ચન્દ્રકાન્ત મહેતા

જનપ્રિય રામાયણ

જનપ્રિય રામાયણ : તેલુગુ કાવ્ય. 1983માં તેલુગુના પ્રસિદ્ધ કવિ નારાયણાચાર્યે રચેલું ‘જનપ્રિય રામાયણ’ સાહિત્ય અકાદમીએ 1983ના તેલુગુના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કારયોગ્ય ગણ્યું હતું. એ જ વર્ષમાં આંધ્રપ્રદેશ સરકાર તરફથી પણ નારાયણાચાર્યને એ પુસ્તકની રચના માટે પુરસ્કૃત કરાયા હતા. મધ્યકાલીન યુગમાં તેલુગુમાં રામાયણવિષયક અનેક ઉત્કૃષ્ટ રચના થઈ હતી; પરંતુ અર્વાચીન યુગમાં…

વધુ વાંચો >

જલકી પ્યાસ ના જાએ

જલકી પ્યાસ ના જાએ : પ્રસિદ્ધ પંજાબી સાહિત્યકાર કર્તારસિંહ દુગ્ગલની નવલકથા. 1984માં પ્રગટ થયેલી. એ નવલકથા ભારતવિભાજન થતાં, ભારત અને પાકિસ્તાનમાં જે અત્યાચારો થયા અને જે લોકો પર પારાવાર સિતમ ગુજર્યો તે પ્રસંગની હૃદયદ્રાવક કહાની છે. એની વિશેષતા એ છે કે એમાં કોઈ નાયકનાયિકા નથી. અથવા બીજી રીતે કહીએ તો…

વધુ વાંચો >

જવાબી કાર્ડ

જવાબી કાર્ડ : કાશ્મીરી વાર્તાસંગ્રહ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં કાશ્મીરના વાર્તાસાહિત્યનું આધુનિકતા તરફ જે પ્રસ્થાન થયું તેમાં દીનાનાથ નદીમના ‘જવાબી કાર્ડ’ સંગ્રહનો મહત્વનો ફાળો છે. સ્વાતંત્ર્ય પૂર્વે કાશ્મીરી વાર્તાસાહિત્યનો ગણનાપાત્ર વિકાસ થયો નહોતો. સ્વાતંત્ર્યોત્તર કાળમાં ત્યાં શિક્ષણનો પ્રચાર થયો. વિશ્વવિદ્યાલયમાંથી ડિગ્રીઓ મેળવીને બહાર પડતા યુવાન લેખકોએ અન્ય સાહિત્યપ્રકારોની જેમ કાશ્મીરી વાર્તાસાહિત્યમાં પણ…

વધુ વાંચો >

જીવગ ચિંતામણિ

જીવગ ચિંતામણિ (ઈ. સ. દશમી શતાબ્દી) : જૈન મુનિ અને તમિળ કવિ તક્કદેવરની કાવ્યરચના. એની ગણના તમિળનાં 5 પ્રસિદ્ધ મહાકાવ્યો જોડે કરવામાં આવે છે. એ 3,145 પદો અને 13 ખંડોમાં વિભાજિત છે. રસપ્રદ કાવ્યનો નાયક રાજકુમાર જીવગ 8 લગ્નો કરે છે તેથી એ ગ્રંથને ‘મણનૂલ’ (વિવાહગ્રંથ) કહેવામાં આવે છે. જીવનનાં…

વધુ વાંચો >

જીવનનો આનંદ (1936)

જીવનનો આનંદ (1936) : કાકા કાલેલકર (દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 1885–1952)ના કુદરત અને કલાવિષયક લેખોનો સંગ્રહ. કુદરત અને કલા વિશેની કાકાસાહેબની સૂક્ષ્મ ર્દષ્ટિનો તથા એમની સર્જકપ્રતિભાનો આહલાદક પરિચય આ સંગ્રહમાં થાય છે. નાનપણથી જ એમને પ્રકૃતિ જોડે ઘેરો આત્મીયભાવ જાગેલો. પ્રકૃતિને એમણે જડ નહિ, પણ ચૈતન્યસભર માની છે. નદી, સાગર, સરોવર,…

વધુ વાંચો >

જીવનસમરમ્ (1980)

જીવનસમરમ્ (1980) : તેલુગુ લેખક રાવુરી ભારદ્વાજનાં રેખાચિત્રોનો સંગ્રહ. 1980ના તેલુગુ ભાષાના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદેમીના પારિતોષિક માટે પસંદ કરાયેલી કૃતિ. તેની વિશેષતા એ છે કે એમાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓનાં રેખાચિત્રોને બદલે રોજબરોજ જેમના સંપર્કમાં આવતા હોઈએ એવી વ્યક્તિઓ જેમ કે ખેતમજૂર, નાની હાટડીવાળો, હજામ, દરજી, સુથાર, શિક્ષક, વિદ્યાર્થી, ફેરિયો,…

વધુ વાંચો >

ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ

ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ (જ. 30 ડિસેમ્બર 1868, ભરૂચ; અ. 15 જૂન 1957, મુંબઈ) : ગુજરાતી સાક્ષર અને મુંબઈ સ્મૉલ કૉઝ કોર્ટના વડા ન્યાયમૂર્તિ. તેમણે ફારસીનો ઊંડો અભ્યાસ કરેલો. તેને પરિણામે એમણે ‘દયારામ અને હાફેઝ’ – એ  બે કવિઓનો તુલનાત્મક અભ્યાસ દર્શાવતો ગ્રંથ લખ્યો. ગુજરાતીમાં તે તુલનાત્મક સાહિત્યનું પ્રથમ પુસ્તક છે.…

વધુ વાંચો >

ઝુત્સી, સોમનાથ

ઝુત્સી, સોમનાથ (જ. 1922, અનંતનાગ) : કાશ્મીરી લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અનંતનાગમાં અને ઉચ્ચશિક્ષણ શ્રીનગરમાં. કાશ્મીર વિશ્વવિદ્યાલયમાંથી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષય લઈને બી.એ.ની પદવી મેળવી અને કાશ્મીરના આકાશવાણી કેન્દ્રમાં જોડાયા. ત્યાંથી જ એમણે વાર્તાલેખન શરૂ કર્યું, ને કાશ્મીરના પુનર્જાગરણ યુગના અગ્રિમ લેખક તરીકે ઊપસ્યા. તે શરૂઆતથી જ પ્રગતિવાદી વિચારધારાના…

વધુ વાંચો >

ટાગોર, અવનીન્દ્રનાથ

ટાગોર, અવનીન્દ્રનાથ (જ. 1871, જોડાસાંકો, કૉલકાતા; અ. 1951, કૉલકાતા) : બંગાળશૈલીના ચિત્રકાર, કલાગુરુ અને લેખક. રવીન્દ્રનાથ તેમના કાકા. તેમના દાદા પૉર્ટ્રેટ તથા લૅન્ડસ્કેપ ચિત્રકાર હતા; તેમના પિતા સરકારી કલાશાળાના વિદ્યાર્થી હતા. એ ઉપરાંત સમગ્ર ટાગોર પરિવારમાં કલા-સંસ્કાર-સાહિત્યનું વાતાવરણ હોવાથી શૈશવથી જ સર્જનાત્મક સંસ્કારોનો પ્રારંભ. પરંતુ અવનીન્દ્રનાથનો ઉછેર કેવળ નોકરો તથા…

વધુ વાંચો >

ટાગોર, જ્યોતિરિન્દ્રનાથ

ટાગોર, જ્યોતિરિન્દ્રનાથ (જ. 4 મે 1849; અ. 4 માર્ચ 1925) : પ્રસિદ્ધ  બંગાળી નાટ્યકાર. તે મહર્ષિ દેવેન્દ્રનાથનાં સંતાનોમાં પાંચમા અને રવીન્દ્રનાથના વડીલ બંધુ હતા. તેઓ સંગીત અને ચિત્રકલામાં નિપુણ હતા. અવેતન રંગભૂમિના સફળ અભિનેતા અને નાટ્યરચનાઓ દ્વારા ગણનાપાત્ર પ્રદાન કરનાર તરીકે તેમને સારી ખ્યાતિ મળી હતી. રવીન્દ્રનાથને બાલ્યકાળ દરમિયાન તેમના…

વધુ વાંચો >