ચલચિત્ર
નિશાંત
નિશાંત : જાણીતું હિન્દી ચલચિત્ર. આંધ્રપ્રદેશના એક ગામડામાં 1945માં બનેલ સત્ય ઘટના પર આધારિત, સામંતશાહી શોષણવ્યવસ્થાને ઉઘાડી પાડતું એક પ્રભાવક ચલચિત્ર છે. નિર્માણવર્ષ : 1975. પટકથા : વિજય તેંડુલકર. સંવાદ : સત્યદેવ દુબે. દિગ્દર્શક : શ્યામ બેનેગલ, સંગીત: વનરાજ ભાટિયા. છબીકલા : ગોવિંદ નિહાલાની. નિર્માતા : ફ્રૅની એમ. વરિયાવા અને…
વધુ વાંચો >નિહાલાની, ગોવિંદ
નિહાલાની, ગોવિંદ (જ. 19 ડિસેમ્બર 1940, કરાંચી) : હિન્દી ચલચિત્રોના સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક. જન્મ વેપારી કુટુંબમાં. ડાબેરી વિચારસરણી સાથે જોડાયેલા આ સર્જકના પ્રથમ ચલચિત્ર ‘આક્રોશ’થી લઈને બધાં ચલચિત્રોમાં આ વિચારધારા એક યા બીજી રીતે પ્રતિબિંબિત થતી રહી છે. નવા પ્રવાહનાં ચલચિત્રોના આંદોલન સાથે જે કેટલાક સર્જકો સંકળાયેલા છે તેમાં ગોવિંદ…
વધુ વાંચો >નીચા નગર
નીચા નગર : હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ 1946; દિગ્દર્શક : ચેતન આનંદ; છબીકલા : વિદ્યાપતિ ઘોષ; સંગીત : રવિશંકર; કલાકારો : રફીક અનવર, ઉમા આનંદ, રફી પીર, કામિનીકૌશલ, હમીદ બટ, એસ.પી. ભાટિયા, મોહન સહગલ, ઝોહરા સહગલ, પ્રેમકુમાર. શ્વેત અને શ્યામ. 122 મિનિટ. ગૉર્કીની પ્રશિષ્ટ કથા ‘ધ લોઅર ડેપ્થ્સ’ ઉપર આધારિત આ…
વધુ વાંચો >નૂતન
નૂતન (જ. 4 જૂન 1936, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 1991) : હિંદી ચલચિત્રજગતનાં અગ્રણી અભિનેત્રી. તેમનામાં પાત્રને આત્મસાત્ કરવાની ગજબની આવડત હતી. તેમનાં માતા શોભના સમર્થ તેમના જમાનામાં જાણીતાં અભિનેત્રી હતાં. નૂતનને અભિનેત્રી બનાવવા માટે તેમણે પોતે 1951માં ‘હમારી બેટી’ નામના ચલચિત્રનું નિર્માણ કર્યું. ખ્યાતનામ અભિનેતા મોતીલાલ સાથે મળીને તેમણે…
વધુ વાંચો >નૌશાદ
નૌશાદ (જ. 25 ડિસેમ્બર 1919, લખનૌ અ. 5 મે 2006) : હિન્દી ચલચિત્રોના સંગીતનિર્દેશક. લખનૌમાં હાર્મોનિયમ દુરસ્ત કરતાં કરતાં નૌશાદને સંગીતમાં રસ પડ્યો. પિતા વાહીદ અલી સંગીતના ભારે વિરોધી. આ સંજોગોમાં 14 વર્ષની વયે નૌશાદે ઘર છોડ્યું. તેમણે સંગીત મંડળી બનાવી નાટકોમાં સંગીત આપવા માંડ્યું. ફરતાં ફરતાં વીરમગામ પણ આવેલા.…
વધુ વાંચો >ન્યૂ થિયેટર્સ
ન્યૂ થિયેટર્સ : ભારતીય ચલચિત્ર ઉદ્યોગનાં પ્રારંભિક વર્ષોની યશસ્વી નિર્માણસંસ્થા. કૉલકાતામાં ટૉલીગંજ ખાતે બીરેન્દ્રનાથ સરકારે (1901-80) 1931માં ધ્વનિ-અંકન સ્ટુડિયો રૂપે શરૂઆત કરી. આગલા વર્ષે સરકારે ચારુ રાય તથા પ્રફુલ્લ રાયના સહયોગમાં ઇન્ટરનેશનલ ફિલ્મક્રાફ્ટ નામે મૂકચિત્ર નિર્માણસંસ્થા શરૂ કરેલી, પણ ધ્વનિ-અંકનની શોધ સુલભ થતાં તરત તેનો લાભ લેવાનું ઉપયોગી જણાયું. ‘આલમઆરા’વાળા…
વધુ વાંચો >પટેલ, જબ્બાર
પટેલ, જબ્બાર (જ. 23 જૂન 1942, પંઢરપુર) : આધુનિક રંગમંચ તથા સિનેજગતના અગ્રણી. શાળાનું શિક્ષણ સોલાપુરમાં. શાળાના મરાઠી શિક્ષક વગેરેનો તેમ ચાલીમાં ઊજવાતા ગણેશોત્સવનો તેમના પ્રારંભિક ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે. આઠ વર્ષના હતા ત્યારે આચાર્ય અત્રેના ‘મી ઊભા આહે’માં અભિનય કરવાની તક મળી; એ પ્રથમ રંગભૂમિ-અનુભવ પણ પ્રેરણારૂપ બન્યો. 1961માં…
વધુ વાંચો >પટ્ટણી, ચંપકરાય
પટ્ટણી, ચંપકરાય (જ. 1897; અ. 1958) : મૂક ચલચિત્રોના જમાનામાં રાજકોટ ખાતે ખ્યાતનામ સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની સ્થાપનાર બે ભાઈઓ પૈકીના એક. ચંપકરાયે છબિકાર (સિનેમૅટગ્રાફર) તરીકે ભારે નામના મેળવી હતી. પ્રથમ ચલચિત્ર ‘સમુદ્રમંથન’માં તેમણે અડધો ડઝન જેટલાં દૃશ્યોમાં ખાસ પ્રભાવક યુક્તિઓ(special effects)નો જે રીતે ઉપયોગ કર્યો હતો એ જોઈને ઇંગ્લૅન્ડની ખ્યાતનામ…
વધુ વાંચો >પડોસી (1941)
પડોસી (1941) : હિન્દી ચલચિત્ર. તે કોમી સદ્ભાવના નમૂનારૂપ છે. શ્વેત અને શ્યામ; ભાષા : હિંદી; નિર્માણવ્યવસ્થા : પ્રભાત ફિલ્મ્સ; દિગ્દર્શક : વી. શાંતારામ; કથા : વિશ્રામ બેડેકર; સંવાદ અને ગીત : સુદર્શન; છબિકલા : વી. અવધૂત; સંગીત : માસ્ટર કૃષ્ણરાવ; મુખ્ય કલાકારો : ગજાનન જાગીરદાર, મઝહરખાન, અનીસખાતૂન, બલવંતસિંહ, કશ્યપ.…
વધુ વાંચો >પથેર પાંચાલી (ચલચિત્ર)
પથેર પાંચાલી (ચલચિત્ર) (1955) : ભારતીય ચલચિત્ર પણ વિશ્વના કોઈ પણ દેશના ચલચિત્રની બરાબરી કરી શકે છે એ પુરવાર કરતું, જબ્બર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલું ચલચિત્ર. આ પ્રથમ ચલચિત્રે જ સત્યજિત રાયને વિશ્વના ટોચના ચિત્રસર્જક પ્રસ્થાપિત કરી દીધા. શ્વેત અને શ્યામ, ભાષા : બંગાળી, નિર્માણસંસ્થા : પશ્ચિમ બંગાળ સરકાર, દિગ્દર્શક-પટકથા…
વધુ વાંચો >