ગુજરાતી સાહિત્ય
પાઠક રામનારાયણ વિશ્વનાથ
પાઠક, રામનારાયણ વિશ્વનાથ (જ. 8 એપ્રિલ 1887, ગણોલ, તા. ધોળકા; અ. 21 ઑગસ્ટ 1955, મુંબઈ) : ‘શેષ’, ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’. ગુજરાતના એક સર્વતોમુખી સાહિત્યસર્જક. પિતા શિક્ષક હતા. તેમની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળોએ. ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. 1904માં મૅટ્રિક. 1908માં તર્કશાસ્ત્ર અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે પ્રથમ વર્ગ સાથે…
વધુ વાંચો >પાઠક સરોજ રમણલાલ (‘વાચા’)
પાઠક, સરોજ રમણલાલ (‘વાચા’) (જ. 1 જૂન 1929, જખઉ (કચ્છ); અ. 16 એપ્રિલ 1989, બારડોલી) : ગુજરાતી ભાષાનાં પ્રથમ પંક્તિનાં મહિલા વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યવિદ. પિતાનું નામ ભાટિયા નારણદાસ ઉદ્દેશી. ઉછેર મોટેભાગે મુંબઈની સાવ સામાન્ય ભરચક ચાલીમાં. ઘરગથ્થુ ડાયરી-લેખનથી લખવાની શરૂઆત; આગળ જતાં જયંત પાઠક, રમણ પાઠક ‘વાચસ્પતિ’ જેવા નવલોહિયા…
વધુ વાંચો >પાઠક હરેકૃષ્ણ રામચંદ્ર
પાઠક, હરિકૃષ્ણ રામચંદ્ર (જ. 5 ઑગસ્ટ 1938, બોટાદ, જિ. ભાવનગર) : ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર. માતાનું નામ મોંઘીબહેન. વતન ભોળાદ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. 1956માં મૅટ્રિક. 1961માં ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1961-62 દરમિયાન સોનગઢ (સૌરાષ્ટ્ર)ના ગુરુકુળમાં વિજ્ઞાન શિક્ષક. 1963થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્ય સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં…
વધુ વાંચો >પાઠક હસમુખ હરિલાલ
પાઠક, હસમુખ હરિલાલ (જ. 12 ફેબ્રુઆરી 1930, પાલિતાણા, જિ. ભાવનગર, અ. 3 જાન્યુઆરી 2006) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ તરીકે પ્રસિદ્ધ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. વતન ભોળાદ (તા. ધોળકા, જિ. અમદાવાદ). પિતા હરિલાલ. માતા દેવગૌરી. શાળા તથા કૉલેજનું શિક્ષણ અમદાવાદમાં. 1947માં મૅટ્રિક. 1954માં ભૌતિકવિજ્ઞાન અને ગણિતના વિષયો સાથે બી.એસસી.. 1955માં…
વધુ વાંચો >પાઠક હીરાબહેન રામનારાયણ
પાઠક, હીરાબહેન રામનારાયણ (જ. 12 એપ્રિલ 1916, મુંબઈ; અ. 15 સપ્ટેમ્બર 1995, મુંબઈ) : ગુજરાતી લેખિકા અને વિવેચક. હીરાબહેન ‘પાઠક’ થયાં એ પહેલાં હીરા કલ્યાણરાય મહેતા હતાં. 1945માં તેમણે રામનારાયણ વિ. પાઠક સાથે લગ્ન કર્યું. તેઓ પાઠકસાહેબનાં વિદ્યાર્થિની હતાં. પાઠકસાહેબના આ દ્વિતીય લગ્ને ઘણી ચકચાર જગાવેલી. પ્રાથમિક શિક્ષણ તેમણે મુંબઈની…
વધુ વાંચો >પારાશર્ય મુકુન્દરાય
પારાશર્ય, મુકુન્દરાય (જ. 13 ફેબ્રુઆરી 1914, મોરબી; અ. 19 મે 1985, ભાવનગર) : ઉપનામ : ‘પારાશર્ય’, ‘માસ્તર’, ‘પ્રભુરામ વ. શાસ્ત્રી’, ‘અકિંચન’, ‘મકનજી’. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી તથા રાજકોટ ખાતે; માધ્યમિક શિક્ષણ રાજકોટ તથા ભાવનગર ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં. બી.એ. (1940) અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે. ધર્મપરાયણ અને સાહિત્યસેવી પરિવારમાં ઉછેર;…
વધુ વાંચો >પારેખ નગીનદાસ નારણદાસ ‘ગ્રંથકાર’ ‘ગ્રંથકીટ’
પારેખ, નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકાર’, ‘ગ્રંથકીટ’ (જ. 30 ઑગસ્ટ 1903, વલસાડ; અ. 19 જાન્યુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતના શ્રેષ્ઠ અનુવાદક, વિદ્વાન વિવેચક તથા સંપાદક. માતા જીવકોરબહેન; પિતા નારણદાસ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વલસાડમાં. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી. કિશોરવયથી જ મનોબળ દૃઢ. શાળામાં અભ્યાસકાળ દરમિયાન ગાંધીજીની સત્યાગ્રહની ચળવળનો નાદ લાગવાથી અભ્યાસ…
વધુ વાંચો >પારેખ પ્રહલાદ
પારેખ, પ્રહલાદ (જ. 12 ઑક્ટોબર 1912, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી કવિ. તેમનું ઘડતર ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં થયું હતું. ત્યાંથી ‘વિનીત’ થઈ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અને પછી શાંતિનિકેતનમાં અભ્યાસ કરેલો. ઈ. સ. 1937માં વિલે પારલેની પ્યૂપિલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને થોડો સમય ભાવનગરની ઘરશાળામાં…
વધુ વાંચો >પારેખ મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’)
પારેખ, મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’) (જ. 14 જુલાઈ 1923, અમદાવાદ; અ. 28 જાન્યુઆરી 2023, અમદાવાદ) : ગુજરાતીના નિવૃત્ત અધ્યાપક, વિવેચક, હાસ્યલેખક, નાટ્યલેખક, બાળસાહિત્યકાર, અનુવાદક અને સંપાદક. પિતા હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ સાહિત્યોપાસક હતા. માતા જડાવબહેન. વતન સૂરત. ઈ. સ. 1939માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક. 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ.…
વધુ વાંચો >પારેખ રમેશ મોહનલાલ
પારેખ, રમેશ મોહનલાલ (જ. 27 નવેમ્બર 1940, અમરેલી; અ. 17 મે 2006, રાજકોટ) : ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર. માતાનું નામ નર્મદાબહેન. વતન અમરેલીમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. 1958માં મૅટ્રિક. 1960થી જિલ્લા પંચાયત – અમરેલી સાથે સંલગ્ન. માતા અને જન્મભૂમિ માટેનો પ્રેમ એમની સર્જકતાનાં પ્રેરક બળો. માતાનું વાત્સલ્ય…
વધુ વાંચો >