ચલચિત્ર
ભટ્ટાચાર્ય, બાસુ
ભટ્ટાચાર્ય, બાસુ (જ. 1934, મુર્શિદાબાદ; અ. 1997) : હિન્દી ચલચિત્રના નિર્માતા અને દિગ્દર્શક. જન્મ બ્રાહ્મણ કુટુંબમાં. કૉલકાતા અને બહેરામપુરમાં શિક્ષણ લીધું. વીસ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મોમાં જીવન સમર્પી દેવાનો સંકલ્પ કર્યો. મુંબઈ આવ્યા અને 1958માં ‘મધુમતી’ ફિલ્મના નિર્માણસમયે તેઓ બિમલ રૉયના સહાયક બન્યા. ‘સુજાતા’ના નિર્માણ વખતે પણ તેઓ તેમની સાથે…
વધુ વાંચો >ભવનાણી રણવીરસિંહ
ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >ભવની ભવાઈ
ભવની ભવાઈ : નોંધપાત્ર ગુજરાતી ચલચિત્ર. સાડા છ દાયકાના ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં ‘ભવની ભવાઈ’ વાસ્તવદર્શી અને કલાત્મક ચલચિત્ર તરીકે વિશિષ્ટ કક્ષાનું બની રહે છે. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑ. સોસાયટી લિ.’ બનાવીને, લોન મેળવી, આ ફિલ્મ બનાવી. નિર્માતા પરેશ મહેતા અને દિગ્દર્શક કેતન મહેતાની આ ફિલ્મમાં…
વધુ વાંચો >ભારતભૂષણ
ભારતભૂષણ (જ. 14 જૂન 1923; અ. 27 જાન્યુઆરી, 1992) : હિન્દી ચલચિત્રોના, કવિ, શાયર અને સંતની ભૂમિકાઓ દ્વારા નામના પ્રાપ્ત કરનાર અભિનેતા. મેરઠના વકીલ મોતીલાલ અગ્રવાલને ઘેર તેઓ જન્મેલા. તેમનો સ્વભાવ જન્મથી જ વિદ્રોહી હતો. આ સ્વભાવના કારણે તેમને તેમના આર્યસમાજી પિતા સાથે બનતું નહોતું. તેઓ ઘર છોડીને અલીગઢમાં દાદી…
વધુ વાંચો >ભારતીય ચલચિત્ર
ભારતીય ચલચિત્ર : જુઓ ચલચિત્ર
વધુ વાંચો >ભાવનાની, મોહન દયારામ
ભાવનાની, મોહન દયારામ (જ. 1903, હૈદરાબાદ, સિંધ; અ. 1962) : હિંદી ચલચિત્રોના સિંધી દિગ્દર્શક. 1921થી 1924 દરમિયાન માન્ચેસ્ટરની ટૅકનૉલૉજી કૉલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ જર્મનીમાં ફિલ્મનિર્માણનું શિક્ષણ લીધું. 1925–26માં કોહિનૂર ફિલ્મ કંપનીમાં કૉન્ટ્રૅક્ટ કર્યો અને હૉલિવુડ જેવી અભિનેત્રી સુલોચનાની ફિલ્મઉદ્યોગને ભેટ આપી. ‘સિનેમાની રાની’ ફિલ્મમાં તે અભિનેત્રીની ભૂમિકા ભજવે છે, જે…
વધુ વાંચો >ભાંડારકર, મધુર
ભાંડારકર, મધુર (જ. 26 ઑગસ્ટ 1968, મુંબઈ) : હિંદી ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક અને પટકથા તથા કથાલેખક. તેમનો જન્મ મહારાષ્ટ્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેમનું સમગ્ર શિક્ષણ મુંબઈમાં. ચલચિત્ર વ્યવસાયમાં દાખલ થયા તે પૂર્વે મુંબઈના ઉપનગર ખાર ખાતે તેઓ ભરણપોષણના સાધન તરીકે વીડિયો કૅસેટનું સંગ્રહાલય (library) ચલાવતા હતા, જેના માધ્યમથી…
વધુ વાંચો >ભુવન સોમ
ભુવન સોમ : નવતર શૈલીનું હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1969. 111 મિનિટ. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : મૃણાલ સેન પ્રોડક્શન. નિર્માતા-દિગ્દર્શક-પટકથાલેખક : મૃણાલ સેન. કથા : બનફૂલ. સંવાદ : સત્યેન્દ્ર શરત, બદરીનાથ. સંગીત : વિજય રાઘવરાવ. છબીકલા : કે. કે. મહાજન. કલાકારો : સુહાસિની મૂળે, ઉત્પલ દત્ત, સાધુ મહેર, શેખર…
વધુ વાંચો >ભૂખણવાળા, કૃષ્ણકાન્ત
ભૂખણવાળા, કૃષ્ણકાન્ત (જ. 15 સપ્ટેમ્બર 1922, હાવરા, બંગાળ; અ. 24 ઑક્ટોબર 2016) : હિંદી, ગુજરાતી ચલચિત્રોના વિખ્યાત ચરિત્ર-અભિનેતા અને દિગ્દર્શક કે. કે.ના હુલામણા અને પ્રચલિત નામે પણ ઓળખાતા સૂરતના પ્રતિષ્ઠિત વ્યાપારી. સૂરતમાં માધ્યામિક શાળા સુધીનો અભ્યાસ પૂરો કરી ટૅકનિકલ શિક્ષણ લેવા માટે મુંબઈ રહેવા જવાનું બન્યું. વાયરલેસ અને વીજઇજનેરીમાં ડિપ્લોમાં…
વધુ વાંચો >ભૂમિકા
ભૂમિકા : એક અભિનેત્રીના જીવનમાં ડોકિયું કરાવતું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1976; અવધિ : 142 મિનિટ. રંગીન ચિત્ર, હિંદી ભાષામાં; નિર્માણ-સંસ્થા : બ્લેઝ ફિલ્મ એન્ટરપ્રાઇઝિઝ; દિગ્દર્શક-સહપટકથાલેખક : શ્યામ બેનેગલ; નિર્માતા : લલિત એમ. બિજલાની, ફ્રેની એમ. વરિયાવા; કથા : હંસા વાડકરની ‘સાંગત્યે એકા’ ઉપર આધારિત; સહપટકથાલેખક : ગિરીશ કર્નાડ; સંવાદ…
વધુ વાંચો >