ચિત્રકલા

બ્રાક, જ્યૉર્જ

બ્રાક, જ્યૉર્જ (જ. 13 મે 1882; અ. 31 ઑગસ્ટ 1963) : પિકાસોના સહયોગમાં ઘનવાદની સ્થાપના કરનાર ફ્રેંચ ચિત્રકાર. લ હાર્વેની સ્થાનિક કળાશાળામાં શિક્ષણ લીધા પછી બ્રાક 1900માં પૅરિસ ગયા. અહીં 1904 સુધી ‘ઇકોલે દ બ્યુ આર્ત્સ’ તથા ‘અકાદમી હમ્બર્ત’માં અભ્યાસ કર્યો. 1902થી 1905 સુધીનાં તેમનાં ચિત્રોમાં પ્રભાવવાદની અસર જોવા મળે…

વધુ વાંચો >

બ્રૂક, ડી

બ્રૂક, ડી (1905–1913) : જર્મનીની કળાક્ષેત્રની અભિવ્યક્તિવાદી ચળવળ. ઍરિક હેકલ, લુડવિગ, કર્ખનર, કાર્લ શ્મિટ–રૉટલૂફ તથા ફ્રિટ્ઝ બ્લિલ તેના સ્થાપક-ચિત્રકારો હતા. પછીથી મૅક્સ પૅખ્સ્ટિન, ઓટો મુલર, ઍક્સલ ગાલેન–કાલેલા તથા કુનો ઍમિટ તથા થોડો સમય માટે એમિલ નૉલ્ડે તેમાં જોડાયા. ડી બ્રૂક એટલે સેતુ. આ ચળવળનો હેતુ મધ્યકાલીન જર્મન કલાનો આધુનિક કલા…

વધુ વાંચો >

બ્રૂગલ, પીટર

બ્રૂગલ, પીટર (જ. 1525, સંભવત: બ્રેડા, નેધરલૅન્ડ્ઝ; અ. 1569, બ્રસેલ્સ, બેલ્જિયમ) : નેધરલૅન્ડ્ઝના ચિત્રકાર. રેમ્બ્રાં અને રુબેન્સની સાથે બ્રૂગલની ગણના નેધરલૅન્ડ્ઝના 3 મહાન ચિત્રકારોમાં થાય છે. નિસર્ગનું એક સ્વયંસંપૂર્ણ સ્વતંત્ર વિષય તરીકે ચિત્રમાં નિરૂપણ કરવાનો આરંભ કરનાર ચિત્રકારોમાં તેમની પણ ગણના થાય છે. આ ઉપરાંત રોજિંદી ક્ષુલ્લક ક્રિયાઓનાં અને ખેડૂત…

વધુ વાંચો >

બ્રોન્ઝિનો, ઍન્યોલો

બ્રોન્ઝિનો, ઍન્યોલો (જ. 1503, મોન્તિચેલ્લી, ઇટાલી; અ. 1572, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇટાલીના રીતિવાદી ચિત્રકાર. તેઓ વ્યક્તિચિત્રો અને પુરાણકથાઓનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા હતા. રીતિવાદી ચિત્રકાર જેકોપો દ પૉન્તોર્મોના તેઓ શિષ્ય હતા. રફેલ તથા માઇકલૅન્જેલોની લઢણો તેમણે અપનાવી હતી અને પોતાની તેજસ્વી શૈલી વિકસાવી હતી. તુસ્કનીના ડ્યૂક કોસિયો દિ મેડિચીના દરબારના…

વધુ વાંચો >

બ્લૅક, ક્વેન્ટિન

બ્લૅક, ક્વેન્ટિન (જ. 1932, સેકસ્બી, લંડન) : બાળકો માટેના લેખક અને ચિત્રાંકનકાર (illustrator). પ્રારંભમાં તેમણે કેમ્બ્રિજ ખાતે અંગ્રેજીનો અભ્યાસ કર્યો. ત્યારપછી તેઓ ધંધાદારી ચિત્રાંકનકાર બન્યા. એ રીતે તે ‘પંચ’ તથા અન્ય જાણીતાં સામયિકો માટે કાર્ટૂન-ચિત્રો દોરવાનું કાર્ય સંભાળતા રહ્યા. રસેલ હૉબર્ન, રૉલ્ડ ડેલ અને અન્ય બાલલેખકોનાં પુસ્તકોમાંનાં તેમનાં ચિત્રાંકનો ભારે…

વધુ વાંચો >

બ્લેક વિલિયમ

બ્લેક વિલિયમ (જ. 28 નવેમ્બર 1757, લંડન; અ. 12 ઑગસ્ટ 1827) : કવિ, ચિત્રકાર, ધાતુ પર કલાકૃતિઓ કોતરનાર, સ્વપ્નદ્રષ્ટા. જીવનકાળ દરમિયાન તેની અવગણના થયેલી. તેને જાણતા કવિઓ અને ચિત્રકારો તેને ગાંડોઘેલો ગણતા. તેના મરણનાં સો વર્ષ બાદ તેનાં કાવ્યો અને ચિત્રોની કદર થઈ. ભાવિને જોઈ-પરખી શકવાની એનામાં કુદરતી ર્દષ્ટિ હતી.…

વધુ વાંચો >

ભગત, વજુભાઈ

ભગત, વજુભાઈ (જ. 1915, લાઠી, ભાવનગર જિલ્લો, ગુજરાત; અ. 1985) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકાર જગન્નાથ અહિવાસી પાસે કલા-અભ્યાસ કરી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ દરમિયાન તેમણે ભીંતચિત્રની ટૅક્નીકનો પણ પરિચય મેળવી લીધેલો. અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈમાં ચિત્રકાર અને ભીંતચિત્રકાર તરીકે કારકિર્દી…

વધુ વાંચો >

ભટ્ટ, કૃષ્ણલાલ

ભટ્ટ, કૃષ્ણલાલ (જ. 1 જુલાઈ 1905, કાલાવાડ; અ. 5 જાન્યુઆરી 1990) : ગુજરાતના ચિત્રકાર. ઉછેર અને શાળાકીય શિક્ષણ અમદાવાદમાં. શાળાના અભ્યાસ દરમિયાન વ્યાયામની લગની લાગી અને તેઓ ‘નવજીવનના અખાડા’ તરીકે જાણીતી સારંગપુર સાર્વજનિક વ્યાયામશાળામાં જોડાયા અને પ્રસિદ્ધ વ્યાયામવીર અંબુભાઈ પુરાણીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. અંબુભાઈએ કૃષ્ણલાલની ચિત્રકામ માટેની વૃત્તિ જોઈ રવિશંકર…

વધુ વાંચો >

ભટ્ટ, જ્યોતિ માનભાઈ

ભટ્ટ, જ્યોતિ માનભાઈ (જ. 1934, ભાવનગર, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર, ફોટોગ્રાફર, મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત તથા કલાશિક્ષક. ભાવનગરના સંનિષ્ઠ સામાજિક કાર્યકર માનભાઈ ભટ્ટના તેઓ પુત્ર. જ્યોતિભાઈનું શાળાશિક્ષણ દક્ષિણામૂર્તિ બાલમંદિર તથા ઘરશાળામાં થયું. ત્યાં જ પ્રારંભમાં સોમાલાલ શાહ પાસે (1942થી 1944) અને જગુભાઈ શાહ પાસે (1945થી 1949) ચિત્રકળાની તાલીમ લીધી. ભાવનગરના અભ્યાસકાળ…

વધુ વાંચો >

ભટ્ટ, માર્કંડ

ભટ્ટ, માર્કંડ (જ. 1915, ભાવનગર, ગુજરાત; અ. 5 ફેબ્રુઆરી 2016, વડોદરા) : ગુજરાતના કલાગુરુ અને ચિત્રકાર. ભારતનાં કલા-મહાવિદ્યાલયોમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવનાર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સને વિકસાવવામાં તેમણે પાયાના સ્તરે સિંહફાળો આપેલ છે. 1927થી 1933 દરમિયાન ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થામાં સોમાલાલ શાહના હાથ નીચે ચિત્રકલામાં…

વધુ વાંચો >