ચલચિત્ર

રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન

રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન (જ. 1888, હલ, ઇંગ્લૅન્ડ; અ. 1972) : બ્રિટનના ચલચિત્ર-જગતના એક પ્રભાવશાળી અગ્રેસર. શરૂઆતમાં તેઓ પિતાની આટા મિલના ધીકતા ધંધામાં જોડાયા. ત્યાં કામ કરવાની  સાથોસાથ તેઓ દર રવિવારની મેથડિસ્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપવા જતા. એ કામગીરી દરમિયાન તેમને એવી પ્રતીતિ થઈ કે ગૉસ્પેલના સંદેશાનો વ્યાપક…

વધુ વાંચો >

રેન્વા, ઝ્યાં

રેન્વા, ઝ્યાં (જ. 15 સપ્ટેમ્બર 1894, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 1979, હૉલિવુડ, અમેરિકા) : પ્રયોગશીલ ચલચિત્રસર્જક, પટકથાલેખક અને અભિનેતા. પિતા : વિખ્યાત પ્રભાવવાદી ચિત્રકાર ઑગુસ્ત રેન્વા. મેધાવી પ્રતિભા ધરાવતા ઝ્યાં રેન્વાનું બાળપણ ગામડામાં વીત્યું. તેને કારણે પ્રકૃતિ પ્રત્યેનું તેમનું આકર્ષણ તેમણે બનાવેલાં ચિત્રોમાં પણ સતત પ્રતિબિંબિત થતું રહ્યું. યુવાનીમાં…

વધુ વાંચો >

રે, મૅન (Ray, Man)

રે, મૅન (Ray, Man) (જ. 27 ઑગસ્ટ 1890, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 18 નવેમ્બર 1976, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક અમેરિકન ચિત્રકાર, ફોટોગ્રાફર અને દાદાવાદી તેમજ પરાવાસ્તવવાદી ફિલ્મ-દિગ્દર્શક. ફોટોગ્રાફી અને ફિલ્મના ક્ષેત્રે તેમણે કરેલી ટૅકનિકલ શોધો (innovation) માટે પણ તે ખ્યાતનામ છે. પિતા પણ ચિત્રકાર અને ફોટોગ્રાફર. ન્યૂયૉર્ક નગરમાં મૅનનો ઉછેર થયો…

વધુ વાંચો >

રૉજર્સ, જિંજર

રૉજર્સ, જિંજર (જ. 1911, ઇન્ડિપેન્ડન્સ, મિસૂરી; અ. 1995) : અમેરિકાનાં ફિલ્મ અભિનેત્રી. મૂળ નામ વર્જિનિયા કૅથરિન મૅકમૅથ. વ્યવસાયી કલાકાર તરીકે તેમણે 14 વર્ષની વયે એડી ફૉયના મનોરંજન કરતા વૃંદ સાથે પ્રારંભ કર્યો. 1928 સુધીમાં તેઓ પોતાના પ્રથમ પતિ જૅક પેપરની સાથે ગીત-નૃત્યકારની બેલડી તરીકે મનોરંજન પીરસતાં થયાં. રૂપેરી પડદે તેમણે…

વધુ વાંચો >

રોજા

રોજા : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1992. ભાષા : તમિળ. રંગીન. નિર્માણ-સંસ્થા : કવિતાલય પ્રોડક્શન્સ પ્રા. લિ. . દિગ્દર્શક : મણિરત્નમ્. છબિકલા : સંતોષ સિવન. સંગીત : એ. આર. રહેમાન. મુખ્ય કલાકારો : અરવિંદ, મધુ, પંકજ કપૂર, જનકરાજ, નઝર. દેશની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ ફેંકતું અને પહેલી જ વાર કાશ્મીરી આતંકવાદના…

વધુ વાંચો >

રોઝમેરિઝ બેબી

રોઝમેરિઝ બેબી : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1968. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માતા : વિલિયમ કૅસલ. પટકથા-દિગ્દર્શક : રોમન પૉલાન્સ્કી. કથા : ઇરા લેવિનની નવલકથા પર આધારિત. છબિકલા : વિલિયમ એ. ફ્રેકર. મુખ્ય કલાકારો : મિયા ફેરો, જૉન કાસાવિટેસ, રૂથ ગૉર્ડન, સિડની બ્લૅકમેર, મૉરિસ ઇવાન્સ, ચાર્લ્સ ગ્રોડિન. અંધશ્રદ્ધા અને પારલૌકિક તત્વોમાં…

વધુ વાંચો >

રોઝેલિની, રૉબર્ટો

રોઝેલિની, રૉબર્ટો (જ. 8 મે 1906, રોમ, ઇટાલી; અ. 3 જૂન 1977, રોમ) : દિગ્દર્શક. પિતા : સ્થપતિ. નવયથાર્થવાદી ફિલ્મોના પ્રવર્તક ગણાતા અને ખાસ તો બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલિયન ચિત્રોને નવજીવન આપનારા સર્જકોમાંના એક ગણાતા રોઝેલિનીએ ઓછા બજેટમાં અસરકારક ચિત્રો બનાવવાના સફળ પ્રયોગો કર્યા હતા. આવા પ્રયોગો માટે તેઓ કૅમેરા…

વધુ વાંચો >

રોટી

રોટી : ચલચિત્ર. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1942. નિર્માણ-સંસ્થા : નૅશનલ સ્ટુડિયો. દિગ્દર્શક : મેહબૂબ ખાન. કથા : આર. એસ. ચૌધરી. પટકથા : વઝાહત મિરઝા. ગીતકાર : સફદર ‘આહ’, મુનશી આરઝુ લખનવી, વઝાહત લખનવી, વઝાહત મિરઝા. છબિકલા : ફરદુન ઈરાની. સંગીત : અનિલ બિશ્વાસ. મુખ્ય કલાકારો…

વધુ વાંચો >

રોમન હૉલિડે

રોમન હૉલિડે : અંગ્રેજી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1953. શ્વેત અને શ્યામ. ભાષા : અંગ્રેજી. નિર્માણ-સંસ્થા : પૅરેમાઉન્ટ પિક્ચર્સ. નિર્માતા અને દિગ્દર્શક : વિલિયમ વાઇલર. પટકથા : ઇયાન મેકલેલન હન્ટર, જૉન ડાયટન. કથા : ઇયાન મેકલેલન હન્ટરની વાર્તા પર આધારિત. છબિકલા : ફ્રાન્ઝ પ્લાનર. મુખ્ય કલાકારો : ગ્રૅગરી પૅક, ઓડ્રી હેપબર્ન,…

વધુ વાંચો >

રૉય, નિરૂપા

રૉય, નિરૂપા (જ. 4 જાન્યુઆરી 1931, વલસાડ; અ. 13 ઑક્ટોબર 2004, મુંબઈ, મહારાષ્ટ્ર) : ગુજરાતી-હિંદી ચલચિત્રોનાં ગુજરાતી અભિનેત્રી. મૂળ નામ : કોકિલા કિશોરચંદ્ર બલસારા. મૂળ વલસાડનાં. તેમના પિતા કિશોરચંદ્ર બલસારા રેલવેમાં એક ફિટર તરીકે ફરજ બજાવતા હતા. દાહોદમાં ચાર ચોપડી ભણેલાં નિરૂપા 14 વર્ષનાં હતાં ત્યારે 1945માં કમલ રૉય  સાથે…

વધુ વાંચો >