહીં બેકાર હાલતમાં ખોરાક અને માથે છત્રની શોધમાં કારમી ભૂખ, ગરીબી, લાચારી તથા અપમાનનો…

વધુ વાંચો >