કામ્પાન્યોલા, જુલિયો

January, 2006

કામ્પાન્યોલા, જુલિયો (જ. આશરે 1482, પાદુઆ, ઇટાલી; અ. 1514 પછી, પાદુઆ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર અને છાપચિત્રકાર. છાપચિત્રોમાં ટપકાંની વિવિધ ગીચતા વડે આછીઘેરી છાયા રચવાની સ્ટિપલ-પદ્ધતિનો તે પ્રણેતા હતો. પણ, આ ટેકનિકનો ખરેખરો વિકાસ તેના મૃત્યુ પછી દોઢસો વરસે થયો. તેના પ્રિય ચિત્રકાર જ્યૉર્જોને(Giorgione)નાં  ઘણાં તૈલચિત્રોનાં આ પદ્ધતિ વડે છાપચિત્રો તૈયાર કર્યાં.

જુલિયો કામ્પાન્યોલાનું એક છાપચિત્ર : ‘સટ જોન ધ બેપ્ટિસ્ટ’

અમિતાભ મડિયા