ગિરીશભાઈ પંડ્યા

બહ્ર-અલ્-ગઝલ (નદી)

બહ્ર-અલ્-ગઝલ (નદી) : આફ્રિકાના સુદાન દેશમાં આવેલી નદી. પશ્ચિમ તરફથી નીકળીને આવતી આ નદી આશરે 716 કિમી.ની લંબાઈમાં વહીને નાઇલને મલે છે. બહ્ર-અલ-ગઝલની શાખાનદીઓમાં જર, ટોન્જ અને બહ્ર-અલ-અરબ નદીઓનો સમાવેશ થાય છે. મધ્ય આફ્રિકી પ્રજાસત્તાકની ચારી નદીના જળવિભાજક સુધી વિસ્તરેલું તેનું જલગ્રહણ-ક્ષેત્ર (catchment area) 8,51,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…

વધુ વાંચો >

બાઉન્ટી ટાપુઓ

બાઉન્ટી ટાપુઓ : દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુથી અગ્નિકોણ તરફ 668 કિમી.ને અંતરે આવેલા 13 ટાપુઓનો સમૂહ. ભૌગોલક સ્થાન : 47° 41´ દ. અ. અને 179° 03´ પૂ. રે. ટાપુઓનો કુલ વિસ્તાર માત્ર 0.6 ચોકિમી. જેટલો જ છે. ટાપુઓનું ભૂપૃષ્ઠ પ્રપાતી ઢોળાવોવાળું, અસમતળ છે. બધા જ ટાપુઓ ઉજ્જડ તથા…

વધુ વાંચો >

બાકુ

બાકુ : રશિયાના અઝરબૈજાનનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 40° 25´ ઉ. અ. અને 49° 45´ પૂ. રે. તે કાસ્પિયન સમુદ્રને પશ્ચિમકાંઠે તથા બાકુના ઉપસાગરના પહોળા વળાંક પરના અપશેરૉન દ્વીપકલ્પની દક્ષિણ બાજુ પર સમુદ્રસપાટીથી 12 મીટર જેટલી નીચી ભૂમિ પર આવેલું છે. નજીકના બાકુ ટાપુસમૂહને કારણે અહીં આરક્ષિત રહેતો ઉપસાગર કાસ્પિયન…

વધુ વાંચો >

બાકેરગંજ

બાકેરગંજ (બારીસાલ) : ગંગાના ત્રિકોણપ્રદેશના એક ભાગ (ફાંટા) રૂપે મેઘના નદીની પશ્ચિમે આવેલો બાંગ્લાદેશના ખુલના વિભાગનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22° 45´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 7,231 ચોકિમી. જેટલો છે. આખોય વિસ્તાર મેઘના, મધુમતી, અરિયાલખાન અને બિશ્ખાલી નદીઓથી આવરી લેવાયેલો છે.…

વધુ વાંચો >

બાટા

બાટા : પશ્ચિમ આફ્રિકાના વિષુવવૃત્તીય ગીની(Equatorial Guinea)માં આવેલા રીઓ મુનિ (રિયોમ્બિની) પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 1° 40´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે. છે. તે રિયોમ્બિનીથી ઉત્તરે 29 કિમી. અંતરે ગીનીના અખાત પર આવેલું છે. અહીં કુદરતી બારું ન હોવાથી માલવાહક જહાજોને દૂરતટીય (offshore) સ્થાને લાંગરવા માટે જેટી…

વધુ વાંચો >

બાડમેર

બાડમેર : રાજસ્થાનના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 24° 58´થી 26° 32´ ઉ. અ. અને 70° 05´થી 72° 52´ પૂ. રે. વચ્ચેનો કુલ 28,387 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં જેસલમેર અને જોધપુર, પૂર્વમાં જોધપુર અને…

વધુ વાંચો >

બાદામી

બાદામી : કર્ણાટક રાજ્યના બીજાપુર જિલ્લામાં આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 15° 55´ ઉ. અ. અને 75° 41´ પૂ. રે.. આ નગર જિલ્લાના છેક દક્ષિણ ભાગમાં આવેલું છે. પ્રાચીન સમયમાં તે ‘વાતાપિ’ નામથી ઓળખાતું હતું અને પ્રથમ ચાલુક્યવંશી રાજાઓના રાજ્યનું પાટનગર હતું. તે બે…

વધુ વાંચો >

બામકો

બામકો : પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 12° 39´ ઉ. અ. અને  8° 00´ પ. રે. પર તે નાઇજર નદીના કાંઠે આવેલું છે. 1880માં જ્યારે તે ફ્રેન્ચોને કબજે ગયું ત્યારે આ સ્થળ મર્યાદિત વસ્તી-સંખ્યા ધરાવતા ગામડા રૂપે…

વધુ વાંચો >

બાયફ્રા ઉપસાગર

બાયફ્રા ઉપસાગર : પશ્ચિમ આફ્રિકાનો ઍટલાન્ટિક મહાસાગરના કિનારાનો વળાંકવાળો દરિયાઈ ભાગ. ભૌગોલિક સ્થાન : 3°.00´ ઉ. અ. અને 9°.00´ પૂ. રે.ની આજુબાજુનો ઉપસાગર. આ દરિયાઈ ભાગ શરૂઆતમાં પૂર્વ તરફ વિસ્તરીને પછી ત્યાંથી દક્ષિણ તરફ ફંટાય છે. તે નાઇજર નદીના નિર્ગમ માર્ગથી લોપેઝ(ગૅબોન)ની ભૂશિર સુધીના 600 કિમી.ના વિસ્તારમાં પથરાયેલો છે. તે…

વધુ વાંચો >

બાયોટાઇટ

બાયોટાઇટ : અબરખ વર્ગનું ખનિજ. તે લેપિડોમિલેન, મૅંગેનોફિલાઇટ અને સિડેરોફિલાઇટ જેવા પ્રકારોમાં મળે છે. રાસા.બં. :  K(Mg,Fe)3 (Al,Fe)Si3O10(OH,F)2. સ્ફ.વ. : મૉનોક્લિનિક, ક્યારેક ટ્રાયગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો મેજઆકારના, ટૂંકા પ્રિઝમૅટિક; આડછેદ ષટ્કોણીય આકારો દર્શાવે છે. વિભાગીય સંભેદ-સપાટીઓ છૂટી પડી શકે એવી પતરીઓનાં દળદાર જૂથસ્વરૂપે મોટે ભાગે મળે છે. યુગ્મતા (001),…

વધુ વાંચો >