ચલચિત્ર
શૈલેન્દ્ર
શૈલેન્દ્ર (જ. 30 ઑગસ્ટ 1923, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 14 ડિસેમ્બર 1966, મુંબઈ) : ગીતકાર તથા ચલચિત્રનિર્માતા. મૂળ નામ શંકરસિંહ. પિતા કેશરીલાલ સિંહ બ્રિટિશ સેનામાં કૅન્ટીન-મૅનેજર હતા. તેઓ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના વતની હતા. દલિત હોવાને કારણે સ્થાનિક જમીનદારોના ત્રાસથી વાજ આવીને કેશરીસિંહે રાવલપિંડીમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને…
વધુ વાંચો >શોલે
શોલે : ભારતમાં ખૂબ લોકપ્રિય બનેલું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1975. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : સિપ્પી ફિલ્મ્સ. નિર્માતા : જી. પી. સિપ્પી. દિગ્દર્શક : રમેશ સિપ્પી. કથા-પટકથા : સલીમ જાવેદ. ગીતકાર : આનંદ બક્ષી. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : આર. ડી. બર્મન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, હેમા માલિની,…
વધુ વાંચો >‘શ્યામચી આઇ’ (ચલચિત્ર)
‘શ્યામચી આઇ’ (ચલચિત્ર) : રાષ્ટ્રપતિ ચંદ્રક-વિજેતા મરાઠી ચલચિત્ર. ભારતમાં જે વર્ષે શાસકીય ધોરણે વર્ષ દરમિયાનના સર્વોત્તમ કથાચિત્રને રાષ્ટ્રપતિ ચંદ્રક દ્વારા પુરસ્કૃત કરવાની પ્રથા દાખલ થઈ તે જ વર્ષે (1954) અત્રે પિક્ચર્સ દ્વારા નિર્મિત આ મરાઠી કથાચિત્રને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ચલચિત્ર વિખ્યાત સ્વાતંત્ર્ય-સેનાની તથા સામાજિક સુધારણાના ભેખધારી…
વધુ વાંચો >શ્રી 420
શ્રી 420 : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1955. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : આર. કે. ફિલ્મ્સ. દિગ્દર્શન : રાજકપૂર. કથા : કે. એ. અબ્બાસ. પટકથા : કે. એ. અબ્બાસ, વી. પી. સાઠે. ગીતકાર : શૈલેન્દ્ર, હસરત જયપુરી. છબિકલા : રાધુ કરમાકર. સંગીત : શંકર-જયકિશન. મુખ્ય કલાકારો : રાજકપૂર,…
વધુ વાંચો >શ્રીદેવી
શ્રીદેવી (જ. 13 ઑગસ્ટ 1963, શિવાકાશી, તામિલનાડુ) : અભિનેત્રી. તમિળ, તેલુગુ અને હિંદીભાષી ચિત્રોમાં ભારે વ્યાવસાયિક સફળતા મેળવનાર અભિનેત્રી. તેમનું મૂળ નામ શ્રીઅમ્મા યંગર હતું. હિંદી ચિત્રોમાં તેમણે મોડો પ્રવેશ કર્યો હતો, પણ કિશોરવયમાં તેમનું પ્રથમ હિંદી ચિત્ર ‘જુલી’ હતું. માત્ર ચાર જ વર્ષની ઉંમરે શિવાજી ગણેશનના તમિળ ચિત્ર ‘કંદન…
વધુ વાંચો >શ્રી સાઉન્ડ સ્ટુડિયો
શ્રી સાઉન્ડ સ્ટુડિયો : મુંબઈના દાદર રેલવે-સ્ટેશન પાસે આવેલા એક તબેલાની જગ્યા પર ઊભો થયેલો ચલચિત્રનિર્માણ એકમ. તેના માલિક હતા શેઠ ગોકુલદાસ પાસ્તા. એક વાર એ સમયના પ્રતિષ્ઠિત નિર્માતા સરદાર ચંદુલાલ શાહે આ જગ્યા પર તેમના એક ચિત્રનું શૂટિંગ કરવા દેવાની રજા માંગી હતી. તે પછી આ જગ્યાએ નિયમિતપણે ફિલ્મોનાં…
વધુ વાંચો >શ્વાસ (ચલચિત્ર)
શ્વાસ (ચલચિત્ર) : વર્ષ 2004ના સર્વોત્કૃષ્ટ કથાચિત્ર માટેના રાષ્ટ્રપતિ-ચંદ્રકનું વિજેતા મરાઠી ચલચિત્ર. અંગ્રેજી સિવાયની ભાષાઓ(foreign films category)માં વિશ્વસ્તરે નિર્માણ થયેલાં ચલચિત્રોની શ્રેણીમાં ઑસ્કર પારિતોષિક-સ્પર્ધા માટે ભારતીય ચલચિત્રોમાંથી તેની પસંદગી (nomination) થઈ હતી. નિર્માણ-વર્ષ : 2004. નિર્માતા : અરુણ નલવડે. ચલચિત્રની ભાષા : મરાઠી. દિગ્દર્શક : સંદીપ સાવંત. મુખ્ય ભૂમિકા :…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સથ્યુ, એમ. એસ.
સથ્યુ, એમ. એસ. (જ. 6 જુલાઈ 1930, મૈસૂર, કર્ણાટક) : નાટકો અને ચલચિત્રોના દિગ્દર્શક, રંગમંચના સેટ-ડિઝાઇનર. ડાબેરી વિચારસરણી ધરાવતા એમ. એસ. સથ્યુએ દેશના ભાગલા વખતે પાકિસ્તાન જતા રહેવા ઇચ્છતા એક મુસ્લિમ પરિવારના વડાની મન:સ્થિતિ આલેખતું ચિત્ર ‘ગરમ હવા’ (1974) બનાવ્યું હતું, જે આ પ્રકારના વિષય પર બનેલાં ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની…
વધુ વાંચો >સમર્થ, શોભના
સમર્થ, શોભના (જ. 17 નવેમ્બર 1916, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી 2000) : હિંદી ચલચિત્રની જાણીતી અભિનેત્રી. મૂળ નામ સરોજ શિલોત્રી. પિતા પી. એસ. શિલોત્રી, માતા રતનબાઈ. પિતાનું અવસાન થતાં મામા જયંતે તેમના પરિવારને ટેકો આપ્યો. મામાની એક પુત્રીએ પણ સમય જતાં નલિની જયવંત નામે અભિનયક્ષેત્રે ખ્યાતિ મેળવી. સરોજે ‘શોભના સમર્થ’…
વધુ વાંચો >