ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

કાર્લ સ્નાર્ફ

કાર્લ સ્નાર્ફ : જર્મન વનસ્પતિવિદોની પરંપરામાં અજોડ ગણાતા ગર્ભવિજ્ઞાની. વિયેનામાં અભ્યાસ કરીને વિશ્વવિદ્યાલયમાં તે પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્કમાં રહેવા તે વિશ્વવિદ્યાલયથી ઘર સુધી જવાઆવવા વાહન વાપરતા નહિ. તે 1929-1941 સુધી અધ્યયન-અધ્યાપનમાં પ્રવૃત્ત રહેલા. પુષ્પની બાહ્યાકારવિદ્યાને જાતીય ર્દષ્ટિએ નિહાળી 1936માં અંદરની રચના, જેવી કે પરાગરજ, ગર્ભપુટ (embryo sac),…

વધુ વાંચો >

કેતકી

કેતકી : એકદળી વર્ગમાં આવેલા એગેવૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agave cantala Roxb. syn A. vivipara Dalz. & Gibs. (સં. વનકેતકી; મ. કેતકી, ઘાયપાત; મલા. યેરોપકૈત; અં. કૅન્ટાલા, બૉમ્બેએલો) છે. તે એક મોટી મજબૂત બહુવર્ષાયુ શાકીય મેક્સિકોની મૂલનિવાસી વનસ્પતિ છે, અને ભારતના ઘણા ભાગોમાં પ્રાકૃતિક નિવાસ કરતી (naturalized)…

વધુ વાંચો >

કેળ

કેળ : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી(ઉપકુળ – મ્યુનેસી)ની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Musa paradisiaca L. (સં. કદલી, રંભા; હિ. કેલ; અં. બનાના) છે. તે બારેમાસ ફળ અને ફૂલો ધારણ કરે છે. આબુ-અંબાજી, માથેરાન, નીલગિરિના પહાડોમાં મૂળ (original – native) વગડાઉ કેળ છે. તે કાળાં બીજથી ઊગે છે. પરંતુ…

વધુ વાંચો >

ક્રુસિફેરી

ક્રુસિફેરી : સપુષ્પ વનસ્પતિના વર્ગ દ્વિદલાનું એક કુળ. બેન્થૅમ હૂકરના મંતવ્ય પ્રમાણે આ કુળનો ઉદભવ પેપેવેરેસીમાંથી થયેલો છે; પરંતુ બાહ્યાકારવિદ્યા (external morphology) અને આંતરિક રચનાને આધારે તેની ઉત્પત્તિ કેપેરેડેસી કુળમાંથી થયેલી હશે તેમ પણ માનવામાં આવે છે. આ કુળમાં 350થી 375 પ્રજાતિઓ અને 3,000 જેટલી જાતિઓનો સમાવેશ થાય છે. આમ…

વધુ વાંચો >

જળજાંબવો

જળજાંબવો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમરેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alternanthera sessilis (Linn.) DC. syn. A. triandra Lann.; A. denticulata R. Br.; A. repens Gmel. (મ. કાંચરી, પરળ; ગુ. જળજાંબવો, પાણીની ભાજી, વાજુળ) છે. તેની જાતિઓ A. ficoidea વઘઈમાં, A. paronychoides ભરૂચ, રાજપીપળા અને છોટા ઉદેપુર પાસે, A.…

વધુ વાંચો >

જૈવરસાયણ (biochemistry)

જૈવરસાયણ (biochemistry) : વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેમજ સૂક્ષ્મજીવાણુઓમાં જોવા મળતા રાસાયણિક પદાર્થો અને રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ સાથે સંકળાયેલ વિજ્ઞાનની શાખા. આધુનિક કાર્બનિક રસાયણની ઉપશાખા તરીકે વિકસેલી છે. તેમાં ભૌતિક વિદ્યાઓ અને જીવશાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. તે મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોને આવરી લે છે : (1) જૈવિક ક્રિયાઓ સાથે સંકળાયેલા રાસાયણિક…

વધુ વાંચો >

બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની, લખનૌ

બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની, લખનૌ : ભારતમાં લખનૌ ખાતેની વનસ્પતિ-જીવાશ્મવિજ્ઞાનની એક નામાંકિત સંસ્થા. ઉપર્યુક્ત એક જ વિષયને વરેલી દુનિયાની તે પ્રથમ સંસ્થા છે. તેના આદ્ય સંસ્થાપક લખનૌ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનશાખાના અધ્યક્ષ અને અશ્મીભૂત વનસ્પતિઓના વિશ્વવિખ્યાત અન્વેષક પ્રા. બીરબલ સહાની હતા. તેની શિલારોપણવિધિ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે…

વધુ વાંચો >

બેઇલી, ઇરવિંગ વિડમર

બેઇલી, ઇરવિંગ વિડમર (જ. 15 ઑગસ્ટ 1884, ટિલ્ટન, ન્યૂહૅમ્પશાયર; અ. ?) : એક વનસ્પતિવિજ્ઞાની. તેમના પિતાનું નામ સોલન ઇરવિંગ અને માતાનું નામ રૂથ પાઉલ્ટર બેઇલી. સોલન ઇરવિંગ હાર્વર્ડ કૉલેજની વેધશાળાના અધ્યક્ષ હતા અને ત્યાં જ ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપી હતી. તેમને આરીક્વી પા ગામે, પેરૂમાં ઍન્ડીઝ પર્વતોની ઊંચી હારમાળામાં…

વધુ વાંચો >

બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ, અમેરિકા

બૉઇસ ટૉમ્પ્સન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાન્ટ રિસર્ચ ઇન્કૉર્પોરેટ, અમેરિકા : અમેરિકાની વનસ્પતિવિજ્ઞાનના સંશોધન સાથે સંકળાયેલી એક પ્રખ્યાત સંસ્થા. વિલિયમ બૉઇસ ટૉમ્પ્સન નામના અમેરિકને પોતાની અઢળક મિલકત વનસ્પતિની વિવિધ વિષય-શાખાઓ પર સંશોધનો કરવા માટે આ સંસ્થાને સમર્પિત કરી હતી, આમ છતાં આ સંસ્થા સાથે પોતાનું નામ જોડવા બાબતે ઘણી આનાકાની કરી હતી.…

વધુ વાંચો >

મિલર, સ્ટૅન્લી લૉઇડ

મિલર, સ્ટૅન્લી લૉઇડ (જ. 7 માર્ચ 1930, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 20 મે 2007, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ 1954–55માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં જેવેટ ફેલો તરીકે કર્યો. 1960માં તેઓ યુનિવર્સિટીના સાન ડિયેગો કૅમ્પસમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે રહી સેવા આપી પછી લા જોલ્લામાં રસાયણ વિભાગના અધ્યક્ષ થયા હતા.…

વધુ વાંચો >