ગિરીશભાઈ પંડ્યા

મલાક્કા (મલેકા)

મલાક્કા (મલેકા) : મલેશિયાનું રાજ્ય તથા તે જ નામ ધરાવતું શહેર અને પાટનગર. તે હવે ‘મલેકા’ નામથી ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 2° 12´ ઉ. અ. અને 102° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે અગ્નિ એશિયામાં મલય દ્વીપકલ્પના નૈર્ઋત્ય કિનારે મલાક્કાની સામુદ્રધુની નજીક…

વધુ વાંચો >

મલાક્કા(મલેકા)ની સામુદ્રધુની

મલાક્કા(મલેકા)ની સામુદ્રધુની : અગ્નિ એશિયાના મલય દ્વીપકલ્પ અને સુમાત્રાના ટાપુ વચ્ચે આવેલી સાંકડી સામુદ્રધુની. તે હિન્દી મહાસાગર અને દક્ષિણ ચીની સમુદ્રને જોડે છે. ભૌગોલિક સ્થાન : 2° 30´ ઉ. અ. અને 101° 20´ પૂ. રે. આ સામુદ્રધુની 2°થી 5° ઉ. અ. વચ્ચે આશરે 800 કિમી. લંબાઈમાં વાયવ્ય-અગ્નિ દિશામાં વિસ્તરેલી છે.…

વધુ વાંચો >

મલ્કાનગિરિ

મલ્કાનગિરિ : ઓરિસાના છેક નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 18° 15´ ઉ. અ. અને 82° 00´ પૂ. રે.ની આજુબાજુનો 6,115 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં રાજ્યનો કોરાપુટ જિલ્લો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ આંધ્રના પૂર્વ ગોદાવરી અને વિશાખાપટનમ્ જિલ્લા…

વધુ વાંચો >

મસૂરી

મસૂરી : ઉત્તર પ્રદેશના દહેરાદૂન જિલ્લામાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન : 30° 30´ ઉ. અ. અને 78° 08´ પૂ. રે. તે સમુદ્રસપાટીથી 2,005 મીટરની ઊંચાઈએ આવેલું છે. દહેરાદૂનથી ઉત્તર તરફ 35 કિમીને અંતરે મસૂરી હારમાળાની ઘોડાનાળ આકારની તળેટી-ટેકરીઓ (foot-hills) પર તે વસેલું છે. તળેટી-ટેકરીઓથી થોડેક દૂર દક્ષિણ ભાગમાંથી ગંગા નદી…

વધુ વાંચો >

મસ્કત

મસ્કત : ઓમાનનું પાટનગર. તે ઓમાનના ઈશાન કાંઠે ઓમાનના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 23° 35´ ઉ. અ. અને 58° 25´ પૂ. રે. 1970 સુધી મસ્કત અને ઓમાન એકબીજાના પર્યાય ગણાતા હતા. તે જ્વાળામુખી પર્વતોથી કમાન-આકારમાં ઘેરાયેલું છે, માત્ર તેના દક્ષિણ અને પશ્ચિમ ભાગ તરફ અખાત સાથે સડક…

વધુ વાંચો >

મસ્કોવાઇટ

મસ્કોવાઇટ (muscovite) : અબરખ સમૂહનું ખનિજ. ફાયલોસિલિકેટ. આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી અબરખપ્રકાર. તે શ્વેત-અબરખ અથવા પોટાશ-અબરખ તરીકે પણ ઓળખાય છે. રાસા. બં. : KAl2 (AlSi3)O10(OH, F)2. Si4O10 રચનાત્મક માળખામાં Al સિલિકોનથી વિસ્થાપિત થાય છે. Kની જગાએ Na, Ba અને Rbનું ગૌણ પ્રમાણ આવી શકે છે; Alની જગાએ એ જ રીતે Mg,…

વધુ વાંચો >

મહાજલપ્રપાત

મહાજલપ્રપાત (cataract) : વિશાળ પાયા પરનો જલધોધ. જે જલધોધમાં વિપુલ જલરાશિ એકીસાથે સીધેસીધો નીચે તરફ લંબદિશામાં પડતો હોય અથવા ઊંચાણવાળા ભાગમાંથી ઊભરાઈને આવતું પાણી બધું જ એકસરખી રીતે નીચે પડતું હોય તેને મહાજલપ્રપાત કહે છે. તેનાથી નાના પાયા પરના જલધોધને નાનો ધોધ (cascade) કહે છે. તેમાં આંતરે આંતરે એક પછી…

વધુ વાંચો >

મહાબલિપુરમ્ (મમલાપુરમ્)

મહાબલિપુરમ્ (મમલાપુરમ્) : ચેન્નઈથી દક્ષિણે આવેલું ઐતિહાસિક મહત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 12o 37´ ઉ. અ. અને 80o 12´ પૂ. રે. તે દક્ષિણ ભારતમાં તામિલનાડુ રાજ્યના ચિંગલીપુટ (હવે ચેંગાઈ અન્ના) જિલ્લામાં બંગાળના ઉપસાગરનાં કિનારે આવેલું છે. અહીં આવેલું ધર્મસ્થાનક ‘મમલા’ ઉપનામથી જાણીતા 7મી સદીના હિન્દુ પલ્લવ રાજા નૃસિંહવર્મને સ્થાપેલું.…

વધુ વાંચો >

મહાબળેશ્વર

મહાબળેશ્વર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું ગિરિમથક તથા વિહારધામ. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 17 92´ ઉ. અ. અને 73 65´ પૂ. રે. પર સ્થિત છે. સતારા જિલ્લાના વાયવ્ય ભાગમાં પશ્ચિમ ઘાટની સહ્યાદ્રિ હારમાળાની ટેકરીઓ પર 1,353 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે ઊંચાઈએ આવેલી ટેકરીઓના તીવ્ર ઢોળાવો પર આવેલું હોવાથી કોંકણના મેદાનોનું…

વધુ વાંચો >

મહારાજગંજ

મહારાજગંજ : ઉત્તર પ્રદેશના પૂર્વ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27o 09´ ઉ. અ. અને 83o 34´ પૂ. રે.ની આજુબાજુનો 2,948 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાનો સમાવેશ ગોરખપુર વિભાગમાં કરવામાં આવેલો છે. તેની ઉત્તરે નેપાળની સરહદ, પૂર્વમાં તથા અગ્નિકોણમાં…

વધુ વાંચો >