લૉન્ગો, રૉબર્ટ (જ. 1953, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. પૉપકલા તેનું ક્ષેત્ર છે. ફિલ્મ, ટીવી, કૉમિક સ્ટ્રિપ, સ્થિર ફોટોગ્રાફ જેવાં લોકભોગ્ય માધ્યમોમાંથી દૃશ્યો ઉઠાવી તે મોટા કદની નકલો ચીતરે છે. વિષયપસંદગીમાં હિંસાનું તાંડવ, પ્રેમ, સેક્સ, નૃત્ય જેવા ભાવો તેને મનગમતા છે. લાકડું, ધાતુકાંસું અને કાચમાંથી તેણે શિલ્પો પણ સર્જ્યાં છે. એની ચિત્રશ્રેણી ‘મૅન ઇન ધ સિરીઝ’ ઘણી પ્રસિદ્ધ છે.

અમિતાભ મડિયા