ચિત્રકલા

ડલાક્વા, યુજિન

ડલાક્વા, યુજિન : જુઓ, યૂજિન દેલાકૂવા (Eugene Delacroix).

વધુ વાંચો >

ડાલી, સૅલ્વડૉર

ડાલી, સૅલ્વડૉર (જ. 11 મે, 1904, ફિગરસ, સ્પેન; અ. 23 જાન્યુઆરી, 1989, ફિગરસ, સ્પેન) : સ્પેનના ક્યૂબિસ્ટ ચિત્રકાર. માડ્રિડમાં એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યા પછી 1928માં પૅરિસ ગયા. ત્યાં બ્રેટન જેવા અગ્રણીએ તેમને સરરિયલિસ્ટ જૂથમાં આવકાર આપ્યો (1929). પરંતુ માર્કસવાદી સંબંધોનો અસ્વીકાર કરવા બદલ બ્રેટને જ તેમની હકાલપટ્ટી કરી.…

વધુ વાંચો >

ડિક્સ, ઑટો

ડિક્સ, ઑટો (Dix, Otto) (જ. 1891, ગેરા નજીક ઉન્ટેર્હાર્મ્હોસ, જર્મની; અ. 1969, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1905થી 1909 સુધી શોભનશૈલીના ચિત્રકાર તરીકે કામ કર્યું. 1909થી 1914 દરમિયાન ડ્રેસ્ડનની કલાશાળામાં અભ્યાસ કર્યો. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં જર્મન સૈન્યમાં ભૂસેનામાં પ્રથમ હરોળમાં રણમોરચે સેવા આપી. 1919માં કલાજૂથ ‘ડ્રેસ્ડન સેસેશન ગ્રૂપ’ના…

વધુ વાંચો >

ડૂશાં, માર્સેલ

ડૂશાં, માર્સેલ (જ. 28 જુલાઈ 1887, બ્લેનવિલ, ફ્રાંસ; અ. 2 ઑક્ટોબર 1968, ફ્રાંસ) : ફ્રાંસના ચિત્રકાર તથા કલાસિદ્ધાંતના પ્રણેતા. 1915માં તે ન્યૂયૉર્ક ગયા અને ન્યૂયૉર્કની દાદાવાદની કલાઝુંબેશના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા.  વળી ભવિષ્યવાદ (futurism) અને ઘનવાદ (cubism)  જેવા નવતર કલાપ્રવાહો સાથે પણ તે સંકળાયેલા હતા. તેમનાં ચિત્રોની સંખ્યા ઝાઝી…

વધુ વાંચો >

ડેવિસ, સ્ટુઅર્ટ

ડેવિસ, સ્ટુઅર્ટ (જ. 7 ડિસેમ્બર 1894, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 24 જૂન 1964 ન્યૂયૉર્ક) : ચિત્રકાર અને ગ્રાફિક કલાકાર. 1910થી 1913 દરમિયાન રૉબર્ટ હેનરી પાસે કલાનો અભ્યાસ કર્યો. જૉન સ્લોઅન સાથે ‘ધ માસિઝ’ નામના ડાબેરી સામયિકમાં ચિત્રકાર તરીકે કામગીરી બજાવી. ‘ધ આર્મરી શો’ નામની કૃતિ પછી તે ફ્રાન્સમાંના ‘આવાં ગાર્દ’ કલાપ્રવાહ…

વધુ વાંચો >

ડ્યૂરર, આલ્બ્રેટ

ડ્યૂરર, આલ્બ્રેટ (જ. 21 મે 1471, ન્યૂરેમ્બર્ગ, જર્મની; અ. 6 એપ્રિલ 1528, ન્યૂરેમ્બર્ગ) : જર્મન રેનેસાંના અગ્રણી ચિત્રકાર તથા એન્ગ્રેવર. માઇકલ વૉલગેમટ (1434–1519) પાસેથી કલાની તાલીમ પામ્યા. ઇટાલિયન રેનેસાંના કલાવિષયક ખ્યાલો તથા ચિત્રાકૃતિઓથી તે ભારે પ્રભાવિત થયા હતા. પરિદર્શન (perspective) તથા પ્રમાણબદ્ધતા જેવાં ચિત્રકલાનાં વૈજ્ઞાનિક પાસાં અને પ્રશ્નોમાં તેમને ભારે…

વધુ વાંચો >

ઢગટ, નવીન અંબાલાલ

ઢગટ, નવીન અંબાલાલ (જ. 12 જાન્યુઆરી 1949, નડિયાદ, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. માતાનું નામ શાંતાબહેન. પત્નીનું નામ ગીતાબહેન, જેમની સાથે તેમણે 1985માં લગ્ન કરેલાં. નડિયાદમાં શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ડ્રૉઇંગ ટીચરનું સર્ટિફિકેટ (DTC) પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત,…

વધુ વાંચો >

તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ)

તાંત્રિક કલા (ચિત્ર અને શિલ્પ) : મધ્યયુગના ભારત, નેપાળ, તિબેટ, ભૂતાન, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, લાઓસ અને થાઇલૅન્ડના કાપાલિકો, અઘોરીઓ અને હઠયોગીઓ માટે યૌન-પ્રતીકોના ઉપયોગથી સર્જાયેલી કલા. મૂળમાં હિંદુ તાંત્રિકો માટે અસ્તિત્વમાં આવેલી આ કલા પછીથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પણ અપનાવી. શિવમંદિરમાં પેસતા જોવા મળતા યોનિ આકારના પાત્રમાં ખોડેલા ઉત્થાન પામેલ…

વધુ વાંચો >

તૈલચિત્ર

તૈલચિત્ર : તેલમિશ્રિત રંગો વડે ચિત્રો કરવાની કળા. તૈલચિત્રની પ્રથા સૌપ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પંદરમી સદીમાં બેલ્જિયમમાં વિકસી. તૈલરંગો વડે સૌપ્રથમ આલેખન કરનારા ચિત્રકારોમાં ઇયાન વાન આઇક (JAN VAN EYCK) છે. તેનો શ્રેણીબદ્ધ વિકાસ યુરોપમાં નવજાગરણ કાળ દરમિયાન પંદરમી સદીમાં થયો. તૈલચિત્રના ઉદભવ અને વિકાસમાં વાસ્તવદર્શી વલણ કારણભૂત છે; આ વલણ…

વધુ વાંચો >

દગા, એડગર

દગા, એડગર (જ. 19 જુલાઈ 1834, પૅરિસ; અ. 27 સપ્ટેમ્બર 1917, પૅરિસ) : ફ્રેન્ચ ચિત્રકાર. પૂરું નામ હિલેર જર્મેન એડગર દગા. ધનિક કુટુંબમાં જન્મ. દગાએ રૂઢિવાદી ચિત્રકાર આંગ્ર(Ingres)ના વિદ્યાર્થી લૅમોથ હેઠળ પૅરિસની એકૅડેમી ઑવ્ ફાઇન આટર્સમાં અભ્યાસ આરંભ્યો (1855). યુવાચિત્રકાર તરીકે તેમને પણ ફ્રાન્સની ભવ્ય પ્રણાલી મુજબ ઇતિહાસ વિષયના ચિત્રકાર…

વધુ વાંચો >