ગિરીશભાઈ પંડ્યા
બફેલો
બફેલો : યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યનું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 53´ ઉ. અ. અને 78° 52´ પ. રે. તે યુ.એસ.–કૅનેડા સરહદે નાયગરા ધોધથી અગ્નિખૂણે આશરે 32 કિમી. અંતરે ઈરી સરોવરના પૂર્વ છેડે નાયગરા નદી પર આવેલું ઈરી પરગણાનું મુખ્ય મથક બની રહેલું છે. વસ્તી : 11,89,000 (1990). તે નાયગરા નદીખીણનો…
વધુ વાંચો >બરહાનપુર
બરહાનપુર : મધ્ય પ્રદેશના પૂર્વ નિમાડ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન 21° 15´ ઉ. અ. અને 76° 19´ પૂ. રે. તે તાપી નદીને ઉત્તરકાંઠે વસેલું છે. ખાનદેશના મલેક રાજા નાસિરખાન ફારૂકી(1380–1437)એ આ નગર વસાવી ત્યાંના સૂફી સંત બુરહાનુદ્દીનના નામ પરથી તેને નામ અપાયું. સુલતાન મલેક નાસિરખાન ફારૂકી પછીના બરહાનપુરના શાસકો ખાસ…
વધુ વાંચો >બરેલી
બરેલી : ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 28° 01´થી 28° 54´ ઉ. અ. અને 78° 58´થી 79° 47´ પૂ.રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો કુલ વિસ્તાર 4,120 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે નૈનીતાલ, પૂર્વમાં પીલીભીત, અગ્નિમાં શાહજહાનપુર, દક્ષિણ, નૈર્ઋત્ય…
વધુ વાંચો >બરૌની
બરૌની : બિહાર રાજ્યના બેગુસરાઈ જિલ્લામાં બેગુસરાઈની તદ્દન નજીક વાયવ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 25° 30´ ઉ. અ. અને 85° 58´ પૂ. રે. ગંગા નદીની ઉત્તર તરફ વસેલું આ નગર બેગુસરાઈ સાથે ભળી જઈ તેના એક ભાગરૂપ બની રહ્યું છે. અગાઉ ઝલ્દાભજ તરીકે અહીંનો એક ભાગ 1961માં ફૂલવાડિયા વિભાગ…
વધુ વાંચો >બર્કલી
બર્કલી : પશ્ચિમ કૅલિફૉર્નિયામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 52´ ઉ. અ. અને 122° 16´ પ. રે. તે સાન ફ્રાન્સિસ્કોના ઉપસાગર પર, સાન ફ્રાન્સિસ્કો શહેરથી 13 કિમી. અંતરે અલામેડા પરગણામાં આવેલું છે. આ શહેર અત્યંત સુંદર છે. તે ઉપસાગરના કિનારા પાસેથી શરૂ થાય છે અને શહેરની પૂર્વ તરફ આવેલી…
વધુ વાંચો >બર્ગન્ડી
બર્ગન્ડી : મધ્ય ફ્રાન્સના પૂર્વ ભાગમાં આવેલો ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 46° 50´ ઉ. અ. અને 4° 45´ પૂ. રે. આજુબાજુનો 31,582 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. આ પ્રદેશના લોકોની મુખ્ય પ્રવૃત્તિ દ્રાક્ષના વાવેતરની છે. બર્ગન્ડી તેના દારૂ માટે દુનિયાભરમાં જાણીતું બનેલું છે. અહીં…
વધુ વાંચો >બર્દવાન (બર્ધમાન)
બર્દવાન (બર્ધમાન) : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 56´થી 23° 53´ ઉ. અ. અને 86° 48´થી 88° 25´ પૂ. રે. વચ્ચેનો 7,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિહારનો દમકા જિલ્લો, પશ્ચિમે બંગાળના બીરભૂમ અને મુર્શિદાબાદ જિલ્લા; પૂર્વમાં…
વધુ વાંચો >બર્ન
બર્ન : સ્વિટ્ઝર્લૅન્ડ તથા તેના સ્વિસ કૅન્ટૉન(રાજ્ય)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 46° 57´ ઉ. અ. અને 7° 26´ પૂ. રે. મધ્ય પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડમાં તે આરે નદી પર વસેલું છે તથા યુરોપનાં રમણીય ગણાતાં શહેરો પૈકીનું એક ગણાય છે. શહેરનો મધ્ય ભાગ સેંકડો વર્ષોથી જળવાતી આવેલી ઇમારતોથી બનેલો છે, તે પૈકીની…
વધુ વાંચો >બર્મિંગહામ (યુ.એસ.)
બર્મિંગહામ (યુ.એસ.) (2) : યુ.એસ.ના અલાબામા રાજ્યનું મોટામાં મોટું શહેર તથા શૈક્ષણિક, ઔષધીય માલસામાન અને પોલાદ બનાવવાનું મહત્વનું મથક. ભૌગોલિક સ્થાન : 33° 31´ ઉ. અ. અને 86° 48´ પ.રે. આ શહેર 256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેરની વસ્તી 2,65,968 અને મહાનગરની વસ્તી 9,07,810 છે. શહેરમાં આશરે…
વધુ વાંચો >બર્લિન
બર્લિન : જર્મનીનું પાટનગર, મોટામાં મોટું શહેર, મહત્વનું ઔદ્યોગિક મથક તથા સાંસ્કૃતિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : તે 52° 31´ ઉ. અ. અને 13° 24´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રસપાટીથી 35 મીટરની ઊંચાઈ પર વસેલું આ શહેર આશરે 883 ચોકિમી. જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. શહેરની મધ્યમાંથી સ્પ્રી નદી પસાર થાય…
વધુ વાંચો >