ગિરીશભાઈ પંડ્યા
બારગઢ
બારગઢ : ઓરિસા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 21° 20´ ઉ. અ. અને 83° 37´ પૂ. રે. પર આવેલા બારગઢની આજુબાજુનો કુલ 5,832 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તેની વાયવ્યમાં અને ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્યની સીમા, ઈશાનમાં ઝારસુગુડા જિલ્લો, પૂર્વમાં…
વધુ વાંચો >બારપેટા
બારપેટા : આસામ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 19´ ઉ. અ. અને 91° 00´ પૂ. રે. ની આજુબાજુનો કુલ 3,245 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ભુતાન, પૂર્વમાં નલબારી જિલ્લો, દક્ષિણ સરહદે બ્રહ્મપુત્ર નદી તથા કામરૂપ અને…
વધુ વાંચો >બારાબંકી
બારાબંકી : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 19´ ઉ. અ. અને 80° 58´ થી 81° 55´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગોમતી નદીના દક્ષિણ તરફના થોડા નાના ભાગને બાદ કરતાં આ આખોય જિલ્લો…
વધુ વાંચો >બારામુલ્લા
બારામુલ્લા : જમ્મુ-કાશ્મીર રાજ્યનો સંવેદનશીલ જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – સીમા – વિસ્તાર : તે 34° 14´ ઉ. અ. અને 74° 34´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. તે સમુદ્ર સપાટીથી આશરે 1,593 મીટર ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લો કાશ્મીર ખીણ વિસ્તારમાં મહત્તમ વિસ્તાર ધરાવે છે. આ જિલ્લાની પૂર્વે શ્રીનગર અને ગાન્ડેરબલ જિલ્લા,…
વધુ વાંચો >બારાં
બારાં : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 06´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 6,955.4 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ કોટા જિલ્લો; ઉત્તર, ઈશાન, પૂર્વ અને અગ્નિ તરફ મધ્યપ્રદેશની સીમા; તથા…
વધુ વાંચો >બારીપાડા
બારીપાડા : ઓરિસા રાજ્યના મયૂરભંજ જિલ્લાનું વડું મથક તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 21° 56´ ઉ. અ. અને 86° 43´ પૂ. રે. પર તે બુરહાબેલાંગ નદી પર આવેલું છે. આ નગર તેની આજુબાજુના પ્રદેશમાં થતા ડાંગર જેવા કૃષિપાકો, લાકડાં તથા વન્ય પેદાશો માટેનું મહત્વનું વેપારી મથક…
વધુ વાંચો >બાર્બાડોસ
બાર્બાડોસ : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનો દેશ. ભૌગોલિક સ્થાન : 13° 10´ ઉ. અ. અને 59° 32´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાના વેનેઝુએલાથી ઈશાનમાં આશરે 402 કિમી.ને અંતરે રહેલો આ ટાપુ વેસ્ટ ઇન્ડિઝના લઘુ એન્ટિલ્સ જૂથના વિન્ડવર્ડ પેટાજૂથના છેક પૂર્વ છેડે આવેલો છે. (કેટલાક ભૂગોળવેત્તાઓ બાર્બાડોસને વિન્ડવર્ડ…
વધુ વાંચો >બાર્સિલોના
બાર્સિલોના : સ્પેનના આઇબેરિયન દ્વીપકલ્પના ઈશાન કિનારા પર આવેલું ઘણું મહત્વનું ઉત્પાદકીય કેન્દ્ર તથા વેપારી મથક. કેટાલોનિયા વિસ્તારનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 41° 23´ ઉ. અ. અને 2° 11´ પૂ. રે. સ્પેનનાં સારાં ગણાતાં થોડાં બારાં પૈકીનું એક. સ્પેનના પાટનગર મૅડ્રિડને બાદ કરતાં તે દેશનું બીજા ક્રમે આવતું મોટું શહેર…
વધુ વાંચો >બાલાઘાટ હારમાળા
બાલાઘાટ હારમાળા : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી ટેકરીઓની શ્રેણી. તે પશ્ચિમ ઘાટની હરિશ્ચંદ્ર હારમાળામાંથી શરૂ થઈ, અગ્નિકોણ તરફ 320 કિમી.ના અંતર સુધી વિસ્તરીને કર્ણાટકની સરહદ સુધી જાય છે. તેની પહોળાઈ સ્થાનભેદે 5થી 9 કિમી.ની છે. તેની ઊંચાઈ પશ્ચિમ તરફ વધુ છે, પરંતુ જુદી જુદી જગાએ 550થી 825 મીટર વચ્ચેની ઊંચાઈ જોવા…
વધુ વાંચો >બાલાટૉન સરોવર
બાલાટૉન સરોવર : મધ્ય યુરોપનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : તે 46° 45´ ઉ. અ. અને 17° 45´ પૂ. રે.ની આજુબાજુ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલું છે. તે મધ્ય હંગેરીમાં બુડાપેસ્ટની નૈર્ઋત્યમાં આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. તેનો વિસ્તાર 596 ચોકિમી. જેટલો છે અને હંગેરીના બૅકોની પર્વતોના દક્ષિણ ભાગની તળેટી-ટેકરીઓની ધાર…
વધુ વાંચો >