ગિરીશભાઈ પંડ્યા

બિશ્નુપુર

બિશ્નુપુર : મણિપુર રાજ્યના દક્ષિણ-મધ્ય ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 38´ ઉ. અ., 93° 46´ પૂ. રે. વચ્ચેનો માત્ર 496 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ ઇમ્ફાલ જિલ્લો, પૂર્વ તરફ થૌબલ (ચાઉબલ) જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય…

વધુ વાંચો >

બિસાઉ

બિસાઉ : આફ્રિકા ખંડના પશ્ચિમ છેડે આવેલા ગિની-બિસાઉ દેશનું પાટનગર, મુખ્ય બંદર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 11° 51´ ઉ. અ. અને 15° 35´ પ.રે. તે પશ્ચિમ આફ્રિકામાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે ગેબા નદીના મુખ પર વસેલું છે. તેનો મુખ્ય ઉદ્યોગ ખાદ્યપ્રક્રમણનો છે, કારણ કે નાળિયેર અને ચોખા અહીંની…

વધુ વાંચો >

બિસ્મથિનાઇટ

બિસ્મથિનાઇટ : બિસ્મથધારક ખનિજ. રાસા. બં. : Bi2S3 · સ્ફ · વ. : ઑર્થોર્હૉમ્બિક.સ્ફ.સ્વ.: સ્ફટિકો પ્રિઝમૅટિક, મજબૂતથી નાજુક, સોયાકાર, ઊર્ધ્વ ફલકો પર રેખાંકનો મળે. દળદાર, પત્રબંધીવાળા કે રેસાદાર વધુ શક્ય. અપારદર્શક. સંભેદ : (010) પૂર્ણ, સરળ; (100) અને (110) અપૂર્ણ. ભંગસપાટી : નથી હોતી, પરંતુ ખનિજ નમનીય, કતરણશીલ (sectile). ચમક…

વધુ વાંચો >

બિસ્મલિથ

બિસ્મલિથ : એક પ્રકારનું અંતર્ભેદક. અંતર્ભેદન પામતા અગ્નિકૃત ખડકનો લગભગ ઊભી સ્થિતિ ધરાવતો નાળાકાર જથ્થો. આવા જથ્થાઓ આજુબાજુના જૂના ખડક-નિક્ષેપોમાં આડાઅવળા પણ અંતર્ભેદન પામેલા હોય છે, તેમજ ક્યારેક પ્રતિબળોને કારણે ઉપરના સ્તરોમાં ઉદભવેલી સ્તરભંગ સપાટીઓમાં પણ એ જ મૅગ્મા-દ્રવ્ય પ્રવેશેલું હોય છે. આવી જાતના વિશિષ્ટ આકારો માટે જે. પી. ઇડિંગ્ઝે…

વધુ વાંચો >

બીડ (મહારાષ્ટ્ર)

બીડ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક, તાલુકા-મથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 18° 28´થી 19° 27´ ઉ. અ. અને 74° 54´થી 76° 57´ પૂ. રે. વચ્ચેનો 10,693 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જાલના, ઈશાન અને પૂર્વ તરફ પરભણી અને લાતુર,…

વધુ વાંચો >

બીરભૂમ

બીરભૂમ : પશ્ચિમ બંગાળનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 23´ 30´´ થી 24° 35´ 00´´ ઉ. અ. અને 87° 05´ 25´´થી 88° 01´ 40´´ પૂ. રે. વચ્ચેનો 4,545 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર સમદ્વિભુજ ત્રિકોણ સમાન છે, તેનો શિખાગ્ર ભાગ ઉત્તર તરફ આવેલો છે. તેની…

વધુ વાંચો >

બીસ્કેનો ઉપસાગર

બીસ્કેનો ઉપસાગર : પશ્ચિમ યુરોપના ફ્રાન્સ અને સ્પેન દેશો વચ્ચેના કિનારાઓ વચ્ચેનું ઍટલાન્ટિક મહાસાગરનું વિસ્તરણ. આ ઉપસાગર ફ્રાન્સની પશ્ચિમે તથા સ્પેનની ઉત્તરે વિસ્તરેલો છે. આ ઉપસાગરની મહત્તમ પહોળાઈ આશરે 480 કિમી. જેટલી છે. તેનું આ નામ સ્પેનના ખડકાળ કિનારા પર રહેતા બાસ્ક લોકો (Basques) પરથી પડેલું છે. સ્પેનના કિનારા પર…

વધુ વાંચો >

બુજુમ્બુરા

બુજુમ્બુરા : મધ્ય આફ્રિકાના બુરુન્ડી દેશનું પાટનગર તથા સૌથી મોટું શહેર. તે દેશના પશ્ચિમ ભાગમાં ટાંગાનીકા સરોવરના ઈશાન ખૂણા પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 3° 23´ દ.અ. અને 29° 22´ પૂ. રે. તેની વસ્તી 3,00,000 (1994) છે. બુજુમ્બુરા દેશની મોટાભાગની વહીવટી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલું છે. તે ટાંગાનીકા સરોવર…

વધુ વાંચો >

બુડાપેસ્ટ

બુડાપેસ્ટ : હંગેરીનું પાટનગર, મોટામાં મોટું શહેર, હંગેરિયન સંસ્કૃતિનું કેન્દ્ર તથા ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 47° 29´ ઉ. અ. અને 19° 04´ પૂ. રે. તે ઉત્તર હંગેરીમાં આવેલી ડૅન્યૂબ નદીના બંને કાંઠા પર વસેલું છે. તેનો વિસ્તાર 525 ચોકિમી. જેટલો છે. શહેર : બુડાપેસ્ટની વસ્તી 20,75,990 (1992) છે. હંગેરીની…

વધુ વાંચો >

બુથિયા દ્વીપકલ્પ

બુથિયા દ્વીપકલ્પ : ઉત્તર અમેરિકા ખંડની મુખ્ય ભૂમિનો છેક ઉત્તર તરફનો ભાગ. ભૌગોલિક સ્થાન : 71° 58´ ઉ. અ. અને 95° 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તે કૅનેડાની વાયવ્ય સરહદ પરના ફ્રૅન્કલિન પ્રાંતમાં આવેલો છે. તેની ઉત્તરે સોમર્સ ટાપુ, પૂર્વમાં બુથિયાનો અખાત, દક્ષિણે કૅનેડાનો વાયવ્ય પ્રાંતનો ભૂમિભાગ, નૈર્ઋત્યમાં કિંગ વિલિયમ…

વધુ વાંચો >