ચિત્રકલા

વિલ્સન, રિચાર્ડ (Wilson, Richard)

વિલ્સન, રિચાર્ડ (Wilson, Richard) (જ. 1 ઑગસ્ટ 1714, પેનેગૉસ, મૉન્ટ્ગો મેરિશાયર, વેલ્સ; અ. 15 મે 1782, લાન્બેરિસ, કાર્નાવર્તેન્શાયર) : બ્રિટનમાં નિસર્ગચિત્રણાનો પ્રારંભ કરવાનું શ્રેય મેળવનાર ચિત્રકાર. તેમનાં નિસર્ગચિત્રો જોતાં પરમ શાંતિનો અનુભવ થાય છે. 1729માં લંડનમાં થૉમસ રાઇટ નામના ચિત્રકાર હેઠળ વ્યક્તિચિત્રણાની તાલીમ લીધી. 1745 સુધી વ્યક્તિચિત્રો ચીતર્યાં. 1746માં ઇટાલીની…

વધુ વાંચો >

વિવારિની પરિવાર (Vivarini Family)

વિવારિની પરિવાર (Vivarini Family) [વિવારિની, ઍન્તોનિયો (જ. આશરે 1415, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1480); વિવારિની, બાર્તોલૉમ્યુ (જ. આશરે 1432, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1499); વિવારિની, આલ્વિસે (જ. આશરે 1446, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1505)] : પંદરમી સદીનો પ્રસિદ્ધ ઇટાલિયન ગૉથિક ચિત્રકાર…

વધુ વાંચો >

વિશ્વનાથન્, ટી.

વિશ્વનાથન્, ટી. (જ. 1940, ગુડિયાટ્ટમ, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1963માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ સમગ્ર ભારતમાં સમૂહ-પ્રદર્શનોમાં સતત ભાગ લેતા રહ્યા છે. એ જ રીતે દેશમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો પણ સતત કરતા રહ્યા છે. વનોપવનોમાં વિહાર કરતી નવયૌવનાઓ વિશ્વનાથનનાં…

વધુ વાંચો >

વિશ્વનાથન્, વી.

વિશ્વનાથન્, વી. (જ. 27 ફેબ્રુઆરી 1940, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સમાં અભ્યાસ કરીને 1962માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ માટે તેમને કેરળ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળેલી. સીધી અને વક્ર રેખાઓ વડે અમૂર્ત અભિવ્યક્તિ કરતી અલ્પતમ (minimalist) કલા સર્જવાનું વિશ્વનાથનને પસંદ કર્યું છે.…

વધુ વાંચો >

વીથ પરિવાર

વીથ પરિવાર (વીથ નિકોલસ – જ. 1886 ?, અ. 1945; વીથ એન. – જ. 1916; વીથ ઍન્ડ્ર્યૂ – જ. 1918; વીથ કૅરોલિના – જ. 1910; વીથ હેન્રિયેત – જ. 1908; વીથ જેઝી – જ. 1946) : વિખ્યાત અમેરિકન ચિત્રકાર કુટુંબ. આ કુટુંબમાં પિતા નિકોલસે ચિત્રકલા વ્યવસાયનો પ્રારંભ કર્યો. અમેરિકન સાહિત્યનાં…

વધુ વાંચો >

વુએ, સિમોં

વુએ, સિમોં : ફ્રાંસનો પ્રથમ બરોક-ચિત્રકાર. ઇટાલીની બરોક-ચિત્રશૈલી ફ્રાંસમાં પ્રચલિત કરનાર. 1612થી 1627 દરમિયાન વુએ ઇટાલીમાં રહ્યો અને બરોક-ચિત્રશૈલી આત્મસાત્ કરી. ઇટાલીના રોમ નગરમાં શરૂઆતનાં વર્ષોમાં પ્રસિદ્ધ બરોક-ચિત્રકાર કારાવાજિયોનો એ શિષ્ય હતો. કારાવાજિયોની જેમ જ એના એ વખતનાં ચિત્રોમાં પણ અગ્રભૂમિકામાં રહેલી માનવ આકૃતિઓ ઉપર એક જ બિંદુએથી પડતો પ્રકાશ…

વધુ વાંચો >

વુ, તાઓ-સુઅન

વુ, તાઓ–સુઅન (જ. આશરે 700, ચીન; અ. આશરે 760, ચીન) : ચીની ચિત્રકાર. આઠમી સદી પછીના કલાવિવેચકોએ તાઓ-સુઅન વુનાં દંતકથા લાગે એટલાં બધાં વખાણ કર્યાં છે. તેમના જીવનની પ્રમાણભૂત માહિતી મળતી નથી. તેમણે મુખ્યત્વે બૌદ્ધ વિષયોને ચીતર્યા છે. તેમની પીંછીના લસરકા જોરદાર અભિવ્યક્તિને સ્ફુટ કરી શકવામાં સફળ ગણાયા છે. તાન્ગ…

વધુ વાંચો >

વૂડ, ગ્રાન્ટ

વૂડ, ગ્રાન્ટ (જ. 13 ફેબ્રુઆરી 1892, એનામોસા નજીક, આયોવા, અમેરિકા; અ. 12 ફેબ્રુઆરી 1942, આયોવા સિટી, આયોવા, અમેરિકા) : અમેરિકન ચિત્રકાર. વૂડ પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં વિમાનો, ટકો, લશ્કરી છાવણીના તંબુઓ તથા નૌકાઓને દુશ્મનોની નજરોથી બચાવવા માટે આસપાસના પર્યાવરણમાં ભેળવી દેવાનું રંગકામ (camouflage) કરતો. એ પછી 1923માં તેમણે એક વરસ માટે ઉચ્ચ…

વધુ વાંચો >

વેનેત્ઝિયાનો, ડૉમેનિકો [(Veneziano, Domenico)

વેનેત્ઝિયાનો, ડૉમેનિકો [(Veneziano, Domenico) (જ. સંભવત: 1410, વેનિસ, ઇટાલી; અ. સંભવત: 1461, ઇટાલી)] : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. એના જીવન વિશે પ્રમાણભૂત માહિતી ખૂબ ઓછી મળે છે. શરૂઆતથી જ એ ફ્લૉરેન્સ આવી વસેલો. ચિત્ર ‘મૅડોના ઍન્ડ ચાઇલ્ડ વિથ સેન્ટ’ એની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. તેમાં કમાનોની નીચે સ્તંભમાળા વચ્ચે બેઠેલી મૅડોના (માતા…

વધુ વાંચો >

વૅન્ડર્લીન, જૉન

વૅન્ડર્લીન, જૉન (જ. 1775, અમેરિકા; અ. 1852, અમેરિકા) : અમેરિકન રંગદર્શી ચિત્રકાર. મૂળ બ્રિટિશ કુળના અમેરિકન રંગદર્શી ચિત્રકાર પાસે તેણે ચિત્રકલાની તાલીમ લીધી. વેસ્ટની અને વેસ્ટના એક બીજા શિષ્ય એફ. બી. મોર્સ સાથે તેણે યુરોપનો પ્રવાસ કર્યો. અહીં યુરોપયાત્રા દરમિયાન જ વૅન્ડર્લીને 1812માં ‘એરિયાન્ડે અસ્લીપ ઑન ધી આઇલૅન્ડ ઑવ્ નાકસોસ’…

વધુ વાંચો >