ગિરીશભાઈ પંડ્યા

ફૂટ, રૉબર્ટ બ્રૂસ

ફૂટ, રૉબર્ટ બ્રૂસ (જ. 1834; અ. 1912) : બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી અને પુરાતત્ત્વવિદ. કેટલાક તેમને ભારતીય પ્રાગ્-ઐતિહાસિક અભ્યાસના પ્રણેતા તરીકે પણ નવાજે છે. 24 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સર્વેક્ષણ ખાતા(GSI)માં જોડાયા અને ત્યાં 33 વર્ષ સેવાઓ આપી. 1862માં પુરાતત્વીય સર્વેક્ષણ સ્થપાયા પછી તેમાં ભારતમાં મળી આવતા પ્રાગૈતિહાસિક માનવ-અવશેષો પર સંશોધન કરવાનું…

વધુ વાંચો >

ફૂલબાની

ફૂલબાની : ઓરિસા રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જિલ્લાના બૌધ ખોંડમાલ પેટાવિભાગનું વડું મથક તથા એ જ નામ ધરાવતું નગર. અગાઉના આંગુલ જિલ્લાનું પણ તે મુખ્ય મથક હતું. 1993ના નવેમ્બરની 12મી તારીખે ફૂલબાની (બૌધ ખોંડમાલ) જિલ્લાની નવેસરથી રચના કરવામાં આવેલી છે. ભૌ. સ્થાન : તે 20° 30´ ઉ.અ. અને 84°…

વધુ વાંચો >

ફેકોલિથ

ફેકોલિથ : સંવાદી અંતર્ભેદકોનો એક પ્રકાર. ઊર્ધ્વવાંકના શીર્ષભાગમાં કે અધોવાંકના ગર્તભાગમાં ચાપ-સ્વરૂપે પ્રવિષ્ટ પામેલું સંવાદી અંતર્ભેદક. ઊર્ધ્વવાંકમાં હોય ત્યારે તેમનો સામાન્ય આકાર બહિર્ગોળ અને અધોવાંકમાં હોય ત્યારે તે અંતર્ગોળ દેખાય છે. વિરૂપક બળોની અસર હેઠળ સ્તરોનું જ્યારે ગેડીકરણ થાય ત્યારે ગેડના શીર્ષ અને ગર્તભાગો ક્યારેક એકબીજાના સંદર્ભમાં ખસીને વચ્ચેથી પહોળાં…

વધુ વાંચો >

ફેઝ (ફેસ)

ફેઝ (ફેસ) : ઉત્તર આફ્રિકાના મોરોક્કો દેશમાં પરંપરાગત ચાલી આવતી ચાર રાજધાનીઓ પૈકી ફેઝ પ્રાંતની રાજધાનીનું શહેર. તે ઇસ્લામ સંસ્કૃતિનું ધાર્મિક કેન્દ્ર છે. તે રબાતથી પૂર્વમાં 150 કિમી. અંતરે સેબુ નદીને મળતી ફેઝ નદીને કાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 34° 05´ ઉ. અ. અને 4° 57´ પ. રે. આ…

વધુ વાંચો >

ફેલ્સાઇટ (felsite)

ફેલ્સાઇટ (felsite) : અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. તે સૂક્ષ્મ-સમદાણાદાર દ્રવ્યથી બનેલો ઍસિડિક કે વચગાળાના ખનિજબંધારણવાળો હોય છે. ખનિજબંધારણ મુખ્યત્વે ફેલ્સિક ખનિજોથી બનેલું હોય છે. તે ઉપરાંત ક્વાર્ટ્ઝ અને પૉટાશ ફેલ્સ્પારનાં જૂથ પણ હોય છે. તેમાં મહાસ્ફટિકો હોય કે ન પણ હોય; જો હોય તો સૂક્ષ્મ સ્ફટિકમય દ્રવ્યથી જડાયેલા હોય છે,…

વધુ વાંચો >

ફૈઝલાબાદ

ફૈઝલાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા વિભાગમાં આવેલો જિલ્લો (ક્ષેત્રફળ : 9,106 ચોકિમી.) અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વડું મથક તથા શહેર. 1979 સુધી તે લ્યાલપુર નામથી ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન : 31° 30´ ઉ. અ. અને 73° 04´ પૂ. રે. ચિનાબ અને રાવી નદીઓના સંગમસ્થાનથી ઉપરવાસમાં રચાતા રેચના…

વધુ વાંચો >

ફૈઝાબાદ (2)

ફૈઝાબાદ (2) : ઈશાન અફઘાનિસ્તાનમાં કોકચેહ નદી પર 1,200 મીટરની ઊંચાઈ પર આવેલું બદખશાનનું પાટનગર. ભૌ. સ્થાન : 37° 10´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે.. શિયાળામાં ત્યાં થતી વધુ પડતી હિમવર્ષાથી ક્યારેક તે આજુબાજુના ભાગોથી અલગ પડી જાય છે, પરંતુ ઉનાળા ખુશનુમા રહે છે. થોડીક જગાઓમાં ખેતી થાય…

વધુ વાંચો >

ફૉકલૅન્ડ

ફૉકલૅન્ડ : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં આવેલો બ્રિટન-શાસિત ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 52° 0´ દ. અ. અને 60° 0´ પ. રે.ની આજુબાજુ આ ટાપુસમૂહ વિસ્તરેલો છે. દક્ષિણ અમેરિકાને દક્ષિણ છેડે આવેલી હૉર્નની ભૂશિરથી ઈશાનમાં 640 કિમી. અને મેગેલનની સામુદ્રધુનીથી પૂર્વમાં આશરે 500 કિમી. અંતરે તે આવેલો છે. આ ટાપુસમૂહમાં બે મુખ્ય…

વધુ વાંચો >

ફૉકલૅન્ડની સામુદ્રધુની

ફૉકલૅન્ડની સામુદ્રધુની : દક્ષિણ આટલાન્ટિક મહાસાગરમાં પૂર્વ અને પશ્ચિમ ફૉકલૅન્ડના ટાપુઓ વચ્ચેનો જળમાર્ગ. તેની લંબાઈ 80 કિમી. અને પહોળાઈ વધુમાં વધુ 32 કિમી. છે. તે ઈશાન-નૈર્ઋત્યમાં વિસ્તરેલી છે. નાના નાના ઘણા ટાપુઓ આ સામુદ્રધુનીમાં આવેલા છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ફૉગેસાઇટ (Vogesite)

ફૉગેસાઇટ (Vogesite) : અગ્નિકૃત ખડકો પૈકીના લેમ્પ્રોફાયર ખડકસમૂહનો એક પેટાપ્રકાર. તે મુખ્યત્વે હૉર્નબ્લેન્ડ(ક્યારેક ઑગાઇટ)થી બનેલો હોય છે, તેમજ તેમાં ફેલ્સ્પાર તરીકે ઑર્થોક્લેઝની કે સેનિડિનની હાજરી હોય છે. જોકે પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર પણ ઘણા ફૉગેસાઇટમાં જોવા મળે છે ખરો. આ ઉપરાંત ક્યારેક બાયોટાઇટ અને ઑલિવિન પણ હોઈ શકે છે. ગ્રૅનાઇટિક – ગ્રૅનોડાયોરાઇટિક…

વધુ વાંચો >