ચિત્રકલા
રૉય, ઇન્દ્રપ્રમિત
રૉય, ઇન્દ્રપ્રમિત (જ. 1964, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાંતિનિકેતનમાંથી ચિત્રકલાના સ્નાતક થયા પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વધુ બે વરસ અભ્યાસ કરી ચિત્રકલામાં અનુસ્નાતક ઉપાધિ મેળવી. આ પછી લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ એક વર્ષ ચિત્રકલાનો અભ્યાસ કરી ચિત્રકલાનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો.…
વધુ વાંચો >રૉય, જામિની
રૉય, જામિની (જ. 1887, બંગાળ; અ. 1972, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય યુગપ્રવર્તક ચિત્રકાર. બંગાળી જાગીરદાર કુટુંબમાં જન્મ. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં વિદ્યાર્થી તરીકે જોડાયા. કારકિર્દીના પ્રારંભે તેઓ તત્કાલીન પ્રવર્તમાન યુરોપીય ઍકેડેમિક શૈલીની ગાઢ અસર નીચે હતા, પણ તે અસર તુરત જ દૂર થઈ.…
વધુ વાંચો >રૉરિક, નિકોલસ
રૉરિક, નિકોલસ (જ. 10 ઑક્ટોબર 1874, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 13 ડિસેમ્બર 1947, કુલુ, ભારત) : હિમાલયના નિસર્ગને ચીતરવા માટે ખ્યાતિ પામનાર રશિયન ચિત્રકાર. પિતા ફ્યોદોર ઇવાનોવિચ મૂળ આઇસલૅન્ડિક વાઇકિંગ(ચાંચિયા)ના વંશજ હતા. માતાનું નામ મારિયા વાસિલિયેના કાલાશ્નિકોવા. 1883માં સેન્ટ પીટર્સબર્ગની કૉલેજ ઑવ્ કે. માઈમાં કાયદાનો અભ્યાસ કરવા નિકોલસ દાખલ થયા.…
વધુ વાંચો >રોલૅન્ડસન, ટૉમસ (Rowlandson, Thomas)
રોલૅન્ડસન, ટૉમસ (Rowlandson, Thomas) (જ. જુલાઈ 1756, ઓલ્ડ જૂરી, લંડન, બ્રિટન; અ. 22 એપ્રિલ 1827, લંડન, બ્રિટન) : અઢારમી સદીના બ્રિટિશ સમાજ પર વ્યંગના તીખા ચાબખા મારનાર બ્રિટિશ ચિત્રકારવ્યંગ્યચિત્રકાર. પિતા વેપારી હતા. 14 વરસની ઉંમરે તાલીમાર્થે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં જોડાયા. 16 વરસની ઉંમરે વધુ અભ્યાસ માટે પૅરિસ ગયા.…
વધુ વાંચો >રૉલ્ફ્સ, ક્રિશ્ચિયન
રૉલ્ફ્સ, ક્રિશ્ચિયન (જ. 1849, નિન્ડૉર્ફ, જર્મની; અ. 1938, હાગેન, જર્મની) : અભિવ્યક્તિવાદી જર્મન ચિત્રકાર. 1870માં જર્મનીની વાઇમર અકાદમીમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન વાસ્તવ-આભાસી નિસર્ગદૃશ્યોનું આલેખન કર્યું. અભ્યાસ પૂરો કર્યા પછી 1884 સુધી તેઓ વાઇમરમાં જ રહ્યા. 1900માં તેમને કલાના સંગ્રાહક ઑસ્થેયસનો ભેટો થયો અને તેમની સાથે મિત્રતા થઈ.…
વધુ વાંચો >રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial)
રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial) (જ. 12 મે 1828, લંડન, બ્રિટન; અ. 9 એપ્રિલ 1882, કેન્ટ, બ્રિટન) : ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહૂડ’ નામના ચિત્રકાર-સંગઠનના સ્થાપક અંગ્રેજ ચિત્રકાર અને કવિ. કિંગ્સ કૉલેજમાં 1836થી 1841 સુધી જળરંગી ચિત્રકાર જૉન સેલ કોટમેન પાસે ચિત્રકલાની તાલીમ લીધી. એ પછી છેક 1845 સુધી સેન્ટ્રલ લંડનમાં બ્લૂમ્સ્બરી…
વધુ વાંચો >રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો
રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો (જ. 8 માર્ચ 1495, ફ્લૉરેન્સ; અ. 14 નવેમ્બર 1540, પૅરિસ) : રીતિવાદી શૈલીના ઇટાલિયન ચિત્રકાર. તેમનાં અન્ય નામો છે રૉસો ફિયૉરેન્તિનો અને ઇલ રૉસો. આન્દ્રે દેલ સાર્તોના સ્ટુડિયોમાં રૉસોએ ચિત્રકલાની પ્રારંભિક તાલીમ મેળવી. આ દરમિયાન તેમના સમકાલીન ચિત્રકાર પૉન્ટૉર્મો પણ તેમના સહાધ્યાયી હતા. આ તાલીમ…
વધુ વાંચો >લક્ષ્મણ, આર. કે.
લક્ષ્મણ, આર. કે. (જ. 1927, મૈસૂર) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યંગચિત્રકાર. આખું નામ રાસીપુરમ કૃષ્ણસ્વામી લક્ષ્મણ. આર. કે. લક્ષ્મણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મૈસૂરમાં જ લીધું હતું. મૈસૂર યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમના મોટા ભાઈ અને સુપ્રસિદ્ધ લેખક આર. કે. નારાયણની વાર્તાઓ માટે આર. કે. લક્ષ્મણ વ્યક્તિચિત્રો દોરતા હતા. પરંતુ પિતા…
વધુ વાંચો >લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles)
લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles) (જ. 24 ફેબ્રુઆરી 1619, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 169૦, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજા લુઈ ચૌદમાના પ્રિય દરબારી ચિત્રકાર અને ડિઝાઇનર. રાજા લુઈ ચૌદમાના ત્રણ દસકાના રાજ દરમિયાન ચિત્રો કરવા ઉપરાંત એ રાજા માટે તૈયાર કરાવવામાં આવતાં શિલ્પો તથા અન્ય શણગારાત્મક વસ્તુઓની દોરવણી…
વધુ વાંચો >લાઑકૂન (અલ ગ્રેકો)
લાઑકૂન (અલ ગ્રેકો) [Laocoon (1604 થી 1614)] : વિખ્યાત સ્પૅનિશ ચિત્રકાર અલ ગ્રેકો દ્વારા 1604થી 1614 સુધીમાં ચિત્રિત જગમશહૂર ચિત્ર. 1506માં મળી આવેલા પ્રાચીન ગ્રીક શિલ્પ ‘લાઑકૂન’ પરથી અલ ગ્રેકોને આ ચિત્ર માટે પ્રેરણા મળેલી. પ્રાચીન ગ્રીક નગર ટ્રૉય ખાતેના એપૉલોના મંદિરના પાદરી/પૂજારી લાઑકૂને મંદિરને ભ્રષ્ટ કર્યું તથા વધારામાં લાઑકૂન…
વધુ વાંચો >