ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

મિશ્રા, રામદેવ

મિશ્રા, રામદેવ (જ. 26 ઑગસ્ટ, 1908; અ. 1991) : ભારતીય પરિસ્થિતિવિજ્ઞાની (ecologist). તેમની કારકિર્દીના પ્રારંભથી 1950 સુધી તેમણે સાગર યુનિવર્સિટીમાં કાર્ય કર્યું અને પરિસ્થિતિવિજ્ઞાનનો પાયો નાખ્યો. ત્યારપછી 1956માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા. તેમનાં સંશોધનોને કારણે આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું સંશોધનકેન્દ્ર…

વધુ વાંચો >

મેન્ડેલ, ગ્રેગોર જોહાન

મેન્ડેલ, ગ્રેગોર જોહાન (જ. 22 જુલાઈ 1822, હીંઝેનડૉર્ફ, ઑસ્ટ્રિયા; અ. 6 જાન્યુઆરી, 1884, બ્રૂન ચેકોસ્લોવેકિયા) : જનીનવિજ્ઞાનના સંસ્થાપક. તે 1843માં ઑસ્ટ્રિયાના બ્રૂન શહેર (હાલના ચેકોસ્લોવેકિયાના બર્નો શહેર)ના સંત ઑગસ્ટાઇનના મઠમાં ગરીબ છોકરા તરીકે જોડાયેલા અને 1847માં તેમને ધર્મોપદેશકની દીક્ષા આપવામાં આવેલી. 1851માં તેમને વિયેના જઈ પ્રાકૃતિક વિજ્ઞાનમાં પારંગત થવાનો આદેશ…

વધુ વાંચો >

મેયુઝ, એ.ડી.જે.

મેયુઝ, એ.ડી.જે. (જ. ?; અ. ?) : વનસ્પતિવિજ્ઞાની. તેમણે વિશ્વવિખ્યાત હ્યૂગો દ ફ્રીસની પ્રયોગશાળા, યુનિવર્સિટી ઑવ્ આમ્સ્ટરડામ, હોલૅન્ડ(નેધરલડ્ઝ)માંથી આકારવિદ્યાના નવા જ અભિગમો રજૂ કર્યા. પઠન, મનન અને તર્ક દ્વારા તેમણે પુષ્પીય ઉત્ક્રાંતિ અને ઍન્થોકૉર્મની સંકલ્પના પ્રસ્તુત કરી. 1964, 1965 અને 1966માં તેમાં સુધારાઓ બહાર પાડ્યા અને પ્રાપ્ત માહિતી અને આ…

વધુ વાંચો >

મેહરા, પ્રાણનાથ

મેહરા, પ્રાણનાથ (જ. 27 ઑક્ટોબર 1907, અમૃતસર; અ. 19 નવેમ્બર 1994) : ભારતીય વનસ્પતિવિજ્ઞાની. તેમણે સરકારી કૉલેજ, લાહોરમાંથી વનસ્પતિશાસ્ત્રના વિષયમાં એમ.એસસી.ની ઉપાધિ મેળવી અને પંજાબ વિશ્વવિદ્યાલયમાં તેમની કારકિર્દીનો પ્રારંભ થયો; જ્યાં પ્રા. એસ. આર. કશ્યપના સાંનિધ્યમાં વાહક અપુષ્પ અને અનાવૃત બીજધારી વનસ્પતિઓના ઉદવિકાસીય ઇતિહાસ(evolutionary history of vascular cryptogams and gymnosperm)માં…

વધુ વાંચો >

મૉનો ઝાક

મૉનો ઝાક (લ્યુસિયન) (જ. 9 ફેબ્રુઆરી 1910, પૅરિસ; અ. 31 મે 1976) : ફ્રેંચ જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પ્રયોગશાળા મદદનીશ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ક્રમે ક્રમે તે જ પૅશ્ચર સંસ્થા, પૅરિસના અધ્યક્ષ બન્યા. બીજા વિશ્વયુદ્ધમાં બધું કાર્ય મૂકી ‘ફ્રેંચ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ’માં 1945થી 1953 સુધી જોડાયા. તેમણે પોતાના વિદ્યાર્થીઓ આન્દ્ર વુલ્ફ અને…

વધુ વાંચો >

રચનાસર્દશતા (homology)

રચનાસર્દશતા (homology) : ઉત્ક્રાંતિનો તુલનાત્મક શરીરવિજ્ઞાન(anatomy)નો એક પુરાવો. સમાન આકારવિદ્યાકીય (morphological) ઉદભવ અને મૂળભૂત રીતે સરખી સંરચના ધરાવતા હોવા છતાં બાહ્ય દેખાવે અને કાર્યાત્મક વૈવિધ્ય દર્શાવતાં અંગોને રચનાસાર્દશ્ય (homologous) ધરાવતા કે સમમૂલક અંગો અને આ પરિઘટનાને રચનાસર્દશતા કહે છે. રચનાસાર્દશ અંગો મૂળભૂત પ્રકાર(basic type)ની રૂપાંતર(modification)ની પ્રક્રિયાને પરિણામે ઉદભવે છે. વિવિધ…

વધુ વાંચો >

રાઇબોઝોમ

રાઇબોઝોમ : સજીવના કોષમાં જોવા મળતી એક અંગિકા. તેનું સૌપ્રથમ અવલોકન પૅલેડે વીજાણુ-સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ અતિ સૂક્ષ્મ કણિકાઓ સ્વરૂપે કર્યું. તે અંત:રસજાળ(endoplasmic reticulum)ની અને કોષકેન્દ્રપટલ(nuclear membrane)ની બાહ્ય સપાટીએ તથા કોષરસમાં આવેલી હરિતકણ અને કણાભસૂત્ર જેવી અંગિકાઓમાં આવેલા કણો છે. હરિતકણોમાં થાયલેકૉઇડની સપાટી ઉપર તે આવેલા હોય છે. બૅક્ટેરિયા અને ફૂગ-કોષના(કોષ)રસમાં આ…

વધુ વાંચો >

રે, જૉન

રે, જૉન (જ. 29 નવેમ્બર 1627, બ્લૅક નોટલે, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 17 જાન્યુઆરી 1705, બ્લૅક નોટલે) : સત્તરમી સદીના એક અંગ્રેજ તત્વજ્ઞાની, ધર્મશાસ્ત્રી અને અગ્રણી પ્રકૃતિવાદી. તે બાહ્યાકારવિદ્યા (morphology) પર આધારિત વનસ્પતિઓની વર્ગીકરણ-પદ્ધતિ આપનારા પ્રથમ તબક્કાના પ્રકૃતિવાદી હતા અને કેરોલસ લિનિયસ કરતાં ઘણા સમય પહેલાં તેમણે વર્ગીકરણ-પદ્ધતિ સૂચવી હતી. તેમના…

વધુ વાંચો >

રેડૉક્સ-વિભવ (redox potential)

રેડૉક્સ-વિભવ (redox potential) : ઉપચયન(oxidation) અપચયન(reduction)ની પ્રક્રિયામાં મુક્ત ઊર્જા(free energy)માં થતો ફેરફાર. તે પ્રમાણિત (standard) રેડૉક્સવિભવ તરીકે વીજ-રાસાયણિક એકમોમાં અભિવ્યક્ત થઈ શકે છે. ઉપચયન દરમિયાન કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી એક કે તેથી વધારે ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે. ઊર્જાના સંદર્ભમાં તે ઉષ્માત્યાગી પ્રક્રિયા છે. અપચયનની પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પદાર્થ એક કે…

વધુ વાંચો >

લાયસેન્કો, ટ્રોફીમ ડેનિસોવિશ

લાયસેન્કો, ટ્રોફીમ ડેનિસોવિશ (જ. 29 સપ્ટેમ્બર 1898, કાર્લોવા, રશિયન યૂક્રેન; અ. 20 નવેમ્બર 1976, કીએવ, યૂક્રેનિયન એસ.એસ.આર.) : જાણીતા રશિયન દેહધર્મવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે 1921માં ઉમાન સ્કૂલ ઑવ્ હૉર્ટિકલ્ચરમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને બેલાયા ત્સેર્કોવ સિલેક્શન સ્ટેશનમાં જોડાયા. ત્યારપછી તેમણે ‘કીએવ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ’માંથી કૃષિ-વિજ્ઞાનમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી અને 192529…

વધુ વાંચો >