ચલચિત્ર
પોલાન્સ્કી રોમન
પોલાન્સ્કી, રોમન (જ. 18 ઑગસ્ટ 1933, પૅરિસ, ફ્રાન્સ) : પોલૅન્ડના દિગ્દર્શક, પટકથાલેખક અને અભિનેતા. તેમણે જોકે પોલૅન્ડમાં રહીને માત્ર એક જ ચિત્ર ‘નાઇફ ઇન ધ વૉટર’નું સર્જન કર્યું હતું, પણ આ પ્રથમ ચિત્રે જ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી. ચલચિત્રોમાં વાસ્તવિકતાના અત્યંત આગ્રહી પોલાન્સ્કી પોતાનાં ચિત્રોમાં હિંસાનું અતિ ભયાવહ નિરૂપણ…
વધુ વાંચો >પ્યાસા (1957)
પ્યાસા (1957) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સર્જન. નિર્માણવર્ષ : 1957; નિર્માણસંસ્થા : ગુરુદત્ત ફિલ્મ્સ; સંવાદ : અબરાર અલવી; ગીતકાર : સાહિર લુધિયાનવી; દિગ્દર્શન : ગુરુદત્ત; છબીકલા : વી. કે. મૂર્તિ; સંગીત : એસ. ડી. બર્મન; મુખ્ય ભૂમિકા : ગુરુદત્ત, વહીદા રહેમાન, માલા સિંહા, જૉની વૉકર, રહેમાન, કુમકુમ, લીલા મિશ્ર,…
વધુ વાંચો >પ્રકાશ પિક્ચર્સ
પ્રકાશ પિક્ચર્સ : હિંદી ભાષામાં ઉચ્ચ કોટિના સામાજિક અને ધાર્મિક ચિત્રોનું નિર્માણ કરનાર કંપની. ભારતીય ચલચિત્રઉદ્યોગને પ્રારંભિક તબક્કે વિકસાવવવામાં ગુજરાતીઓ દ્વારા સંચાલિત કે ગુજરાતીઓની માલિકીની જે કેટલીક કંપનીઓએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમાં પ્રકાશ પિક્ચર્સનું નામ આગલી હરોળમાં આવે છે. સૌરાષ્ટ્રના પાલિતાણામાં જન્મેલા બે બંધુઓ વિજય ભટ્ટ અને શંકર ભટ્ટે…
વધુ વાંચો >પ્રદીપ
પ્રદીપ (જ. 6 ફેબ્રુઆરી 1915, બડનગર, જિ. ઉજ્જૈન, મધ્યપ્રદેશ; અ. 11 ડિસેમ્બર 1998, મુંબઈ) : હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પરંતુ ‘પ્રદીપ’ નામથી વધુ જાણીતા થયા. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ ઓગણીસમી સદીના અંતમાં ફાટી નીકળેલ પ્લેગને કારણે ગુજરાતમાંથી સ્થળાંતર કરી હાલના મધ્યપ્રદેશના…
વધુ વાંચો >પ્રભાત ફિલ્મ કંપની
પ્રભાત ફિલ્મ કંપની : ભારતીય ચલચિત્રને ગુણવત્તા માટે પ્રશંસા અપાવનાર પ્રારંભની કેટલીક નિર્માણ-કંપનીઓમાંની એક. પ્રભાત ફિલ્મ કંપની મૂક અને સવાક્ યુગની સાક્ષી હતી. 1929માં સ્થપાયેલી આ કંપની 1960 આવતાં સુધીમાં તો સમેટાઈ ગઈ હતી, પણ આ વર્ષોમાં તેણે કેટલાંક સીમાચિહ્નરૂપ ચિત્રોનું સર્જન કર્યું, ભારતીય ચલચિત્રોને ધાર્મિક અને પૌરાણિક ચિત્રોના ઢાંચામાંથી…
વધુ વાંચો >પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ
પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ : અંગ્રેજી ચલચિત્ર – સાહસચિત્ર. નિર્માણ-વર્ષ : 1957. નિર્માતા-દિગ્દર્શક : સ્ટૅનલી ક્રેમર; પટકથા : એડના ઍડહૉલ્ટ, ઍડવર્ડ એન. હૉલ્ટ; છબિકલા : ફ્રાન્ઝ પ્લાનર; સંગીત : જ્યૉર્જિસ એન્થેઇલ; મુખ્ય ભૂમિકા : કૅરી ગ્રાન્ટ, સોફિયા લૉરેન, ફ્રૅન્ક સિનાત્રા, થિયોડૉર બાઇકલ, જૉન વેન્ગ્રાફ, જે. નૉવેલો, ફિલિપ વાનઝેન્ડર. છબિકલાની…
વધુ વાંચો >પ્રાણ
પ્રાણ (જ. 12 ફેબ્રુઆરી 1920, દિલ્હી; અ. 12 જુલાઈ 2013) : હિંદી ફિલ્મના અભિનેતા. પૂરું નામ પ્રાણકિશન સિકંદ. અભિનયકલા પ્રત્યે સમર્પણની ભાવના ધરાવતા પ્રાણની અભિનય-કારકિર્દી છ દાયકા જેટલી સુદીર્ઘ છે. લાહોરમાં છબિકાર તરીકે નોકરીનો આરંભ કરનાર પ્રાણનો સંપર્ક ભાગ્યવશાત્ સંવાદલેખક વલીસાહેબ સાથે થયો, જેમણે પ્રાણને પંચોલી સ્ટુડિયોમાં જોડાવા નિમંત્રણ આપ્યું;…
વધુ વાંચો >પ્રેમનાથ
પ્રેમનાથ (જ. 25 નવેમ્બર 1927, પેશાવર, હાલ પાકિસ્તાન; અ. 3 નવેમ્બર 1992, મુંબઈ) : હિંદી ચલચિત્રોના પ્રતિભાસંપન્ન અભિનેતા. પૂરું નામ પ્રેમનાથ મલ્હોત્રા. પિતા : રાયસાહેબ કરતારનાથ બ્રિટિશ સરકારના નિષ્ઠાવાન અધિકારી હતા. ચલચિત્રનિર્માતા, અભિનેતા તથા ભારતીય સંગીતના જાણકાર પ્રેમનાથ નાગપુરની વિખ્યાત મોરીસ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય અને ફિલસૂફીના વિષયો સાથે સ્નાતક થયા…
વધુ વાંચો >પ્રેવેર, ઝાક
પ્રેવેર, ઝાક (જ. 1900, પૅરિસ; અ. 1977, ઓમોવિલ-લા-પતીતી) : ફ્રેંચ કવિ અને સિનેસર્જક. મધ્યમ વર્ગના સામાન્ય કુટુંબમાં જન્મ. આરંભમાં ડિપાર્ટમેન્ટ-સ્ટોરમાં મદદનીશ તરીકે કામ કર્યું. 1920–21માં લશ્કરી તાલીમ લીધી. 1926–29માં પરાવાસ્તવવાદના આંદોલનમાં સક્રિય હતા. 1931માં ‘કૉમર્સ’ સામયિકમાં એક દીર્ઘ કથનાત્મક કટાક્ષકાવ્ય ‘દીને દ તેત’ પ્રગટ કર્યું. તે સમયથી કવિ તરીકે પ્રસિદ્ધ…
વધુ વાંચો >ફત્તેલાલ શેખ
ફત્તેલાલ શેખ (જ. 1897, કાગલ, કોલ્હાપુર; અ. 1964) : હિંદી-મરાઠી ફિલ્મોના દિગ્દર્શક. મૂળ નામ યાસીન મિસ્ત્રી. પ્રભાત ફિલ્મ કંપનીના પાંચ ભાગીદારો પૈકી એક ફત્તેલાલે બીજા એક ભાગીદાર વિષ્ણુપંત ગોવિંદ દામલે સાથે મળીને હિંદી-મરાઠી ચિત્રોનું દિગ્દર્શન કર્યું અને પ્રભાત દ્વારા નિર્મિત ચિત્રોનું કલાનિર્દેશન સંભાળ્યું. કાનડી મુસ્લિમ પરિવારમાં જન્મેલા ફત્તેલાલના પિતા સુથાર…
વધુ વાંચો >