ચિત્રકલા

લૅસ્નિગ, મારિયા

લૅસ્નિગ, મારિયા (જ. 1919, કાર્ન્ટેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન મહિલા-ચિત્રકાર. છ વરસની ઉંમરે ક્લાગનફુર્ટ નગરમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. મેટ્રિક પછી શિક્ષિકા બનવા માટેની તાલીમ મેળવી. 1940થી 1941 સુધી મેટ્નીટ્ઝલમાં આવેલી સિંગલ ક્લાસ માઉન્ટન સ્કૂલમાં અધ્યાપન કર્યું. 1941માં એ છોડીને વિયેના ખાતેની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પ્રો. ડેશોર પાસે ચિત્રકલાનો…

વધુ વાંચો >

લૉખ્નર, સ્ટેફાન

લૉખ્નર, સ્ટેફાન (જ. 1400 આશરે, મીસ્બર્ગ, જર્મની; અ. 1451, કૉલોન, જર્મની) : કૉલોન શાખાનો સૌથી વધુ પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ગૉથિક ચિત્રકાર. એના પ્રારંભિક જીવન વિશેની કોઈ માહિતી મળતી નથી, પણ એવું અનુમાન કરવામાં આવે છે કે નેધરલૅન્ડ્ઝમાં રૉબર્ટ કૅમ્પિન નામના ચિત્રકાર પાસે તેણે તાલીમ લીધી હશે. લૉખ્નરના પ્રારંભિક ચિત્ર ‘સેંટ…

વધુ વાંચો >

લૉટો, લૉરેન્ઝો (Lotto, Lorenzo)

લૉટો, લૉરેન્ઝો (Lotto, Lorenzo) (જ. આશરે 1480, વેનિસ, ઇટાલી; અ. 1556, લોરેટો, ઇટાલી) : ધાર્મિક વિષયોનાં રહસ્યમય ચિત્રો તેમજ મનોગતને નિરૂપતાં વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો રેનેસાંસ ચિત્રકાર. વેનિસના ચિત્રકારો જિયોવાની બેલિની અને ઍન્તોનેલો દા મૅસિનાનો તેની પર પ્રારંભમાં પ્રભાવ પડ્યો, પણ પછી તેણે એ પ્રભાવને ખંખેરી કાઢી રફાયેલનો પ્રભાવ ઝીલ્યો.…

વધુ વાંચો >

લૉન્ગી, પિયેત્રો

લૉન્ગી, પિયેત્રો (જ. 1702, વેનિસ, ઇટાલી; અ. 8 મે 1785, વેનિસ, ઇટાલી) : વેનિસ નગરના ઘરગથ્થુ અને સામાજિક જીવનને ચિત્રિત કરવા માટે જાણીતો રોકોકો શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. મૂળ નામ પિયેત્રો ફાલ્ચા. ચોકસી પિતાએ તેને ચોકસીનો કસબ શિખવાડવા માટે ઘણી મથામણો કરી, પણ તે બધી નિષ્ફળ જતાં ઐતિહાસિક પ્રસંગો ચીતરવા માટે…

વધુ વાંચો >

લૉન્ગો, રૉબર્ટ

લૉન્ગો, રૉબર્ટ (જ. 1953, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. પૉપકલા તેનું ક્ષેત્ર છે. ફિલ્મ, ટીવી, કૉમિક સ્ટ્રિપ, સ્થિર ફોટોગ્રાફ જેવાં લોકભોગ્ય માધ્યમોમાંથી દૃશ્યો ઉઠાવી તે મોટા કદની નકલો ચીતરે છે. વિષયપસંદગીમાં હિંસાનું તાંડવ, પ્રેમ, સેક્સ, નૃત્ય જેવા ભાવો તેને મનગમતા છે. લાકડું, ધાતુકાંસું અને કાચમાંથી તેણે શિલ્પો પણ સર્જ્યાં છે.…

વધુ વાંચો >

લૉમેત્ઝો, જિયોવાની પાઓલો

લૉમેત્ઝો, જિયોવાની પાઓલો (જ. 1538, મિલાન, ઇટાલી; અ. 1600) : મેનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર અને કલા-ભાષ્યકાર. મેનરિસ્ટ ચિત્રકાર ગ્વોદેન્ઝિયો ફેરારી પાસે તેણે તાલીમ લીધેલી. 1517માં તેત્રીસ વરસની ઉંમરે તે અંધ થઈ જતાં તેની ચિત્રકાર તરીકેની કારકિર્દીનો અંત આવી ગયો. પછીની જિંદગી તેણે કલાના સિદ્ધાંતો પર વિચારણા કરવામાં ગાળી; જેના પરિપાક…

વધુ વાંચો >

લૉરી, એલ. એસ.

લૉરી, એલ. એસ. (જ. 1887, માન્ચેસ્ટર, બ્રિટન; અ. 1976, માન્ચેસ્ટર, બ્રિટન) : આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની એકવિધ નીરસ જિંદગીની વ્યર્થતાને તાદૃશ કરનાર બ્રિટિશ ચિત્રકાર. બ્રિટિશ ગંદી ઝૂંપડપટ્ટીઓ અને ઔદ્યોગિક વસાહતો તથા કારખાનાં એની કલાના આજીવન વિષય રહેલાં. તેમાં એકસરખી દીવાસળીઓ જેવી વ્યક્તિત્વહીન માનવઆકૃતિઓ ઊંધું ઘાલીને મજૂરી કરતી અથવા તો કામના સ્થળે…

વધુ વાંચો >

લૉરેઇં, ક્લૉદ ગેલી

લૉરેઇં, ક્લૉદ ગેલી (જ. 1600, લૉરેઇં, ફ્રાંસ; અ. 1682, રોમ, ઇટાલી) : ફ્રેંચ બરોક-ચિત્રકાર. કારકિર્દીનો પ્રારંભ તેણે બ્રેડ અને કેક રાંધનારા પેસ્ટ્રીકૂક તરીકે કરેલો. 1613માં તેણે ઇટાલી જઈ   નિસર્ગ-ચિત્રકાર એગૉસ્તીનો તાસી પાસે કલાની તાલીમ લેવી શરૂ કરી. 1618થી 1620 સુધી તે નેપલ્સમાં રહ્યો અને 1620થી તાસીના મદદનીશ તરીકે રોમમાં સ્થિર…

વધુ વાંચો >

લૉરેન્ઝેતી, એમ્બ્રોજિયો

લૉરેન્ઝેતી, એમ્બ્રોજિયો (જ. આશરે 1290, સિયેના, ઇટાલી; અ. 1348, ઇટાલી) : ઇટાલિયન ગૉથિક ચિત્રકાર. ગોથિક ચિત્રકલાની સિયેનીઝ શાખાની ત્રિપુટીમાં એનું સ્થાન સિમોની માર્તિની અને ડુચિયોની સાથે છે. એણે ચીતરેલાંમાંથી માત્ર છ જ ચિત્રો બચ્યાં છે. એ ચિત્રો તેર વરસના ગાળામાં ચીતરાયેલાં છે. આ ચિત્રોમાં ફ્લૉરેન્સના ઉફીત્ઝી મ્યુઝિયમમાંનાં 1,332માં ચિત્રિત ‘સેંટ…

વધુ વાંચો >

લૉરેન્ઝેતી, પિયેત્રો

લૉરેન્ઝેતી, પિયેત્રો (જ. આશરે 1290પછી, સિયેના ?, ઇટાલી; અ. આશરે 1349, સિયેના, ઇટાલી) (કાર્યશીલ સમય 1306થી 1345) : સિયેનીઝ શાખાનો ગૉથિક ચિત્રકાર. એ ડુચિયોનો શિષ્ય હતો તેવું આજે માનવામાં આવે છે; કારણ કે ડુચિયોની માફક તેનાં ચિત્રોમાં પણ લાવણ્યમય રેખાઓ જોવા મળે છે. એના જીવન અંગેની જૂજ માહિતી મળે છે.…

વધુ વાંચો >