ગૃહવિજ્ઞાન

આહાર અને પોષણ

આહાર અને પોષણ આહાર એટલે ખોરાક, મનુષ્યની પાચનશક્તિને અનુકૂળ કરાયેલ ખાદ્ય પદાર્થો. જીવનને ટકાવી રાખનારાં ત્રણ અનિવાર્ય સાધનો હવા, પાણી અને આહાર ગણાય છે. આહાર અને તંદુરસ્ત મનુષ્યના પ્રવર્તન અથવા ક્રિયાશીલતા (functioning) વચ્ચેનો સંબંધ સમજાવતી વિજ્ઞાનની શાખાને પોષણવિજ્ઞાન (nutrition) કહે છે. ઉષ્ણતા, ખનિજો, વિટામિન (પ્રજીવકો) અને અન્ય પોષક દ્રવ્યો શરીરની…

વધુ વાંચો >

આહાર-પરિરક્ષણ

આહાર-પરિરક્ષણ (Food Preservation) : આહારની પૌષ્ટિકતા જળવાઈ રહે તેવી રીતે તેનું રક્ષણ કરવું તે. દા.ત., કાચું દૂધ ચાર કલાકમાં જ ફાટી જાય છે, પણ ફ્રીજમાં રાખવાથી તે લાંબો સમય સારું રહે છે. આહાર મનુષ્ય અને પ્રાણીઓ ઉપરાંત જીવ-જંતુઓને પણ પોષણ પૂરું પાડે છે. આહારમાં જીવજંતુઓ ભળે તો આહાર સડી જાય,…

વધુ વાંચો >

ખાદ્યો અને પોષક તત્વો

ખાદ્યો અને પોષક તત્વો (Foods and Nutrients) : માનવ-શરીરના વૃદ્ધિ, વિકાસ અને નિયંત્રણ માટેના જરૂરી ખાદ્યપદાર્થો અને તેમાંનાં તત્વો. સામાન્ય રીતે 19 જેટલાં તત્વો વિવિધ સંયોજનો રૂપે આમાં સમાવિષ્ટ હોય છે. ટકાવારીની ર્દષ્ટિએ આ તત્વો અનુક્રમે પ્રાણવાયુ 65 %, કાર્બન 18 %, હાઇડ્રોજન 10 %, નાઇટ્રોજન 3 %, કૅલ્શિયમ 1.50…

વધુ વાંચો >

ગૃહવિજ્ઞાન

ગૃહવિજ્ઞાન અર્થ અને મહત્વ : ઘરનાં સંચાલન, વ્યવસ્થા, સજાવટ, આયોજન વગેરે જેવા વિષયોને આવરી લેતું વિજ્ઞાન અથવા વૈજ્ઞાનિક ઢબથી પદ્ધતિસર ઘર ચલાવવા અંગેનો અભ્યાસ એટલે ‘ગૃહવિજ્ઞાન’. આ બધી કામગીરી સ્ત્રીએ ઉપાડી લેવાની રહેતી હોય છે. એટલે ગૃહવિજ્ઞાન એ મહિલાઓ માટેનો અભ્યાસક્રમ લેખાયો છે. ગૃહિણી પોતાની વિવિધ ફરજો સમજપૂર્વક અને સંતોષકારક…

વધુ વાંચો >

લાયૉફિલાઇઝેશન (Lyophilization)

લાયૉફિલાઇઝેશન (Lyophilization) : વટાણા, માછલી જેવા વિવિધ પ્રકારના ખોરાકી પદાર્થોને થીજવીને સૂકવવા સાથે સંકળાયેલી શીત-શુષ્કન(freeze drying)-પ્રક્રિયા. આ પ્રક્રિયામાં 20° સે. જેવા અતિશીત તાપમાને જે તે ખોરાકી પદાર્થને અતિશય ઝડપથી સૂકવવામાં આવે છે. તેની અસર હેઠળ ખોરાકી પદાર્થોમાંનું પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય છે; પરંતુ તેથી એ પદાર્થોના બંધારણ કે કદમાં જરા…

વધુ વાંચો >