ચલચિત્ર
ચોપરા, બી. આર.
ચોપરા, બી. આર. (જ. 22 એપ્રિલ 1914, લાહોર; અ. 5 નવેમ્બર 2008, મુંબઈ) : બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. આખું નામ બળદેવ રાજ ચોપરા. તેઓ લેખક, પત્રકાર, નિર્માતા અને નિર્દેશક તરીકે સુદીર્ઘ અનુભવ ધરાવતા હતા. તેમનો જન્મ એક ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ સાહિત્ય અને કલા તરફ…
વધુ વાંચો >ચૌધરી, સલિલ
ચૌધરી, સલિલ (જ. 19 નવેમ્બર, 1922; અ. 5 સપ્ટેમ્બર 1995, કૉલકાતા) : ચલચિત્રજગતના સંગીત-નિર્દેશક. કોઈ પણ જાતની સંગીતની તાલીમ વગર સ્વરરચનાની આગવી સૂઝ ધરાવતા આ સંગીતકારે બંગાળી તથા હિંદી ચલચિત્રો અને દૂરદર્શન પરની ધારાવાહિક શ્રેણીઓ ઉપરાંત અસમિયા, કન્નડ, તમિળ તથા તેલુગુ ચલચિત્રોમાં પણ સંગીતનિર્દેશન કર્યું છે. ‘પિંજરે કે પંછી’ (1966)…
વધુ વાંચો >જગદીશ ફિલ્મ કંપની (1928)
જગદીશ ફિલ્મ કંપની (1928) : મૂક ચલચિત્રોના ગાળામાં ગુજરાતીઓએ સ્થાપેલી મુંબઈ ચલચિત્ર ઉદ્યોગની એક મહત્વની નિર્માણ કંપની. તેના સ્થાપકો અને સંચાલકો હતા માધવદાસ પાસ્તા અને ચંદુલાલ શાહ. પટકથાલેખન અને દિગ્દર્શનક્ષેત્રે સ્વતંત્ર પ્રતિભા ધરાવતા ચંદુલાલ શાહને ભાગીદાર બનાવી રૂ બજારના વેપારી માધવદાસ પાસ્તાએ આ ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. મિસ ગોહર…
વધુ વાંચો >જમુનાદેવી
જમુનાદેવી (જ. 1917, કૉલકાતા; અ. 24 નવેમ્બર, 2005, દક્ષિણ કૉલકાતા) : જૂની હિંદી ફિલ્મોની નાયિકા. માતાપિતા મૂળ ઉત્તરપ્રદેશનાં વતની, એટલે જમુનાને હિંદી અને બંગાળી બંને ભાષાની એકસરખી ફાવટ હતી. આશરે 17 વર્ષની વયે ફિલ્મક્ષેત્રે પ્રવેશેલાં જમુનાના જીવનમાં ફિલ્મકાર-કલાકાર પી. સી. બરુઆનું સ્થાન વિશિષ્ટ હતું. બરુઆની પ્રથમ ફિલ્મ ‘રૂપલેખા’ સાથે 1934માં…
વધુ વાંચો >જયદેવ
જયદેવ (જ. 3 ઑગસ્ટ 1918, નૈરોબી; અ. 6 જાન્યુઆરી 1987, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સ્વરનિયોજક. મૂળ લુધિયાણાના વતની. લાહોરમાં અભ્યાસ. માત્ર 15 વર્ષની વયે અભિનેતા બનવા મુંબઈ આવ્યા. પણ નસીબજોગે તે સંગીતક્ષેત્રે સફળ થયા. સંગીતકાર ઉસ્તાદ અલી અકબરખાનના સહાયક તરીકે તેમની સાથે જયદેવે ‘આંધિયાઁ’ અને ‘હમસફર’ ફિલ્મોમાં કામગીરી બજાવી. સંગીતકાર…
વધુ વાંચો >જયલલિતા જયરામ
જયલલિતા જયરામ (જ. 24 ફેબ્રુઆરી 1948, માંડ્યા, કર્ણાટક; અ. 5 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : તામિલનાડુનાં રાજદ્વારી મહિલા-નેતા અને ભૂતપૂર્વ અભિનેત્રી. પિતા આર. જયરામ અને માતા સંધ્યા. માતા તમિળ અને તેલુગુ ફિલ્મોનાં ચરિત્ર અભિનેત્રી હતાં; તેથી શિશુ વયથી નૃત્ય અને સંગીતમાં તેઓ રુચિ ધરાવતાં હતાં. તેમણે 12 વર્ષની નાની વયે જ…
વધુ વાંચો >જયવંત, નલિની
જયવંત, નલિની (જ. 18 ફેબ્રુઆરી 1926, મુંબઈ; અ. 20 ડિસેમ્બર 2010, ચેમ્બુર, મુંબઈ) : રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી તથા અગ્રણી અભિનેત્રી શોભના સમર્થની પિતરાઈ બહેન. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ. માત્ર 6 વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં. 10 વર્ષની વયે શાળાના કાર્યક્રમમાં…
વધુ વાંચો >જાગતે રહો (1959)
જાગતે રહો (1959) : સમાજના નૈતિક અધ:પતનનો આબેહૂબ ચિતાર આપતી પ્રતીકાત્મક ફિલ્મ. દિગ્દર્શન : શંભુ મિત્ર તથા અમિત મોઇત્ર; નિર્માતા : આર. કે. ફિલ્મ્સ, સંવાદ : ખ્વાજા અહમદ અબ્બાસ; ગીતકાર : શૈલેન્દ્ર; સંગીતકાર : સલિલ ચૌધરી; છબીકાર : રાધુ કરમારકર; પ્રમુખ ભૂમિકા : રાજકપૂર, પહાડી સન્યાલ, મોતીલાલ, નરગિસ, છબી વિશ્વાસ,…
વધુ વાંચો >જાગીરદાર, ગજાનન
જાગીરદાર, ગજાનન (જ. 2 એપ્રિલ 1907, અમરાવતી; અ. 13 ઑગસ્ટ 1988, મુંબઈ) : બહુવિધ પ્રતિભા ધરાવતા ચલચિત્રઅભિનેતા, નિર્માતા, નિર્દેશક. પિતા તેમને અધ્યાપક બનાવવા માગતા હતા. પણ અભિનેતા બનવા માટે એમ.એ.નો અભ્યાસ પડતો મૂકી તે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની નટમંડળીમાં સામેલ થયા; પરંતુ ચલચિત્રજગતનું વિશેષ આકર્ષણ હોવાથી 1930માં દિગ્દર્શક ભાલજી પેંઢારકરના સહાયક તરીકે…
વધુ વાંચો >જીવન
જીવન (જ. 24 ઑક્ટોબર 1915; અ. 10 જૂન 1987, મુંબઈ) : ચલચિત્ર વ્યવસાયના વીતેલા જમાનાના વિખ્યાત અભિનેતા. આખું નામ ઓમકારનાથ જીવન દુર્ગાપ્રસાદ ધર. પણ તેમણે અભિનેતા તરીકે પોતાનું નામ માત્ર ‘જીવન’ રાખ્યું. આ ટૂંકા નામથી તેઓ યાદગાર બની રહ્યા. કાશ્મીરના પંડિત (બ્રાહ્મણ) પરિવારમાં જન્મ. બાળપણ કાશ્મીરમાં વીત્યું. પિતા ઉચ્ચ સરકારી…
વધુ વાંચો >