ગુજરાતી સાહિત્ય

દેસાઈ, કુમારપાળ

દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે. અમદાવાદની…

વધુ વાંચો >

દેસાઈ, ચંદુલાલ મણિલાલ

દેસાઈ, ચંદુલાલ મણિલાલ (જ. 26 સપ્ટેમ્બર 1882, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1968, ભરૂચ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસેવક, ગાંધીજીના અનુયાયી, પત્રકાર અને કવિ. તેમના પિતા મણિલાલ પાલનપુર રાજ્યના ચીફ મેડિકલ ઑફિસર હતા. માતા ધનલક્ષ્મી ધાર્મિક વૃત્તિ ધરાવતાં. ચંદુલાલે પ્રાથમિક શિક્ષણ પાલનપુર તથા અમદાવાદમાં લીધું. 1906માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને અમદાવાદની ગુજરાત કૉલેજમાં…

વધુ વાંચો >

દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ

દેસાઈ, મગનભાઈ પ્રભુદાસ (જ. 11 ઑક્ટોબર 1899, ધર્મજ, જિ. ખેડા; અ. 1 ફેબ્રુઆરી 1969, અમદાવાદ) : ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, શિક્ષણકાર અને પત્રકાર. જન્મ પાટીદાર કુટુંબમાં. તેમના પિતા પ્રભુદાસ નડિયાદની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. તેમની માતા હીરાબહેન (સૂરજબહેન) તથા પિતા ધાર્મિક વૃત્તિનાં હતાં. મગનભાઈને માતાપિતાની ધર્મભાવના વારસામાં મળી હતી. નાની…

વધુ વાંચો >

દેસાઈ, મણિલાલ ભગવાનજી

દેસાઈ, મણિલાલ ભગવાનજી (જ. 19 જુલાઈ 1939, ગોરગામ, વલસાડ; અ. 4 મે 1966) : ગુજરાતી કવિ. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધેલું. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. તથા એમ.એ. થયેલા. ઘાટકોપર(મુંબઈ)ની ઝુનઝુનવાલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા હતા. 196૦ની આસપાસથી એમનું કાવ્યલેખન આરંભાયેલું, કવિતામાં પોતાની આગવી મુદ્રા ઉપસાવી શકે એવું સર્જન થવાની…

વધુ વાંચો >

દેસાઈ, મહાદેવભાઈ હરિભાઈ

દેસાઈ, મહાદેવભાઈ હરિભાઈ (જ. 1 જાન્યુઆરી 1892, સરસ, જિ. સૂરત;  અ. 15 ઑગસ્ટ 1942, પુણે) : મહાત્મા ગાંધીજીના અંતેવાસી, અંગત મંત્રી; શ્રેયોધર્મી પત્રકાર, ચરિત્રાત્મક સાહિત્યના સમર્થ સર્જક તથા અનુવાદક. વતની દિહેણના. પિતા હરિભાઈ સંસ્કારધર્મી સંનિષ્ઠ શિક્ષક. માતા જમનાબહેન ઊંડી ધર્મભાવનાવાળાં હિંદુ સન્નારી. મહાદેવભાઈના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ, માતાપિતાનો તેમજ ગોધરાના એક…

વધુ વાંચો >

દેસાઈ, મોહનલાલ દલીચંદ

દેસાઈ, મોહનલાલ દલીચંદ (જ. 6 એપ્રિલ 1885, લુણસર, જિ. રાજકોટ; અ. 2 ડિસેમ્બર 1945, રાજકોટ) : સમાજસેવક અને સાહિત્યસંશોધક. માધ્યમિક શિક્ષણ રાજકોટમાં, ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. 19૦8માં બી.એ. અને 191૦માં એલએલ.બી. વ્યવસાયે મુંબઈની સ્મૉલ કૉઝ કોર્ટના વકીલ. પણ જીવનભર સંકલ્પપૂર્વક નિ:સ્પૃહભાવે સમાજસેવા અને સાહિત્યસેવા કરી. ‘શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ’ આદિ ઘણી…

વધુ વાંચો >

દેસાઈ, રમણલાલ વસંતલાલ

દેસાઈ, રમણલાલ વસંતલાલ (જ. 12 મે 1892, શિનોર, જિ. વડોદરા; અ. 2૦ સપ્ટેમ્બર 1954, વડોદરા) : ગાંધીયુગના લોકપ્રિય ગુજરાતી નવલકથાકાર. પ્રાથમિક શિક્ષણ શિનોરમાં, માધ્યમિક શિક્ષણ વડોદરામાં. 19૦8માં મૅટ્રિક. 1912માં લગ્ન. પત્નીનું નામ કૈલાસવતી. 1914માં બી.એ તથા 1916માં એમ.એ. થયા. એ પછી થોડા માસ શ્રી સયાજી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક તરીકે નોકરી.…

વધુ વાંચો >

દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ

દેસાઈ, શંભુપ્રસાદ હરપ્રસાદ (જ. 6 ઑગસ્ટ 19૦8, ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 3 એપ્રિલ 2૦૦૦, જૂનાગઢ) : ઇતિહાસકાર, જૂનાગઢ રાજ્યના વહીવટદાર અને નિવૃત્ત કલેક્ટર. તેમના પિતાશ્રી પણ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. તેઓ નાગર જ્ઞાતિના હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે 1926માં મૅટ્રિકની અને…

વધુ વાંચો >

દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય

દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય (જ. 20 નવેમ્બર 1880, ગોધરા, જિ. પંચમહાલ; અ. 31 માર્ચ 1950, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના ઉમદા સામાજિક કાર્યકર. શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું. પછી અમદાવાદની બી. જે. મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી કોલકાતા યુનિવર્સિટીમાંથી 1906માં  એલ.સી.પી.એસ. થઈને ડૉક્ટર બન્યા હતા. પૂર્વજો મૂળ અલીણા ગામના…

વધુ વાંચો >

દ્વિરેફની વાતો

દ્વિરેફની વાતો ભાગ 1 (1928), ભાગ 2 (1935), ભાગ 3 (1942) : રામનારાયણ વિશ્વનાથ પાઠકના વાર્તાસંગ્રહો. તખલ્લુસ ‘દ્વિરેફ’. વાર્તાઓ ટૂંકી વાર્તા કે નવલિકા નથી, પણ માત્ર ‘વાતો’ છે એવો એકરાર લેખકે પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કર્યો છે. આ ભાગમાં કુલ 13 વાર્તાઓ છે. તેમાં આજે પણ ટૂંકી વાર્તાના સ્વરૂપની ર્દષ્ટિએ તેમજ…

વધુ વાંચો >