ચન્દ્રકાન્ત મહેતા

ટાગોર, દ્વિજેન્દ્રનાથ

ટાગોર, દ્વિજેન્દ્રનાથ (જ. 11 માર્ચ 1840, જોડાસાંકો, કૉલકાતા; અ. 19 જાન્યુઆરી 1926; શાંતિનિકેતન) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મહર્ષિ દેવેન્દ્રનાથના સૌથી મોટા પુત્ર અને રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ. શિક્ષણ મોટેભાગે ઘેર રહીને મેળવેલું. પ્રસિદ્ધ વિદ્વાન રામનારાયણ તર્કરત્ન પાસે સંસ્કૃતનો સઘન અભ્યાસ કરેલો. પરિણામે નાની વયે સંસ્કૃત સાહિત્ય માટે અભિરુચિ કેળવાયેલી. પછીથી…

વધુ વાંચો >

ઠાકુરમાર ઝૂલિ

ઠાકુરમાર ઝૂલિ (1908) : બાળકો માટેની લોકસાહિત્યની બંગાળી કૃતિ. બંગાળના લોકસાહિત્યનું સંશોધન કરનાર દક્ષિણારંજન મિત્રે ગામડે ગામડે ઘૂમી ડોશીઓને મુખે બાળવાર્તાઓ સાંભળી, તેમને સંગૃહીત કરી તે ‘ઠાકુરમાર ઝૂલિ’ એટલે કે દાદીમાની થેલી. એમાં ડોશીમા પાસેથી સાંભળીને લખેલી 16 વાર્તાઓ છે. દક્ષિણારંજન ચિત્રકાર પણ હતા. એટલે એ વાર્તાઓનાં ચિત્રો પણ એમણે…

વધુ વાંચો >

ડેકા, હિતેશ

ડેકા, હિતેશ (જ. 1928, કામરૂપ જિલ્લો, અસમ) : અસમિયા ભાષાના લેખક. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં અને પછી માધ્યમિક શિક્ષણ નલબારીની શાળામાં લીધું. અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હોવાથી એમને છાત્રવૃત્તિ મળતી તેમાંથી ભણતરનો ખર્ચ નીકળતો. એમણે મૅટ્રિકની પરીક્ષા આપી ને કૉલેજમાં જોડાયા. ત્યાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું. એટલે કૉલેજ છોડી જંગમાં …

વધુ વાંચો >

તત્વમસિ (1984)

તત્વમસિ (1984) : ડૉ. સુકુમાર કોઝીકોડનું મલયાળમ ભાષામાં ભારતીય દર્શનવિષયક પુસ્તક. તેને 1984માં શ્રેષ્ઠ મલયાળમ પુસ્તક માટેના સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. એ પુસ્તકને એ પુરસ્કાર ઉપરાંત બીજી આઠ સંસ્થાઓ તરફથી પણ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. વળી એક જ વર્ષમાં એની આઠ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. એમાં…

વધુ વાંચો >

તપસ્વી ઓ તરંગિણી

તપસ્વી ઓ તરંગિણી (1965) : બંગાળી લેખક બુદ્ધદેવ બસુનું કાવ્યનાટક. એને સાહિત્ય અકાદમીના 1967ની શ્રેષ્ઠ બંગાળી રચના માટેના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. નાટકનું કથાનક પુરાણમાંથી લેવામાં આવ્યું છે. એમાં પ્રેમ અને વાસના વચ્ચેનો સંઘર્ષ દર્શાવાયો છે. અંગ દેશમાં વર્ષો સુધી વરસાદ વરસ્યો ન હોવાથી ત્યાં દુકાળની પરિસ્થિતિ પ્રવર્તતી…

વધુ વાંચો >

તરુણ ભારત

તરુણ ભારત : મરાઠી સાપ્તાહિક. સ્થાપક જાણીતા મરાઠી લેખક ગ. ત્ર્યં. માડખોલકરે 1930માં નાગપુરથી શરૂ કરેલું. એ સાપ્તાહિકમાં પ્રારંભમાં તરુણ લેખકોને અગ્રસ્થાન અપાતું. તે ઉપરાંત એમાં સમકાલીન રાજકીય, સામાજિક, સાંસ્કારિક પરિબળો વિશે પણ આકરી ટીકા થતી. એમાં તંત્રી દ્વારા થતી ચર્ચાઓમાં પત્રકારનું તાટસ્થ્ય નહોતું અને ભાષા પણ ઉગ્ર તેમજ આક્ષેપાત્મક…

વધુ વાંચો >

તરૈ મુરૈહળ

તરૈ મુરૈહળ (1968) : તમિળ સાહિત્યના સ્વાતંત્ર્યોત્તરકાળના પ્રસિદ્ધ નવલકથાકાર નીલ પદ્મનાભનની તમિળ સાહિત્યની પ્રથમ જાનપદી નવલકથા. આ પ્રકારની નવલકથાનો આરંભ ‘તરૈ મુરૈહળ’થી થયો. એમાં તમિળનાડુના ઇરણિયલ નામક શહેરમાં વસતી ચેટ્ટિયાર (વેપારી) જાતિનું સર્વતોમુખી નિરૂપણ છે. એ જાતિના લોકો મોટેભાગે નાનો મોટો ધંધો કરતા હોય છે. એ જાતિના લોકોની રહેણીકરણી, ખાણીપીણી,…

વધુ વાંચો >

તર્કરત્ન રામનારાયણ

તર્કરત્ન રામનારાયણ (જ. 1822; અ. 1886) : બંગાળી નાટ્યકાર. ઓગણીસમી સદીમાં બંગાળી નાટકને તેમણે નવી દિશા દાખવી. તેમણે કૉલકાતાની સરકારી સંસ્કૃત કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું હતું અને કૉલેજમાં ભણતા હતા ત્યારે જ નાટકો લખવાની અને ભજવવાની શરૂઆત કરેલી. એમની પહેલી કૃતિ ‘રત્નાવલિ’ સંસ્કૃત નાટકનું રૂપાંતર હતું. એ લખાયેલું તો 1854માં…

વધુ વાંચો >

તંગતમ્મૈ

તંગતમ્મૈ : ભારતીદાસન નામના તમિળ કવિએ લખેલા દીર્ઘકાવ્ય ‘કુડુંબ વિળકઠુ’નું મુખ્ય પાત્ર. તંગતમ્મૈનું કવિએ આદર્શ ગૃહિણી તરીકે ચિત્ર રજૂ કર્યું છે. આદર્શ કુટુંબ કેવું હોય, એવા કુટુંબમાં તેના સભ્યોનો પરસ્પર વ્યવહાર કેવો હોય અને એ કુટુંબમાં ગૃહિણીનો કેવો મહત્વનો ફાળો હોય તે એ પાત્ર દ્વારા દર્શાવ્યું છે. કાવ્ય પાંચ ભાગમાં…

વધુ વાંચો >

તંપિ ઈરાસન

તંપિ ઈરાસન (1782–1856) : મલયાળમ ભાષાના કવિ. ત્રાવણકોરના મહારાજાના નિકટના સંબંધી હતા. નાનપણમાં જ સંસ્કૃતનું ઊંડું અધ્યયન કરેલું. તેઓ નાનપણથી ગીતો લખતા. જાહેરમાં સ્વરચિત ગીતો ગાતા. એમની કવિ તરીકે ખ્યાતિ એટલી પ્રસરેલી કે ત્રાવણકોરના મહારાજા તિરુ પાલે એમને દરબારના રાજકવિ નીમેલા. કેરળનું વિશિષ્ટ નૃત્ય કથકલિ હતું. કથકલિ નૃત્ય વખતે જે…

વધુ વાંચો >