ગિરીશભાઈ પંડ્યા
ફ્લોગોપાઇટ
ફ્લોગોપાઇટ : અબરખ વર્ગનું ખનિજ. રાસા. બં. : KMg3AlSi3O10(OH)2. સ્ફ. વ. : મૉનૉક્લિનિક, હેક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો પ્રિઝમૅટિક, છેડાઓ પાતળા થતા જાય; સ્ફટિકો મોટા અને સ્થૂળ; તકતીઓ અને ભીંગડાં સ્વરૂપે પણ મળે. યુગ્મતા (001) ફલક પર, યુગ્મ-અક્ષ (310); પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ. ભંગસપાટી : સપાટ, સુંવાળી. ચમક…
વધુ વાંચો >ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર)
ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર) : કૅલ્શિયમ ફ્લોરાઇડ બંધારણ ધરાવતું ખનિજ. રાસા. સૂત્ર : CaF2. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યપણે ક્યૂબ કે ઑક્ટાહેડ્રન સ્વરૂપોમાં; ભાગ્યે જ ર્હોમ્બ્ડોડેકાહેડ્રન સ્વરૂપમાં હોય; દળદાર, સ્થૂળ કે સૂક્ષ્મ દાણાદાર કે દ્રાક્ષનાં ઝૂમખાં જેવા પણ મળે, ભાગ્યે જ રેસાદાર કે સ્તંભાકાર હોય. યુગ્મતા (111) ફલક…
વધુ વાંચો >ફલૉરિડા
ફલૉરિડા : યુનાઇટેડ સ્ટેટ્સના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 00´થી 31° 00´ ઉ. અ. અને 80° 00´થી 87° 30´ પ. રે. વચ્ચે વિસ્તરેલું છે. રાજ્યનો કુલ વિસ્તાર 1,51,939 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે જ્યૉર્જિયા તથા અલબામા રાજ્યો, પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર અને મૅક્સિકોનો અખાત…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બખોલ-પૂરણી
બખોલ-પૂરણી (cavity filling) : ખડક-પોલાણોમાં થતી પૂરણી; એક પ્રકારની નિક્ષેપક્રિયા. ભૂપૃષ્ઠના બધા જ પ્રકારના ખડકોમાં ભિન્ન ભિન્ન પ્રકાર અને આકાર–કદનાં પોલાણો જોવા મળે છે. કેટલાંક ખાલી, તો કેટલાંક ખનિજદ્રવ્યથી ભરેલાં હોય છે. આ પોલાણોને બખોલ કે કોટર કહેવાય છે. મોટાભાગનાં પોલાણો ભૂસંચલન-ક્રિયાઓને કારણે ઉદભવેલાં હોય છે. કેટલાંક ખડક-સહજાત તો કેટલાંક…
વધુ વાંચો >બગદાદ
બગદાદ : મધ્ય પૂર્વના અરબ પ્રજાસત્તાક ઇરાકનું પાટનગર. ઈ. પૂ. 4000ના અરસામાં અહીં લોકો વસતા હતા એવી નોંધ મળે છે. બગદાદનો ભાગ (ત્યારે) પ્રાચીન બેબિલોનિયાનો પ્રદેશ ગણાતો હતો. ઈ. પૂ. સાતમી સદીથી છઠ્ઠી સદી સુધી આ પ્રદેશ પર ઈરાનીઓ, ગ્રીકો અને તે પછીથી રોમનોનો કબજો રહેલો. ઈ. સ. 752 સુધી…
વધુ વાંચો >બડગામ
બડગામ : જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક, તાલુકામથક અને નગર. ભૌગૌલિક સ્થાન : તે 34° 01´ ઉ.અ. અને 74° 43´ પૂ.રે. આજુબાજુનો કુલ 1,371 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ બારામુલ્લા જિલ્લો, ઈશાનમાં શ્રીનગર જિલ્લો, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >બદામાકાર સંરચના
બદામાકાર સંરચના (amygdaloidal structure) : જ્વાળામુખી ખડકોમાં રહેલાં કોટરોમાં પૂરણી થવાથી ઉદભવતી એક સંરચના. મુખ્યત્વે જ્વાળામુખી ખડકોમાં (ક્યારેક અન્ય ખડકોમાં) જોવા મળતાં મુક્ત-વાયુજન્ય કોટરો કે બખોલો જ્યારે અન્ય પરિણામી ખનિજદ્રવ્યથી પૂરણી પામેલાં મળી આવે, ત્યારે તૈયાર થતા ખડક-દેખાવને બદામાકાર સંરચના કહેવાય છે. પૂરણી પામેલાં ખનિજો બદામના આકારને મળતાં આવતાં હોવાથી…
વધુ વાંચો >બદાયૂં
બદાયૂં : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના બરેલી વિભાગનો નૈર્ઋત્ય ભાગ આવરી લેતો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 40´થી 28° 29´ ઉ. અ. અને 78° 16´થી 79° 68´ પૂ. રે. વચ્ચેનો 5,168 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોરાદાબાદ, રામપુર અને બરેલી…
વધુ વાંચો >બન્દર સેરી બેગવાન
બન્દર સેરી બેગવાન : બ્રુનેઈ શહેર તરીકે ઓળખાતું બ્રુનેઈ દેશનું અગાઉ(1970 સુધી)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 4° 55´ ઉ. અ. અને 114° 55´ પૂ. રે. બન્દર સેરી બેગવાન બૉર્નિયોના કિનારે સારાવાકથી પશ્ચિમ તરફ સિરિયા અને કુઆલા બેલેટ જતા માર્ગ પર આવેલું છે. દક્ષિણ ચીની સમુદ્રના ફાંટા બ્રુનેઈ ઉપસાગરમાં મળતી બ્રુનેઈ…
વધુ વાંચો >