ચલચિત્ર

બર્તોલુચી, બર્નાર્ડો

બર્તોલુચી, બર્નાર્ડો (જ. 16 માર્ચ 1940, પર્મા, ઇટાલી; અ. 26 નવેમ્બર 2018, રોમ, ઇટાલી) : ઇટાલીના જાણીતા દિગ્દર્શક. રોઝેલિની, દ સિકા અને ઍન્ટોનિયોની પરંપરાને આગળ ધપાવતા બર્નાર્ડોએ યુવાવયે સિનેમા તરફ આકર્ષાતાં અભ્યાસ છોડ્યો અને નિર્દેશક પિયર પૉલો પૅસોલિનીના સહાયક તરીકે ‘ઍકૅટૉન’(1961)થી પ્રારંભ કર્યો. 1962માં તેમના ‘ઇન સર્ચ ઑવ્ મિસ્ટરી’ નામક…

વધુ વાંચો >

બર્મન, આર. ડી.

બર્મન, આર. ડી. (જ. 27 જૂન 1939, કલકત્તા; અ. 4 જાન્યુઆરી 1994) : પંચમ નામે જાણીતા પ્રયોગશીલ ફિલ્મ-સંગીતકાર. ખ્યાતનામ સંગીતકાર પિતા સચિન દેવ બર્મન પોતાના સંગીતમાં લોકસંગીતના ઉપયોગ માટે જાણીતા હતા, જ્યારે પુત્ર રાહુલ દેવ બર્મને વિદેશી ધૂનોનો ભારતીય સંગીત સાથે સમન્વય કરીને નામના મેળવી હતી. 1957માં ગુરુદત્તના ચિત્ર ‘પ્યાસા’માં…

વધુ વાંચો >

બર્મન, એસ. ડી.

બર્મન, એસ. ડી. (જ. 1906, ત્રિપુરા; અ. 31 ઑક્ટોબર 1975, મુંબઈ) : ફિલ્મ-સંગીતકાર. પિતા નવદ્વીપ દેવ બર્મન સિતારવાદક અને ધ્રુપદ-ગાયક હતા. ફિલ્મી દુનિયામાં ‘બર્મનદા’ તરીકે જાણીતા બનેલા સચિનદેવ બર્મને શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક તાલીમ પિતા પાસે લીધા બાદ ઉસ્તાદ બાદલખાન અને ગુરુ ભીષ્મદેવ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. પહેલાં બંગાળી…

વધુ વાંચો >

બંધન

બંધન : વીતેલા સમયનું નોંધપાત્ર હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1940. શ્વેત અને શ્યામ. 154 મિનિટ. નિર્માણસંસ્થા : બૉમ્બે ટૉકિઝ; નિર્માતા : શશધર મુખરજી; દિગ્દર્શક : એન. આર. આચાર્ય; પટકથા : જ્ઞાન મુખરજી, અમિય ચક્રવર્તી; સંવાદ : જે. એસ. કશ્યપ; ગીતકાર : પ્રદીપ; સંગીત : સરસ્વતીદેવી, રામચંદ્ર પાલ; છબીકલા : આર.…

વધુ વાંચો >

બાઝી (1951)

બાઝી (1951) : હિન્દી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : નવકેતન; દિગ્દર્શન : ગુરુદત્ત; કથા-પટકથા-સંવાદ : ગુરુદત્ત અને બલરાજ સાહની; ગીત : સાહિર લુધિયાનવી; સંગીત : સચિનદેવ બર્મન; છબિકલા : વી. કે. મૂર્તિ; મુખ્ય કલાકારો : દેવ આનંદ, ગીતાબાલી, કલ્પના કાર્તિક, રૂપા વર્મા, કે. એન. સિંઘ, કૃષ્ણ ધવન, શ્રીનાથ, હબીબ.…

વધુ વાંચો >

બાઝેં, આન્દ્રે

બાઝેં, આન્દ્રે (જ. 8 એપ્રિલ 1918, એન્જર્સ, ફ્રાન્સ; અ. 1958) : ચલચિત્ર-સમીક્ષક અને વિચારક. ચલચિત્રોમાં વાસ્તવવાદી શૈલીના પ્રણેતા ગણાતા આન્દ્રે બાઝેંએ 40 વર્ષની જિંદગીમાં ખૂબ ઓછાં વર્ષ કામ કર્યું. પણ તેમનું કામ ખૂબ પ્રભાવશાળી રહ્યું. 1945થી 1950ના ગાળામાં તેઓ ચલચિત્રજગત પર છવાયેલા રહ્યા. ઇટાલિયન નવવાસ્તવવાદના રંગે રંગાયેલા બાઝેં મૂળ તો…

વધુ વાંચો >

બાબુલ

બાબુલ : પારલૌકિક પ્રેમની કથા કહેતું લોકપ્રિય હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1950, સમય : 142 મિનિટ, શ્વેત અને શ્યામ; નિર્માણસંસ્થા : સની આર્ટ પ્રોડક્શન; નિર્માતા-દિગ્દર્શક : એસ. યુ. સની; પટકથા : અઝ્મ બાઝિદપુરી; ગીત : શકીલ બદાયૂની; સંગીત : નૌશાદ; છબીકલા : ફલી મિસ્ત્રી; કલાકારો : નરગિસ, દિલીપકુમાર, મુનાવર સુલતાના,…

વધુ વાંચો >

બાર્દો, બ્રિજિત

બાર્દો, બ્રિજિત (જ. 28 સપ્ટેમ્બર 1934, પૅરિસ) : ફ્રેન્ચ અભિનેત્રી. મોહક સૌંદર્યને કારણે અમેરિકન અભિનેત્રી મૅરિલિન મનરો પછી સૌથી વધુ ચર્ચાસ્પદ રહેનાર બ્રિજિત બાર્દો અભિનયમાંથી નિવૃત્તિ બાદ પ્રાણીઓના સંરક્ષણ માટેની તેની ઝુંબેશના કારણે વધુ જાણીતી છે. ભણવામાં તે ઠોઠ હતી. કિશોરવયે નૃત્ય શીખવા જતી ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે ફ્રાન્સના…

વધુ વાંચો >

બાલકૃષ્ણ, નંદમુરી

બાલકૃષ્ણ, નંદમુરી (જ. 10 જૂન 1960, ચેન્નાઈ) : ‘પદ્મભૂષણ’ પારિતોષિક-વિજેતા, અભિનેતા, ફિલ્મનિર્માતા, આંધ્રપ્રદેશની વિધાનસભામાં ધારાસભ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરનાર સમાજસેવક. તેમના પિતા આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ અભિનેતા એન. ટી. રામારાવ. માતા બસાવતારકમ ગૃહિણી. દંપતીને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ. તેમાં નંદમુરી બાલકૃષ્ણ પાંચમા પુત્ર. ચાહકોમાં બાલૈયા કે NBK તરીકે…

વધુ વાંચો >

બાલાચંદર કૈલાસમ્

બાલાચંદર કૈલાસમ્ (જ. 9 જુલાઈ 1930, નાન્નીલમ, તંજાવુર, તામિલનાડુ; અ. 23 ડિસેમ્બર 2014, ચેન્નઇ) : તમિળ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. 1951માં વિજ્ઞાનમાં સ્નાતક થયા બાદ એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં 1964 સુધી નોકરી કરી. નાટ્યલેખક અને રંગમંચના દિગ્દર્શક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. તેમના પ્રખ્યાત નાટક ‘સર્વર સુંદરમ્’ ઉપરથી 1964માં ફિલ્મ…

વધુ વાંચો >