ચલચિત્ર

રાષ્ટ્રીય ચલચિત્ર-વિકાસ નિગમ (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન – એન.એફ.ડી.સી.)

રાષ્ટ્રીય ચલચિત્ર-વિકાસ નિગમ (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન – એન.એફ.ડી.સી.) : દેશમાં સારાં ચલચિત્રોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 1975માં રચવામાં આવેલી સંસ્થા. તેનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. ચલચિત્રોનાં નિર્માણ, વિતરણ અને તેની આયાત-નિકાસથી માંડીને છબિઘરોના નિર્માણ માટે નાણાં ઉપલબ્ધ કરવા સુધીનું તે કામ કરે છે. દેશમાં દૂરદર્શનનો વ્યાપ વધતાં…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા)

રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા) : દેશમાં બનતી ફિલ્મોનો અને તે સંબંધિત સાહિત્યનો સંગ્રહ કરતી સંસ્થા. સ્થાપના 14 ફેબ્રુઆરી, 1964ના દિવસે કરવામાં આવી. ભારતીય ફિલ્મકળા અને સંસ્કૃતિના વિકાસની કથાનું સંરક્ષણ કરવાનો તેનો ઉદ્દેશ રહ્યો છે. ભારત સરકારે 1954માં ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારો શરૂ કર્યા ત્યારે ફિલ્મો માટે…

વધુ વાંચો >

રાષ્ટ્રીય બાલ અને યુવા-ચલચિત્ર કેન્દ્ર

રાષ્ટ્રીય બાલ અને યુવા-ચલચિત્ર કેન્દ્ર (નૅશનલ સેન્ટર ઑવ્ ફિલ્મ્સ ફૉર ચિલ્ડ્રન ઍન્ડ યંગ પીપલ) : બાળકો અને યુવાઓ માટે સ્વચ્છ અને ઉત્કૃષ્ટ ચલચિત્રોનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવતી સંસ્થા. તેની સ્થાપના 1955માં કરવામાં આવી. પ્રારંભે તેનું નામ ‘બાલ ચલચિત્ર સમિતિ’ હતું. દેશની પરંપરાગત સંસ્કૃતિ અને કળાનો બાળકોને પરિચય કરાવીને નવી પેઢીના…

વધુ વાંચો >

રાહી, વેદ

રાહી, વેદ (જ. 22 મે 1933, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના ટૂંકી વાર્તાના અગ્રણી લેખક તથા ફિલ્મસર્જક. તેઓ પત્રકાર પરિવારમાં જન્મ્યા હતા અને તેમના પિતા લાલા મુલ્કરાજ શરાફ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અખબારમાલિકો તથા તંત્રીઓના મંડળના સર્વોચ્ચ સભ્ય હતા. લેખકોની વચ્ચે ઊછરેલા રાહીને શબ્દોની ઝમક અને શાહીની સુવાસ કોઠે પડી…

વધુ વાંચો >

રીગન, રોનાલ્ડ વિલ્સન

રીગન, રોનાલ્ડ વિલ્સન (જ. 6 ફેબ્રુઆરી 1911, ટામપિકો, ઇલિનોઇસ; અ. 5 જૂન 2004, લોસ એન્જલિસ) : અમેરિકાના ચાલીસમા પ્રમુખ અને જાણીતા ફિલ્મ-કલાકાર. પિતા જૅક રીગન અને માતા નેલે રીગન. તેમનો સમગ્ર ઉછેર શિકાગોની પશ્ચિમે આવેલા ડિકસન નગરમાં થયો હોવાથી તેઓ તેને જ વતન માનતા હતા. વિવિધ રમતો એમને ખૂબ ગમતી,…

વધુ વાંચો >

રીડ, કૅરલ (સર)

રીડ, કૅરલ (સર) (જ. 30 ડિસેમ્બર 1906, લંડન; અ. 25 એપ્રિલ 1976) : ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. શ્રમજીવી વર્ગની જિંદગીની હાડમારીઓ અને તેમની સમસ્યાઓનું પડદા પર વાસ્તવિક નિરૂપણ કરીને ખ્યાતિ મેળવનારા ચિત્રસર્જક સર કૅરલ રીડે તેમની કારકિર્દી 1927માં બ્રિટિશ લંડન ફિલ્મ્સ ખાતે એડ્ગર વૉલેસના સહાયક દિગ્દર્શક તરીકે શરૂ કરી હતી.…

વધુ વાંચો >

રુદાલી

રુદાલી : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1992. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ. દિગ્દર્શક : કલ્પના લાઝમી. કથા : બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીની વાર્તા પર આધારિત. પટકથા-સંવાદ-ગીત : ગુલઝાર. સંગીત : ભૂપેન હઝારિકા. છબિકલા : સંતોષ સિવન. મુખ્ય કલાકારો : ડિમ્પલ કાપડિયા, રાખી, સુસ્મિતા મુખરજી, દીના પાઠક, રાજ…

વધુ વાંચો >

રૂની, મિકી

રૂની, મિકી (જ. 23 સપ્ટોમ્બર 1920, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.; અ. 6 એપ્રિલ 2014, લોસ એન્જલસ, કૅલિફોર્નિયા) : અમેરિકાના નામી ફિલ્મ-અભિનેતા. મૂળ નામ જૉ યુલ, જુનિયર. મનોરંજક વૃંદ તરીકેનો વ્યવસાય કરનારા પરિવારમાં તેમનો જન્મ થયો હતો, તેથી અભિનય-સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. ‘મિકી મૅકગ્વાયર’ (1927–’33) તથા ‘ઍન્ડી હાર્ડી’ (1937–’38) જેવી શ્રેણીઓમાંના…

વધુ વાંચો >

રેખા

રેખા (જ. 10 ઑક્ટોબર 1954, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. મૂળ નામ : ભાનુરેખા. પિતા : તમિળ ચિત્રોના જાણીતા અભિનેતા જેમિની ગણેશન્. માતા : તમિળ ચિત્રોનાં અભિનેત્રી પુષ્પાવલી. 1970માં ‘સાવનભાદોં’ ચિત્રથી હિંદી ચિત્રોમાં જ્યારે રેખાએ પ્રવેશ કર્યો ત્યારે અભિનય અને સૌંદર્ય બંને બાબતોમાં તેઓ એટલાં સામાન્ય હતાં કે તેઓ હિંદી ચિત્રોમાં…

વધુ વાંચો >

રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ)

રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ) (જ. 20 માર્ચ 1908, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ; અ. 21 મે 1985, ડેનહામ, બકિંગહામશાયર) : બ્રિટિશ રંગમંચ અને ફિલ્મના અભિનેતા. કેમ્બ્રિજ ખાતે અભ્યાસ. પહેલાં શિક્ષક બન્યા. 1934માં તેમણે લિવરપૂલ પ્લેહાઉસ ખાતે અભિનય કારકિર્દી શરૂ કરી. તે પછી નૅશનલ થિયેટરમાં જોડાયા અને ત્યાં હૅમ્લેટ, લિયર, અંકલ વેન્યા અને મિ.…

વધુ વાંચો >