બાયોટાઇટ : અબરખ વર્ગનું ખનિજ. તે લેપિડોમિલેન, મૅંગેનોફિલાઇટ અને સિડેરોફિલાઇટ જેવા પ્રકારોમાં મળે છે. રાસા.બં. :  K(Mg,Fe)3 (Al,Fe)Si3O10(OH,F)2. સ્ફ.વ. : મૉનોક્લિનિક, ક્યારેક ટ્રાયગૉનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો મેજઆકારના, ટૂંકા પ્રિઝમૅટિક; આડછેદ ષટ્કોણીય આકારો દર્શાવે છે.

બાયોટાઇટ

વિભાગીય સંભેદ-સપાટીઓ છૂટી પડી શકે એવી પતરીઓનાં દળદાર જૂથસ્વરૂપે મોટે ભાગે મળે છે. યુગ્મતા (001), યુગ્મ-અક્ષ (310). સંભેદ : (001) પૂર્ણ. ભંગસપાટી : સુંવાળી, પતરીઓ નમનીયથી માંડીને બરડ. ચમક : મૌક્તિક જેવી, ક્યારેક આછી ધાતુમય તો ક્યારેક કાચમય. રંગ : કાળો, ઘેરો કથ્થાઈ, લાલાશ પડતો કથ્થાઈ કે લીલો; પારદર્શકથી માંડીને લગભગ અપારદર્શક. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 2.5થી 3. વિ.ઘ. 2.7થી 3.4. પ્રકા. અચ. : α = 1·565થી 1.625, β = 1.605થી 1.696, γ = 1.605થી 1.696. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V = O°થી 25°. પ્રાપ્તિસ્થિતિ : ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ, ગ્રૅબ્બ્રો, નોરાઇટ, ડાયૉરાઇટ, શિસ્ટ, ફિલાઇટ અને નાઇસમાં મળે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, નૉર્વે, સ્વીડન, ઇટાલી, ઑસ્ટ્રિયા, પોલૅન્ડ, રશિયા, નાઇજિરિયા, જાપાન, ન્યૂઝીલૅન્ડ અને ભારત.

ગિરીશભાઈ પંડ્યા