ચિત્રકલા
કંપની ચિત્રકલા
કંપની ચિત્રકલા (આશરે 1700થી 1920) : ભારતમાં યુરોપિયનો અને ખાસ તો બ્રિટિશરોના આગમન પછી ભારતીય અને બ્રિટિશ સંસ્કૃતિના સંગમથી જન્મેલી વિશિષ્ટ ચિત્રકલા. તેમાં યુરોપિયન અને ભારતીય બંને ચિત્રકારોનું યોગદાન રહ્યું છે. અકબરના સમયમાં યુરોપિયન મુદ્રણકલા – છાપચિત્રો અને હૂબહૂ આલેખન ધરાવતાં તૈલચિત્રો ભારતમાં આવ્યાં. એ ગાળે અને પછીના ગાળે ભારતમાં…
વધુ વાંચો >કાઇહો, યુશો
કાઇહો, યુશો (જ. 1533, ઓમી, જાપાન; અ. 1 માર્ચ 1615; ક્યોતો) : આઝુચી-મોમોયામા સમયનો જાપાનનો મહત્ત્વનો ચિત્રકાર. લશ્કરી કારકિર્દીની પરંપરા ધરાવતા કુટુંબમાં તેનો જન્મ થયેલો. ક્યોતો જઈને તે સાધુ બનેલો. સંભવત: એઇતોકુ નામના ચિત્રકાર પાસે તેણે ચિત્રકળાની તાલીમ લીધી. એઇતોકુની માફક તેનાં ચિત્રોમાં પણ ઝળહળતા રંગીન રંગો જોવા મળે છે.…
વધુ વાંચો >કાનાલેતો, ઍન્તૉનિયો
કાનાલેતો, ઍન્તૉનિયો (જ. 18 ઑક્ટોબર 1697, વેનિસ; અ. 19 એપ્રિલ 1768, વેનિસ, ઇટાલી) : નગરચિત્રણા (city scapes) માટે જાણીતો અઢારમી સદીનો ઇટાલિયન ચિત્રકાર. પિતા બર્નાદો રંગમંચ માટેના પાછળના પડદા(backdrops)નો ચિત્રકાર હતો. ભાઈ ક્રિસ્તૉફોરો સાથે કાનાલેતોએ પણ વેનિસ નગરના રંગમંચ માટે પાછળના પડદા ચીતરવાથી પોતાની કારકિર્દી આરંભી. સાન કાસિયાનો અને સાન્તાન્જેલો…
વધુ વાંચો >કાનો, આલૉન્સો
કાનો, આલૉન્સો (જ. 19 માર્ચ 1601, ગ્રૅનેડા, સ્પેન; અ. 3 સપ્ટેમ્બર 1667, ગ્રૅનેડા, સ્પેન) : સ્પૅનિશ બરોક ચિત્રકાર, શિલ્પી અને સ્થપતિ. ભયાનક પાપો આચરીને હિંસક જીવન જીવનાર તે એક ક્રૂર વ્યક્તિ હોવા છતાં ઋજુ સંવેદના પ્રકટાવનાર ધાર્મિક ચિત્રો અને શિલ્પો પણ તે સર્જી શક્યો છે. 1614માં સેવિલે નગરમાં જઈને શિલ્પી…
વધુ વાંચો >કાનો પરિવાર
કાનો પરિવાર [1. કાનો, માસાનોબુ (જ. 1434; અ. 1530, ક્યૉટો, જાપાન); 2. કાનો, મોટોનોબુ (જ. 28 ઑગસ્ટ 1476; અ. 5 નવેમ્બર 1559, ક્યૉટો, જાપાન); 3. કાનો, એઇટોકુ (જ. 16 ફેબ્રુઆરી, ક્યૉટો, જાપાન; અ. 12 ઑક્ટોબર 1590, ક્યૉટો, જાપાન); 4. કાનો શાન્રાકુ (જ. 1559, જાપાન; અ. 30 ઑક્ટોબર 1635, ક્યૉટો, જાપાન);…
વધુ વાંચો >કાપડની ભાતની કલા
કાપડની ભાતની કલા : ગુજરાતના રંગરેજ અને છીપાગરની કાપડ ઉપર છપાતી ભાતની કલા. વસ્ત્રપરિધાનમાં વિવિધ રંગો વપરાય છે. ખૂબ ભભકભર્યા રંગો કચ્છ જેવા રણપ્રદેશમાં રહેતા લોકોના પહેરવેશમાં જોઈ શકાય છે. દરેક વર્ણ ઉત્સવો સમયે અથવા કોઈ વિધિવિધાન વખતે પોતપોતાના દેશ કે ગામની ખાસિયત પ્રમાણેના રંગોનાં કપડાં પહેરે છે. આથી એમ…
વધુ વાંચો >કામ્પાન્યોલા, જુલિયો
કામ્પાન્યોલા, જુલિયો (જ. આશરે 1482, પાદુઆ, ઇટાલી; અ. 1514 પછી, પાદુઆ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર અને છાપચિત્રકાર. છાપચિત્રોમાં ટપકાંની વિવિધ ગીચતા વડે આછીઘેરી છાયા રચવાની સ્ટિપલ-પદ્ધતિનો તે પ્રણેતા હતો. પણ, આ ટેકનિકનો ખરેખરો વિકાસ તેના મૃત્યુ પછી દોઢસો વરસે થયો. તેના પ્રિય ચિત્રકાર જ્યૉર્જોને(Giorgione)નાં ઘણાં તૈલચિત્રોનાં આ પદ્ધતિ વડે છાપચિત્રો…
વધુ વાંચો >કામ્પાન્યોલા, ડૉમેનિકો
કામ્પાન્યોલા, ડૉમેનિકો (જ. આશરે 1484, પાદુઆ, ઇટાલી; અ. આશરે 1563, પાદુઆ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર અને છાયાચિત્રકાર. તે પાદુઆના નામાંકિત છાપચિત્રકાર જુલિયો કામ્પાન્યોલાનો શિષ્ય હતો; પરંતુ છાપચિત્રોમાં ગુરુ જુલિયોની ટપકાંની વિવિધ ગીચતા વડે આછીઘેરી છાયા રચવાની ટેક્નિક ડૉમેનિકોએ છોડી દીધી. ડૉમેનિકો વિખ્યાત રેનેસાંસ-ચિત્રકાર તિશ્યોંના મદદનીશ તરીકે પણ રહેલો. પાદુઆમાં તિશ્યોંએ…
વધુ વાંચો >કામ્બ્લે, કિશન વિરપ્પા
કામ્બ્લે, કિશન વિરપ્પા (જ. 1 ઑક્ટોબર 1944, કોડામુરા, આંધ્રપ્રદેશ) : આંધ્રપ્રદેશમાં જન્મેલા મૂળ મહારાષ્ટ્રિયન આધુનિક ગુજરાતી ચિત્રકાર. મુંબઈમાં અભ્યાસ કરી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન પેઇન્ટિન્ગ મેળવ્યો. પછી અમદાવાદ આવી શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં 1965થી કલાશિક્ષક તરીકે જોડાયા અને અહીંથી 2000માં નિવૃત્ત થયા. આ દરમિયાન તેમણે અમદાવાદ…
વધુ વાંચો >કારા, કાર્લો
કારા, કાર્લો (જ. 11 ફેબ્રુઆરી 1881, કાર્ગાનેન્તો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1966, મિલાન, ઇટાલી) : ફ્યૂચુરિસ્ટિક ચિત્રશૈલીમાં સર્જન કરવા માટે જાણીતા આધુનિક ઇટાલિયન ચિત્રકાર. કલાનો પ્રારંભિક અભ્યાસ બ્રેરા નગરમાં કર્યો. 1915 સુધી તેમણે ઘનવાદી શૈલીમાં ચિત્રો ચીતર્યાં. 1912થી 1915 સુધી તેમનાં ઘનવાદી ચિત્રોનો મુખ્ય વિષય નગ્ન મહિલાઓ હતો. પછીથી તેઓ…
વધુ વાંચો >