ચન્દ્રકાન્ત મહેતા

પિળ્ળૈ ઇડિપલ્લી રાઘવન

પિળ્ળૈ, ઇડિપલ્લી રાઘવન (જ. 30 મે, 1909, ઇડિપલ્લી, ત્રિવેન્દ્રમ્; અ. જુલાઈ, 1936 કોલ્લમ, કેરાલા) : મલયાળમ લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ઇડિપલ્લીમાં; ઉચ્ચશિક્ષણ ત્રિવેન્દ્રમમાં. નાનપણથી જ કાવ્યવાચનનો શોખ. કૉલેજમાં હતા ત્યારથી કાવ્યરચનાની શરૂઆત. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી અને બીજી પારાવાર સમસ્યાઓ જીવનને વિષમય બનાવી દેતી હતી. એમણે કાવ્યલેખનના…

વધુ વાંચો >

પિળ્ળૈ તમિળ

પિળ્ળૈ, તમિળ : તમિળનો એક કાવ્યપ્રકાર. એમાં બાળકના જન્મ પછી ત્રીજા મહિનાથી એકવીસમા મહિના સુધીની વિવિધ ક્રીડાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે; જેમ કે, કપ્પુ પ્રકારમાં બાળકના શિક્ષણ માટે ઈશ્વરપ્રાર્થના; ‘ચેકિરૈ’માં બાળક ભાખોડિયાં ભરે તેનું વર્ણન; તાલારટ્ટુમાં હાલરડાં; ચપ્પાણી-કોટ્ટુદલમાં બાળક તાળી પાડે છે તેનું વર્ણન; મુત્તપ્પરુરવમાં બાળકને મા અને…

વધુ વાંચો >

પિંજર (1950)

પિંજર (1950) : પંજાબી નવલકથા. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખિકા અમૃતા પ્રીતમની આ નવલકથા હિન્દુ-મુસ્લિમ રમખાણ અને વૈમનસ્યની પશ્ચાદભૂમાં લખાઈ છે. એમની કૃતિમાં એમણે એક તરફ રક્તપિપાસા તો બીજી તરફ માનવતાનો પણ પરિચય આપ્યો છે. કથાનાયિકા પારોનો વિવાહ રામચંદ્ર જોડે થયો હતો અને લગ્નની તૈયારીઓ થઈ રહી હતી. પારો, રામચંદ્રનાં સ્વપ્નાં…

વધુ વાંચો >

પુટ્ટપ્પા કે. વી. (‘કુવેમ્પુ’)

પુટ્ટપ્પા, કે. વી. (‘કુવેમ્પુ’) (જ. 29 ડિસેમ્બર 1904, હિરેકાડિજ; અ. 11 નવેમ્બર 1994, મૈસૂર) : કન્નડના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક. તેમના પિતાએ તેમને કન્નડ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તેમણે સૌપ્રથમ તીર્થહલ્લીની સ્થાનિક શાળામાં અને પછી મૈસૂર ખાતે અભ્યાસ કર્યો. તેમણે કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી (1929). પાછળથી તે…

વધુ વાંચો >

પુદુમૈપિત્તન

પુદુમૈપિત્તન (જ. 25 એપ્રિલ 1906, તિરૂનેલવેલી; અ. 5 મે 1948, તિરુવનંતપુરમ્) : તમિળ ટૂંકી વાર્તાના જાણીતા લેખક. સમાજનાં મોટા ભાગનાં વલણો પરત્વે તેમનો અભિગમ ક્રાંતિકારી હતો. બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ‘દિનમણિ’ (1935થી 1941) તથા ‘દિનસારી’ (1942થી 1946)-એ બે દૈનિકોમાં સહાયક તંત્રી તરીકે કામગીરી બજાવી હતી. તેમણે કાવ્યો, સાહિત્યિક વિવેચન,…

વધુ વાંચો >

પુરમ્

પુરમ્ : પ્રાચીન તમિળ સાહિત્યનો પ્રકાર. પ્રાચીન તમિળ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે : એક અલમ્ ને બીજું પુરમ્. પુરમ્ સાહિત્યમાં સામૂહિક જનજીવનનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ હોય છે. એમાં મુખ્યત: નાયકની વીરતા, દાનવીરતા વગેરે ગુણોનું તેમજ યુદ્ધનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે. એના સાત પ્રકારો છે : વૈઙ્ચિ, વંજી, ઉલિલૈ,…

વધુ વાંચો >

પુરંદરદાસ

પુરંદરદાસ (જ. આશરે 1484 શિમોગા જિલ્લો, કર્ણાટક; અ. આશરે 2 જાન્યુઆરી, 1564 હમ્પી, કર્ણાટક) : કન્નડના વૈષ્ણવ કવિ. એ કવિ તથા સંગીતકાર હતા. એમને કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે એ પૂર્વે ખૂબ ધનાઢ્ય, પણ લોભી અને કંજૂસ હતા; પણ પછી જીવનમાં કંઈક એવું બન્યું…

વધુ વાંચો >

પૂરણસિંહ

પૂરણસિંહ (જ. 17 ફેબ્રુઆરી, 1881, અબોટાબાદ, હાલનું પાકિસ્તાન અ. 31 માર્ચ, 1931 દહેરાદૂન) : પંજાબી લેખક. એમનું માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ લાહોરમાં. એ જાપાનના પ્રવાસે ગયા ત્યાં બૌદ્ધ ધર્મનો એમની પર એટલો પ્રભાવ પડ્યો કે એમણે તેનો અંગીકાર કર્યો; એટલું જ નહિ, પણ એ બૌદ્ધભિક્ષુ બની ગયા. પછી સ્વામી રામતીર્થના સંપર્કમાં…

વધુ વાંચો >

પૂરુ-નાનુરુ

પૂરુ–નાનુરુ (ઈ. સ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી શતાબ્દી સુધી) : તમિળ ગ્રંથ. પ્રાચીન તમિળ સાહિત્ય બે વિભાગમાં વિભાજિત છે : અહમ્ અને પુરમ્. અહમમાં વ્યક્તિગત જીવનનું અને પુરમ્ સાહિત્યમાં સામાજિક જીવનનું ચિત્રણ થયેલું હોય છે. ‘પૂરુ-નાનુરુ’ પુરમ્ સાહિત્યનો ગ્રંથ છે. એ ગ્રંથમાં 400 પદો છે, જે ચારણો તથા…

વધુ વાંચો >

પ્રતિભા

પ્રતિભા : ઊડિયા લેખક હરેકૃષ્ણ મહેતાબની સાંપ્રત સમયની રાજકીય નવલકથા. એ કથા સ્વતંત્રતા-આંદોલનમાં ગાંધીજીનો પ્રભાવ જ્યારે ચરમસીમાએ હતો, તે સમયની પશ્ચાદભૂમાં લખાઈ છે. નારી સ્વપ્રયત્ને કેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી સંઘર્ષ કરીને પોતાની સ્વતંત્રતાનો માર્ગ મોકળો કરે છે તે આ કથાની નાયિકા પ્રતિભા દ્વારા દર્શાવાયું છે. પ્રતિભા અલ્પશિક્ષિતા હતી, ગરીબ કુટુંબમાં જન્મી…

વધુ વાંચો >