ગિરીશભાઈ પંડ્યા
મિસિસિપી (રાજ્ય)
મિસિસિપી (રાજ્ય) : દક્ષિણ યુ.એસ.માં મેક્સિકોના અખાત પર આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 33° 26´ ઉ. અ. અને 88° 47´ પ. રે.ની આજુબાજુનો (30°થી 35° ઉ. અ. અને 88°થી 92° પ. રે. વચ્ચેનો) 1,23,515 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વમાં આલાબામા, દક્ષિણે મેક્સિકોનો અખાત અને…
વધુ વાંચો >મિસુરી (રાજ્ય)
મિસુરી (રાજ્ય) : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્યભાગમાં આવેલું ઔદ્યોગિક તથા ખેતીપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 38° 30´ ઉ. અ. અને 93° 30´ પ. રે. ની આજુબાજુનો 1,80,515 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આયોવા, પૂર્વમાં ઇલિનૉય, અગ્નિકોણમાં કૅન્ટકી અને ટેનેસીના ભાગો, દક્ષિણે આર્કાન્સાસ, નૈર્ઋત્યમાં ઓક્લાહોમા તથા પશ્ચિમે કાન્સાસ…
વધુ વાંચો >મીઠાના ઘુમ્મટ
મીઠાના ઘુમ્મટ (Salt Domes) : પોપડાનાં જળકૃત ખડક-આવરણોને ભેદીને પ્રવિષ્ટિ પામેલા જુદી જુદી ગોળાઈના આકારોમાં રહેલા મીઠા(સિંધવ)ના વિશાળ પરિમાણવાળા જથ્થા. સામાન્ય રીતે તે ઘુમ્મટ-આકારમાં મળતા હોવાથી તેમને મીઠાના ઘુમ્મટ કહે છે. આ એક પ્રકારનું અંતર્ભેદન સ્વરૂપ હોવા છતાં ભૂસ્તરીય વિરૂપતાઓમાં તે અંતર્ભેદનોથી વિશિષ્ટપણે જુદું પડે છે. તે ક્ષારીય બંધારણવાળા હોય…
વધુ વાંચો >મીનેટ
મીનેટ (1) : એક પ્રકારનો અગ્નિકૃત ખડક. ‘લેમ્પ્રોફાયર’ જેવા સામૂહિક નામથી ઓળખાતા અગ્નિકૃત ખડકો પૈકીનો એક લાક્ષણિક પ્રકાર. તે મુખ્યત્વે મૅફિક ખનિજો પૈકી બાયૉટાઇટથી અને ફેલ્સ્પાર ખનિજો પૈકી ઑર્થોક્લેઝથી બનેલો હોય છે, તેમ છતાં તેમાં નજીવા પ્રમાણમાં કેટલાંક અન્ય ખનિજો પણ હોઈ શકે છે. મીનેટ તેમજ ફૉગેસાઇટ, કરસન્ટાઇટ અને સ્પેસરટાઇટ…
વધુ વાંચો >મુક્તસર
મુક્તસર : પંજાબ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 20´ ઉ. અ. અને 74° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2,596.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફીરોજપુર અને ફરીદકોટ, ઈશાન અને પૂર્વમાં ફરીદકોટ અને બથિંડા, દક્ષિણમાં હરિયાણાનો સિરસા અને…
વધુ વાંચો >મુગેરાઇટ
મુગેરાઇટ : જ્વાળામુખીજન્ય અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. આ ખડકનો સંબંધ મુખ્યત્વે બેસાલ્ટ અને ઍન્ડેસાઇટ સાથે રહેલો હોય છે. મોટાભાગના બેસાલ્ટમાં સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે, તેથી બેસાલ્ટ અમુક પ્રમાણમાં અસંતૃપ્ત ખડક ગણાય. તેમાં જો સોડા અને પૉટાશની વિપુલતા થઈ જાય તો નેફેલિન, ઍનલ્સાઇટ કે પૉટાશ ફેલ્સ્પાર જેવાં ખનિજોનું થોડું પ્રમાણ…
વધુ વાંચો >મુઝફ્ફરનગર
મુઝફ્ફરનગર : ઉત્તર પ્રદેશ રાજ્યના મેરઠ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 11´થી 29° 45´ ઉ. અ. અને 77° 03´થી 78° 07´ પૂ, રે. વચ્ચેનો 4,008 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સહરાનપુર, પૂર્વમાં બિજનોર, અગ્નિ તરફ હરદ્વાર, દક્ષિણે મેરઠ…
વધુ વાંચો >મુઝફ્ફરપુર
મુઝફ્ફરપુર : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 00´ ઉ. અ. અને 85° 20´ પૂ. રે.ની આજુબાજુનો 3,172 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પૂર્વ ચંપારણ, શેઓહર અને સીતામઢી જિલ્લા, પૂર્વમાં દરભંગા જિલ્લો, અગ્નિ તરફ સમસ્તીપુર જિલ્લો, દક્ષિણે…
વધુ વાંચો >મુરે-ડાર્લિંગ (નદીઓ)
મુરે-ડાર્લિંગ (નદીઓ) : ઑસ્ટ્રેલિયા ખંડની મુખ્ય નદીરચના (river system). મુરે : તે ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા તથા સાઉથ ઑસ્ટ્રેલિયા રાજ્યોમાં થઈને વહે છે, અને ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યો વચ્ચેની સરહદ રચે છે. તેનો જળસ્રાવ-વિસ્તાર 10,56,720 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ઑસ્ટ્રેલિયા ખંડના કુલ વિસ્તારના આશરે સાતમા ભાગ જેટલો…
વધુ વાંચો >મુર્શિદાબાદ (જિલ્લો)
મુર્શિદાબાદ (જિલ્લો) : પશ્ચિમ બંગાળ રાજ્યનો મધ્ય પૂર્વમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 43´થી 24° 50´ ઉ. અ. અને 87° 49´થી 88° 46´ પૂ. રે. વચ્ચેનો 5,324 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉત્તર તરફ તે ગંગા નદી દ્વારા માલ્દા જિલ્લાથી અલગ પડે છે. પૂર્વમાં બાંગ્લાદેશનો રાજશાહી જિલ્લો આવેલો…
વધુ વાંચો >