ચલચિત્ર
ઝોરબા, ધ ગ્રીક
ઝોરબા, ધ ગ્રીક : અમેરિકા અને ગ્રીસના ચલચિત્રનિર્માતાઓના સહિયારા પ્રયત્નથી નિર્મિત એક અદભુત ફિલ્મ. તે નિકોસ કાઝન્ત-સાકીસની નવલકથા પર આધારિત છે. નિર્માણવર્ષ : 1964; પટકથા, નિર્માણ અને દિગ્દર્શન : માઇકેલ કાકોયાન્તિસ; વિતરણ : ટ્વેન્ટિયેથ સેન્ચુરી ફૉક્સ; છબીકલા : વૉલ્ટર લાસેલી; વેશભૂષા : ડિમેટ્રિસ ઇકૉનુ; મુખ્ય ભૂમિકા : ઍન્થની ક્વીન; લિલા…
વધુ વાંચો >ટારઝન
ટારઝન : અંગ્રેજી જંગલકથાસાહિત્યનું તથા ચલચિત્રનું એક જાણીતું અને લોકપ્રિય પાત્ર. સર્જક એડગર રાઇસ બરોઝ (1875–1950). 1912માં તેણે ‘અંડર ધ મૂન્સ ઑવ્ માર્સ’ શ્રેણીની વિજ્ઞાનકથા સામયિકમાં હપતાવાર લખી. એ જ વર્ષે તે ‘પ્રિન્સેસ ઑવ્ માર્સ’ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. આ શ્રેણીમાં મંગળલોકની પંદરેક કથાઓ આવી. તેમાં જ્હૉન કાર્ટરનું પાત્ર લોકપ્રિય…
વધુ વાંચો >ટુ કિલ અ મૉકિંગ બર્ડ
ટુ કિલ અ મૉકિંગ બર્ડ (1962) : હૉલિવૂડનાં નોંધપાત્ર ચલચિત્રોમાંનું એક. કલાકારો : ગ્રેગરી પેક, મેરી બેડહન, ફિલિપ ઑલ્ફર્ડ, બ્રોક પીટર્સ. અવધિ : 129 મિનિટ. હાર્પર લીની નવલકથા પરથી હૉર્ટન ફૂટે તેની પટકથા લખી હતી. તેને દિગ્દર્શક રૉબર્ટ મલિગને આકર્ષક રૂપેરી દેહ આપ્યો. કથાનક : અલાબામાના એક ધારાશાસ્ત્રીને માથે મા…
વધુ વાંચો >ટેન કમાન્ડમેન્ટ્સ, ધ
ટેન કમાન્ડમેન્ટ્સ, ધ : 1956નું ઑસ્કારવિજેતા અમેરિકન ચલચિત્ર. નિર્માણસંસ્થા : પૅરેમાઉન્ટ; નિર્માતા-દિગ્દર્શક : સેસિલ બી. દ મિલ; કલાકારો : ચાર્લ્ટન હેસ્ટર, યુલ બ્રિનર, ઍન બેક્સ્ટર, ઍડવર્ડ જી. રૉબિન્સન, ટ્વોન ડી કાર્લો, ડેબરા પેજેટ; છબીકલા : લૉયલ ગ્રિગ્સ, જ્હૉન એફ. વૉરેન, ડબલ્યૂ. વૉલેસ કેલી, પેવેરેલ માર્લી તથા સંગીત : એલ્મર બર્ન-સ્ટેન.…
વધુ વાંચો >ટેલર, એલિઝાબેથ રોઝમંડ
ટેલર, એલિઝાબેથ રોઝમંડ (જ. 27 ફેબ્રુઆરી 1932, લંડન; અ. 23 માર્ચ 2011, લૉસ ઍજિલિસ, કૅલિફૉર્નિયા) : હૉલિવૂડની વિખ્યાત અભિનેત્રી. નાની વયથી જ અભિનયમાં રુચિ ધરાવતી. 1939માં પોતાના પરિવાર સાથે અમેરિકાના લૉસ ઍંજિલિસમાં હૉલિવૂડમાં રહેવા ગઈ. 1942માં દસ વર્ષની ઉંમરે બાળ-કલાકાર તરીકે કેટલીક ફિલ્મોમાં ભૂમિકા ભજવી. 1950માં ‘ધ ફાધર ઑવ્ ધ…
વધુ વાંચો >ટૉલૅન્ડ, ગ્રેગ
ટૉલૅન્ડ, ગ્રેગ (જ. 29 મે 1904, ચાર્લ્સટન, ઇલિનૉય; અ. 28 સપ્ટેમ્બર 1948, હૉલિવૂડ) : ચલચિત્રનો અમેરિકી છબીકાર. પ્રકાશછાયાના સંતુલન તથા કૅમેરાના ઊંડાણદર્શી પ્રયોગ દ્વારા ર્દશ્યમાં અદભુતતા આણનાર છબીકાર તરીકે તે જાણીતો થયો. ટૉલૅન્ડે 15 વર્ષની વયે ફૉક્સ સ્ટુડિયોના કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ શરૂ કર્યું. વર્ષે દહાડે તે સહાયક કૅમેરામૅન થયો.…
વધુ વાંચો >ટ્રેસી, સ્પેન્સર
ટ્રેસી, સ્પેન્સર (જ. 5 એપ્રિલ 1900, મિલવૉકી, યુ.એસ.; અ. 10 જૂન 1967, બેવરલી હિલ) : અમેરિકી ચલચિત્ર અભિનેતા. પિતા ટ્રક સેલ્સમૅન હતા. પુત્રને તેમણે પાદરી બનાવવા ધાર્મિક શાળામાં મૂક્યો. 1917માં તે શાળા છોડીને નૌસેનામાં જોડાયો. પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી નૉર્થવેસ્ટર્ન મિલિટરી અકાદમીમાં પ્રવેશ મેળવી તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો. 1921માં…
વધુ વાંચો >ટ્વેન્ટીસેવન ડાઉન
ટ્વેન્ટીસેવન ડાઉન (1973) : હિંદી ભાષાનાં ઉત્તમ ચલચિત્રોમાંનું એક. નિર્માણસંસ્થા : અવતાર કૌલ પ્રોડક્શન્સ; નિર્માતા–દિગ્દર્શક : અવતાર કૃષ્ણ કૌલ; પટકથા : અવતાર કૃષ્ણ કૌલ; કથા : રમેશ બક્ષી; છબીકલા : એ.કે.બિર; સંકલન : રવિ પટનાયક; મુખ્ય કલાકારો : રાખી, એમ.કે. રૈના, રેખા સબનીસ, માધવી, મંજુલા, ઓમ શિવપુરી, રોચક પંડિત. શ્વેત…
વધુ વાંચો >ઠાકોર, કીર્તિદા
ઠાકોર, કીર્તિદા (જ. 11 ઑક્ટોબર 1936) : ગુજરાતી રંગમંચ, ટીવી અને ફિલ્મક્ષેત્રની અભિનેત્રી. અભિનયની ચારેક દાયકાની કારકિર્દીમાં તેમણે પ્રશિષ્ટ નાટકો (‘જહાનઆરા’, ‘ચૌલાદેવી’, ‘ગૃહદાહ’, ‘ચિત્રાંગદા’ વગેરે), લોકકથાઓ (‘શેણી વિજાણંદ’ વગેરે), વ્યાવસાયિક રંગભૂમિનાં નાટકો(‘અમે બરફનાં પંખી’, ‘કૂંપળ ફૂટ્યાની વાત’, વગેરે)માં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ઇસરો (પીજ) ટીવીની નાટ્યશ્રેણીઓ તથા ‘રેવા’, ‘બહેરું…
વધુ વાંચો >ડગ્લાસ, કર્ક
ડગ્લાસ, કર્ક (જ. 9 ડિસેમ્બર 1916, ઍમ્સ્ટરડૅમ, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 5 ફેબ્રુઆરી 2020, એવર્લી હિલ્સ) : ચલચિત્રક્ષેત્રે અસાધારણ કારકિર્દી માટે 1996માં ઑસ્કારથી સન્માનિત અમેરિકન અભિનેતા. પિતાનું નામ હર્ષલ ડૅનિયલોવિચ અને માતાનું નામ બ્રાયના. આ કામદાર દંપતીનાં સાત સંતાનોમાં ચોથું સંતાન અને એકમાત્ર પુત્ર તે કર્ક ડગ્લાસ, જેનું મૂળ નામ ઈશ્યૂર…
વધુ વાંચો >