ચલચિત્ર

અર્થ (ફિલ્મ)

અર્થ (ફિલ્મ) : જાણીતી હિન્દી ફિલ્મ (1982) : કથા તથા દિગ્દર્શન : મહેશ ભટ્ટ તથા સુજિત સેન. ગીત : કૈફી આઝમી, સંગીત : ચિત્રા સિંગ અને જગજિત સિંગ. મુખ્ય અભિનય : કુલભૂષણ ખરબંદા, શબાના આઝમી, સ્મિતા પાટીલ. નિર્માતા : કુલજિત પાલ. ઇન્દર મલહોત્રા અને પૂજા સુખી દંપતી છે. પૂજા અનાથાશ્રમમાં…

વધુ વાંચો >

અર્ધસત્ય

અર્ધસત્ય (1983) : શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનું પારિતોષિક મેળવનાર ચલચિત્ર. કથાલેખક : વિજય તેંડુલકર. દિગ્દર્શન : ગોવિંદ નિહાલાની. અભિનય : ઓમ પુરી, સ્મિતા પાટિલ, નસિરુદ્દીન શાહ, સદાશિવ અમરાપુરકર. નિર્માતા : નિયો ફિલ્મ્સ. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ઉપરાંત ઓમ પુરીને શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક પણ મળ્યું હતું. કથાવસ્તુ પોલીસખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર પર આધારિત છે.…

વધુ વાંચો >

અશોકકુમાર (1)

અશોકકુમાર (1) (જ. 13 ઑક્ટોબર 1911, ભાગલપુર, બિહાર – અ. 10 ડિસેમ્બર 2001, ચેમ્બુર, મુંબઈ, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ ફિલ્મ  અભિનેતા. પિતા ખેન્તીલાલ ગાંગુલી તથા માતા ગૌરી. પટણા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી. 1935માં હિમાંશુ રૉયના બૉમ્બે ટૉકિઝમાં મદદનીશ કૅમેરામૅન તરીકે જોડાયા અને પ્રયોગશાળાના વડા તરીકે પણ કામ કર્યું. એ અરસામાં જ…

વધુ વાંચો >

અષ્ટમૂર્તિ : જુઓ, શંકર.

અષ્ટમૂર્તિ : જુઓ, શંકર

વધુ વાંચો >

અંકુર

અંકુર : રાષ્ટ્રીય પારિતોષિક-વિજેતા હિન્દી ચલચિત્ર (1974). કથા-દિગ્દર્શન : શ્યામ બેનેગલ. નિર્માતા : મોહન બિજલાની અને ફ્રેની વરિઆવા. મુખ્ય કલાકારો : શબાના આઝમી, અનંત નાગ, સાધુ મહેર, પ્રિયા તેંડુલકર. સામંતશાહી શોષણ અને અત્યાચારો સામે વિદ્રોહની આ કથા છે. શહેરમાં વકીલાત કરતા એક જમીનદાર પોતાના પુત્ર સૂર્યાને સારા માર્ગે દોરવાના હેતુથી…

વધુ વાંચો >

અંદાઝ (1949)

અંદાઝ (1949) : હિન્દી ફિલ્મ-ઉદ્યોગને માટે પથપ્રદર્શક ફિલ્મ. નિર્માતા : મહેબૂબ પ્રોડક્શન. કથા, દિગ્દર્શન : મહેબૂબ. મુખ્ય કલાકારો : મહેબૂબ, દિલીપકુમાર, રાજ કપૂર, નરગિસ. આ કથામાં નિરૂપેલ પ્રણયત્રિકોણમાં પશ્ચિમની સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિ પર જે આક્રમણ થઈ રહ્યું છે, અને તેથી ભારતીય સંસ્કૃતિનો હ્રાસ થતો જાય છે, તે દર્શાવ્યું છે. નાયિકાને…

વધુ વાંચો >

આઇઝન્સ્ટાઇન, સર્ગેઇ મિખાલોવિચ

આઇઝન્સ્ટાઇન, સર્ગેઇ મિખાલોવિચ (જ. 22 જાન્યુઆરી 1898, રીગા, લાટવિયા, રશિયન એમ્પાયર, અ. 11 ફેબ્રુઆરી 1948, મૉસ્કો, રશિયા, યુ.એસ.એસ.આર.) : રશિયાના ફિલ્મદિગ્દર્શક. ક્રાંતિ પછીના રશિયામાં 1925માં ‘બૅટલશિપ પૉટેમ્કિન’ ફિલ્મનું નિર્માણ કર્યું અને વિશ્વમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. 1962માં લંડનના ‘સાઇટ ઍન્ડ સાઉન્ડ’ નામના ફિલ્મ માસિકે જગતના અગ્રગણ્ય ફિલ્મવિવેચકો પાસે ચલચિત્ર-ઇતિહાસનાં સર્વશ્રેષ્ઠ દશ…

વધુ વાંચો >

આક્રોશ

આક્રોશ : 1981માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં સુવર્ણમયૂર પ્રાપ્ત કરનાર હિન્દી ફિલ્મ. કથા : વિજય તેંડુલકર. દિગ્દર્શન : ગોવિંદ નિહાલાની. મુખ્ય અભિનય : ઓમ્ પુરી, સ્મિતા પાટિલ, નસીરૂદ્દીન શાહ, અમરીષ પુરી. એક આદિવાસી સોન્યાને તેની પત્નીનું ખૂન કરવાના આરોપસર પોલીસ પકડે છે. એ આ ઘટનાથી એટલો હેબતાઈ ગયો છે, કે…

વધુ વાંચો >

આઝમી, કૈફી

આઝમી, કૈફી (જ. 14 જાન્યુઆરી 1919, આઝમગઢ, ઉત્તરપ્રદેશ, અ. 10 મે 2002, મુંબઈ) : ફિલ્મગીતકાર અને પટકથાલેખક. મૂળ નામ : અખ્તર હુસૈન રિઝવી. 1942ના ‘ભારત છોડો’ આંદોલન સમયે ફારસી અને ઉર્દૂનો અભ્યાસ છોડી દીધો. માર્કસવાદી વિચારસરણીથી પ્રભાવિત થઈ તેમાં સક્રિય બન્યા. 1945માં મુંબઈ આવ્યા અને શ્રમિક સંઘના કાર્યકર બન્યા. ત્યારબાદ…

વધુ વાંચો >

આઝમી, શબાના

આઝમી, શબાના (જ. 18 સપ્ટેમ્બર, 1950 હૈદરાબાદ (હાલનું તેલંગાણા)) : ભારતીય ચલચિત્રનાં વિખ્યાત અભિનેત્રી, સંસદ સભ્ય તથા જનહિતકાર્યો પ્રત્યે સક્રિય અભિરુચિ ધરાવતાં સમાજસેવિકા. જાણીતા ઉર્દૂ શાયર અને સમાજવાદનાં હિમાયતી કૈફી આઝમી તથા ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA)નાં કલાકાર શૌકત આઝમીનાં પુત્રી. લખનૌ વિશ્વવિદ્યાલયમાંથી બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા…

વધુ વાંચો >