ગિરીશભાઈ પંડ્યા

ફિરોજાબાદ

ફિરોજાબાદ : ઉત્તરપ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં  આવેલો જિલ્લો, તાલુકો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક, તાલુકામથક તથા શહેર. ભૌ. સ્થાન : તે 27° 09´ ઉ. અ. અને 78° 25´ પૂ. રે.ની આજુબાજુના પ્રદેશને આવરી લે છે. તેનો કુલ વિસ્તાર આશરે 2,362 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તર, ઈશાન અને વાયવ્યમાં ઇટાહ…

વધુ વાંચો >

ફિલાઇટ

ફિલાઇટ : વિકૃત ખડકનો એક પ્રકાર. તેના ખનિજ-બંધારણમાં ક્વાર્ટ્ઝ અને અબરખ-પતરીઓ અનિવાર્યતયા રહેલાં હોય છે. અબરખની પતરીઓને કારણે આ ખડક મંદ ચમકવાળો અને રેશમી સુંવાળપવાળો બની રહે છે. મૃણ્મય નિક્ષેપો પર થતી પ્રાદેશિક વિકૃતિ દ્વારા તૈયાર થતા વિકૃત ખડકોના વિશાળ સમૂહ પૈકીનો આ ખડક પ્રમાણમાં ઓછા તાપમાન-દાબવાળી ગ્રીનશિસ્ટ પ્રકારની કક્ષામાં…

વધુ વાંચો >

ફિલાડેલ્ફિયા

ફિલાડેલ્ફિયા : યુ.એસ.ના પેન્સિલવેનિયા રાજ્યનું દેશમાં પાંચમા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 57´ ઉ. અ. અને 75° 09´ પ. રે. રાજ્યના અગ્નિભાગમાં દેલાવર નદીના પશ્ચિમ કાંઠા પર તે વસેલું છે. દેલાવર ઉપસાગરને મળતી દેલાવર નદીના મુખથી ઉત્તર તરફ 160 કિમી. અંતરે તે આવેલું છે. દેલાવર નદી, શહેરની…

વધુ વાંચો >

ફિલિપ્સાઇટ

ફિલિપ્સાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : (K2, Na2, Ca) Al2Si4O12·4½H2Oની આજુબાજુનું. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો આંતરગૂંથણીવાળા યુગ્મ-સ્વરૂપે, ક્યારેક ઑર્થોર્હોમ્બિક કે ટેટ્રાગોનલ વર્ગનાં સ્વરૂપો જેવા એકાકી સ્ફટિકો; યુગ્મતા : (001), (021), (110) ફલકોને સમાંતર; પારદર્શકથી પારભાસક, સંભેદ : (010), (100) ફલકો પર સ્પષ્ટ. ભંગસપાટી :…

વધુ વાંચો >

ફુકુઓકા

ફુકુઓકા : જાપાનના ક્યુશુ ટાપુનું પાટનગર અને મહત્ત્વનું વ્યાપારી મથક. ભૌગોલિક સ્થાન : 33° 35´ ઉ. અ. અને 130° 24´ પૂ. રે. તે હકાટાના ઉપસાગર પર ક્યુશુ ટાપુના વાયવ્ય ભાગમાં નાગાસાકીથી ઉત્તરી-ઈશાન દિશામાં 100 કિમી. અંતરે આવેલું છે. આ શહેરનો વિસ્તાર લગભગ 256 ચોકિમી. જેટલો છે અને 1990 મુજબ તેની…

વધુ વાંચો >

ફુજિયન (ફુકિયન)

ફુજિયન (ફુકિયન) : ચીનના અગ્નિભાગમાં આવેલો દરિયાકિનારા નજીકનો પ્રાંત. તે તાઇવાન ટાપુની સામે તાઇવાન સામુદ્રધુની નજીક પૂર્વ ચીની સમુદ્રને કિનારે વિસ્તરેલો છે. ભૌગોલિક સ્થાન : 26° ઉ. અ. અને 118° પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર તે આવરી લે છે. તેની ઉત્તરે ઝેજિયાંગ (ચિક્યાંગ), પૂર્વમાં પૂર્વ ચીની સમુદ્ર, અગ્નિમાં તાઇવાનની સામુદ્રધુની તથા…

વધુ વાંચો >

ફુનાફુટી ઍટૉલ

ફુનાફુટી ઍટૉલ : મધ્ય પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા નાનકડા ટાપુદેશ તુવાલુનું પાટનગર. ભૌ. સ્થાન : 8° 31´ દ .અ. અને 179° 13´ પૂ. રે. તે દુનિયાભરમાં નાનામાં નાનું અને ઓછામાં ઓછું જાણીતું પાટનગર છે. તે બંદર છે તેમજ ટાપુઓનું વહીવટી મથક પણ છે. તેનો કુલ વિસ્તાર માત્ર 280 હેક્ટર…

વધુ વાંચો >

ફુન્તશોલિંગ

ફુન્તશોલિંગ : ભુતાનમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 26° 53’ ઉ. અ. અને 89° 23’ પૂ. રે. ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી રૈડક અને ઍમો નદીઓની વચ્ચે સરખા અંતરે તે ભુતાન અને પશ્ચિમ બંગાળની સરહદે આવેલું છે. ભારતમાંથી ભુતાનમાં પ્રવેશ માટેનું પ્રવેશ-ચકાસણી નાકુ ફુન્તશોલિંગ ખાતે આવેલું છે. ભુતાનનું પાટનગર થિમ્ફુ અને…

વધુ વાંચો >

ફુશુન

ફુશુન : ઈશાન ચીનમાં આવેલા મંચુરિયાનું એક શહેર. ભૌગોલિક સ્થાન : 41° 52´ ઉ. અ. અને 123° 53´ પૂ. રે. તે લિયાઓનિંગ પ્રાંતના શેનયાંગ(મુકડેન)થી પૂર્વમાં 45 કિમી. દૂર હુન (ઝુન) નદી પર આવેલું છે. આ શહેરના વિકાસમાં રશિયા અને જાપાનનું મહત્વનું યોગદાન રહેલું છે. તે તેનાં કોલસા-ક્ષેત્રો માટે ચીનમાં તેમજ…

વધુ વાંચો >

ફુંડીનો ઉપસાગર

ફુંડીનો ઉપસાગર : કૅનેડાના ન્યૂ બ્રન્સવિક અને નોવા સ્કોશિયા પ્રદેશોને અલગ પાડતો ઉપસાગર. ઉત્તર આટલાંટિક મહાસાગરનો તે નાનકડો ફાંટો છે. આ ઉપસાગર તેના મુખપ્રદેશ પાસે આશરે 100 કિમી. જેટલો પહોળો છે. તેની લંબાઈ 240 કિમી. જેટલી છે. ઈશાન-ભાગમાં તે બે ફાંટામાં વિભાજિત થાય છે, ઉત્તર ફાંટો ચિગ્નેટો ઉપસાગર અને પૂર્વ…

વધુ વાંચો >